Book Title: Shripal Charitra
Author(s): Jaybhikkhu
Publisher: Shrutgyan Prasarak Sabha

Previous | Next

Page 31
________________ ૨૨ - શ્રીપાળ ચરિત્ર મા કહે : “બેટા ! તું તો મારું રાંકડું રતન છે. પણ ડાહ્યા દીકરા દેશાવર સારા. છાંયામાં છોડ ઠીંગણા રહે. દેશ ભમો, વિદેશ ભમો, પૃથ્વી તો શક્તિની પૂજારણ છે. વસુંધરા તો વીરને વરે છે. માડીના આશીર્વાદ છે. આઠ સિદ્ધિ ને નવ નિધિ ચરીને વહેલો આવજે.” મયણા કહે : “હું સાથે આવીશ. હું તો તમારી સુખ-દુ:ખની સંગાથી છું. અમને સ્ત્રીઓને અગ્નિ સહેવો સહેલો છે, પણ પતિનો વિયોગ સહેવો દોહ્યલો છે.' શ્રીપાળ કહે : “મયણા ! તારા તાર્યા અને તર્યા છીએ. મારા ચામની મોજડી પહેરાવું તો ય તારો ઉપકાર ન વળે. પણ પરદેશના મામલા છે. કેવું મળ્યું ને કેવું ન મળ્યું ! ત્યાં પગબંધન ન પોસાય.” સતી નાર સમજી ગઈ. માં અને વહુએ શ્રીપાળને વિદાય આપી. મયણાએ સો વાતની એક વાત કહી : દુ:ખ પડે તો ગભરાશો નહિ. નવપદજી ભગવાનનું ધ્યાન ધરજો.” મા કહે : “બેટા, મારી પાંચ શિખામણ ધ્યાનમાં ધરજે. જીવમાત્ર પર પ્રેમ રાખવો, જેવું હોય તેવું કહેવું, પારકાની ચીજ વગર આપી લેવી નહીં, પરસ્ત્રી સામે જોવું નહીં, જોઈએ એનાથી વધુ સંઘરવું નહીં, આખે કદી ઓછું થતું નથી.' શ્રીપાળે શીખ મસ્તકે ચડાવી છે. ભલો વેશ સજ્યો છે. કેડે કટારી છે, કમરે તલવાર છે, પગે હીરભરી મોજડી છે, માથે મોળિયાં છે, દશે આંગળીએ વેઢ છે, કેસરનાં તિલક તાણ્યાં છે, ને કંકુનાં છાંટણાં છાંટ્યાં છે. લીલી ઘોડી હણહણે છે, લાલ પલાણ છે, ને સોનાની સરક છે. મયણાનો પિયુ પરદેશ સંચરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90