Book Title: Shripal Charitra Author(s): Jaybhikkhu Publisher: Shrutgyan Prasarak SabhaPage 26
________________ શ્રીપાળ ચરિત્ર ૧૦ પહેલે દિવસે ૩ä é નમો અરિહંતાણંનો જપ કરે. વીસ નોકારવાળી ફેરવે, બાર ખમાસણાં ને બાર પ્રદક્ષિણા દે. બાર સાથિયા કરે. ને પછી અનુક્રમે ૐ હ્રીં નમો સિદ્ધાણં વગેરેના જાપ કરે, ને તેટલી નોકારવાળી ફેરવે. જે પદના જેટલા ગુણ તે પદના તેટલા સાથિયા પૂરે, તેટલા કાઉસ્સગ્ગ ને તેટલાં ખમાસણાં દે. જે રંગનાં પદ તે રંગનાં ધાન આરોગે.” નવ દહાડાનાં આ વ્રત. આરંભ-સમારંભ કરવા નહીં. મન, વચન અને કાયા નિર્મળ રાખવાં અને આવી નવી ઓળી લાગલગાટ કરવી. જે કરશે એનાં હૈયાં ઠરશે, ને કાયાનાં કલ્યાણ થશે.” મહારાજ ! આ વ્રત કોણે આરાધ્યાં ને કોને ફળ્યાં ? અરિહંત પદના આરાધનથી દેવપાળ રાજપદ પામ્યો. સિદ્ધપદના આરાધનથી પાંડવો અને રામચંદ્રજી મુક્તિ વર્યા. આચાર્યપદના આરાધનથી પ્રદેશી પ્રજા સૂર્યાભ દેવ થયા. ઉપાધ્યાય પદના આરાધનથી વજસ્વામીના શિષ્યો અમરત્વને વર્યા. સાધુપદની સેવા થકી રોહિણી સતીશિરોમણિ થઈ. દર્શનપદને વરેલી સતી સુલસા તીર્થંકરપદ વરી. જ્ઞાનની ઉપાસનાથી શીલવતીનું કલ્યાણ થયું. ચારિત્રની સેવનાથી જંબુકુમાર ચરમ કેવળી થયા. તાપદના આરાધનથી દમયંતી પ્રકર્ષ પુણ્યવતી બની.' મયણા રાજી રાજી થઈ ગઈ. એ તો ઘેર આવી. એણે તો યંત્ર રચ્યાં છે, વ્રત આદર્યા છે, તપ કર્યા છે. શ્રીપાળે પણ વ્રત લીધાં છે ને જપ આદર્યા છે. નવપદના યંત્રના પ્રક્ષાલનજળ બંને નાહ્યાં છે. જાણે મડાં માથે અમીછાંટણાં છે. દેહના રોગ ટળ્યા છે, દિલના શોક ટાળ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90