Book Title: Shripal Charitra
Author(s): Jaybhikkhu
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
શ્રીપાળ ચરિત્ર
૩૫
શ્રીપાળ કહે : “વહાણ પર મારી બે પત્નીઓ છે, એનેય તેડતા આવજો. સાચની સાહેદી મળી જશે.”
સૂરજ કંઈ વાદળથી છુપાતો હશે ? પાપી કંઈ સદા જીતતા હશે? વાત બધી જાહેર થઈ ગઈ. રાજાએ પાપિયા ધવલરાયને કાંધ મારવાનો હુકમ કર્યો.
શ્રીપાળ કહે : “રાજાજી ! પાપીને મારીને અપવિત્ર કાં બનો ? નીચને તો જીવતર ભલું. કોક દહાડો એનાં પાપ પખાળશે, માટે પાપિયાને અભયવચન આપો.”
રાજાએ તો અભયવચન આપ્યું. ધવલરાય બોર બોર આંસુએ રડે છે, શ્રીપાળના પગની રજ માથે ચડાવે છે અને કહે છે : “મેં ભારે કાળાં કામ કર્યા. મને ઘેર પહોંચાડો. મિલકત બધી ધર્માદા કરીશ. સાધુ થઈને બેસી જઈશ. છેલ્લી જિંદગી સુધારી લઈશ.”
સરલતા કુટિલતાને સમજી શકતી નથી. શ્રીપાળ એક દહાડો વહાણે ચડ્યો. ઘણા દહાડા થયા, ઘર સાંભરતું હતું. ધવલરાયે વહાણ હંકાર્યા. રાજાએ ગળગળે સાદે વિદાય આપી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90