Book Title: Shripal Charitra Author(s): Jaybhikkhu Publisher: Shrutgyan Prasarak SabhaPage 32
________________ શ્રીપાળ ચરિત્ર, શ્રીપાળ ચાલ્યો જાય છે. ઊંઘ જોતો નથી. તરસ જોતો નથી. જતાં જતાં મોટું જંગલ આવ્યું. તાપસો ત્યાં વિદ્યા તપે છે, પણ વિદ્યા ફળતી નથી. અસુરો વિદ્ગ નાખે છે, યજ્ઞ અપવિત્ર કરે છે. સહુએ શ્રીપાળને જોયો. પરાક્રમી નરનું તેજ અછાનું ન રહે. તાપસોએ શ્રીપાળને યજ્ઞની ચોકી કરવા વિનંતી કરી. શ્રીપાળ કહે : 'તમે સુખે તપ કરો. હું ક્ષત્રિય છું. ધર્મનું રક્ષણ અને અધર્મનો વિનાશ તો ક્ષત્રિયજાયાની ફરજ છે.' શ્રીપાળ ચોકીએ બેઠો છે, તીર ને તલવાર ગ્રહ્યાં છે. મજાલ કોની કે પાસે આવે ! તાપસોનાં તપ ફળ્યાં છે. વિદ્યા સિદ્ધ થઈ છે. સહુ કહે : ‘શ્રીપાળ ! અમારાં કાજ સિધ્યાં છે. માગ માગ, માગે તે આપીએ.” માગું ને શું ન માગું ? નવપદજી ભગવાનના પ્રતાપે સઘળું મળ્યું છે.' તોય અમારે કંઈક આપવું જોઈએ. આ જલહરણી વિદ્યા શીખવીએ છીએ. સાગરમાં પડીશ તો સાગર તરી જઈશ, પાણી તને માગ આપશે. બીજી શસ્ત્રસંતાપહરણી વિદ્યા આપીએ છીએ. તારી તલવાર તારી ઢાલનું પણ કામ કરશે.' ચાલતો ચાલતો શ્રીપાળ ભરૂચ નગર આવ્યો. ભરૂચ તો ભારે બંદર ! દેશદેશાવરનાં વહાણ ત્યાં લાંગરે. મોટા મોટા વ્યવહારિયા ત્યાં વેપારે આવે. ભરૂચ તો ચોરાશી બંદરનો વાવટો. શું એની રિદ્ધિ ને શું એની સિદ્ધિ ! આ ભરૂચ બંદરમાં એક કોસંબીનો મોટો વેવારિયો આવ્યો છે. ધરતીનો બીજો કુબેર કહેવાય છે. પાંચસો એનાં જહાજ છે. દશ દશ હજાર તો સુભટ સાથે છે. ધવલરાય એનું નામ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90