Book Title: Shripal Charitra Author(s): Jaybhikkhu Publisher: Shrutgyan Prasarak SabhaPage 30
________________ શ્રીપાળ ચરિત્ર ગીત ગાય છે. શ્રીપાળ ચતુર્વેદ સાધે છે. મયણા ભાથું ઝાલે છે. પારકાના ભલામાં બંને રાજી રહે છે. એક દિવસની વાત છે : શ્રીપાળ રવાડી ચઢ્યો છે. પનિહારીઓ સોનાના બેડલે ને રૂપાની ઈઢોણીએ પાણી ભરે છે. એક નાની એવી નાર છે. મોટું એવું બેડું છે. સહુએ પોતાનાં બેડાં ચઢાવ્યાં છે, પણ એનું કોણ ચડાવે ? શ્રીપાળ ત્યાં ઘોડો પાવા આવ્યો. પેલી નાનકડી નારે વિનંતી કરી : “બેડું ચઢાવશો, કુંવર ? શ્રીપાળે બેડું ચઢાવ્યું. સરખી સાહેલીઓ પૂછવા લાગી : “આ કોણ છે ? દેવ છે કે મનુષ્ય ?' એ તો રાજાનો જમાઈ છે, યવાડીએ રમવા ચડ્યો છે.” - કુંવરે એ સાંભળ્યું. અરે ! સાસરાના નામે મારી પ્રસિદ્ધિ ? એ વિચારે છે : ‘ઉત્તમ આપ ગુણે સુણ્યાં, મોજઝમ આપ ગુણેલ, અધમ સુણ્યા માઉલે, અધમાધમ સસુરેણ.” પોતાના બળથી કે ગુણથી પ્રસિદ્ધ થવું તે ઉત્તમ ! પિતાની પ્રસિદ્ધિથી પ્રસિદ્ધ થવું તે મધ્યમ ! મોસાળની પ્રસિદ્ધિથી પ્રસિદ્ધ થવું તે અધમ ! પણ સસરાના નામથી ઓળખાવું એ તો અધમમાં અધમ ! શ્રીપાળ તો પાછો ફર્યો. એને ખાવા-પીવામાં રસ ન રહ્યો. કઢિયેલ દૂધ ખારાં થયાં. સાકરિયો કંસાર ઝેર જેવો લાગ્યો. શ્રીપાળ કહે : “મા, મા ! અમે દેશ જશું, પરદેશ જશું, ભુજબળથી ભાગ્ય અજમાવશું, આ ટાઢી રસોઈ હવે ગમતી નથી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90