Book Title: Shripal Charitra
Author(s): Jaybhikkhu
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
૧૫
શ્રીપાળ ચરિત્ર તું ભાગ્યશાળી છે અને એ નર લાખેણો છે. એનાથી ધર્મનો ઉદ્યોત થશે. જાગતી જ્યોત જેવો એક મંત્ર આપું. આગમરૂપી સાગર વલોવી માખણ તને કાઢી આપું.
બસ, ત્યારે બાપજી, આપો ને !'
બાઈ ! હે બહેન ! બે હાથ જોડીને આસ્થાથી શ્રવણ કર. એનું નામ નવપદ યંત્ર. જિનશાસનમાં શ્રદ્ધા રાખજે. દેવ-ગુરુની પૂજા કરજે. નવપદની આરાધના કરજે. સિદ્ધચક્રનું ધ્યાન ધરજે. તારાં દુ:ખ જશે. દળદર ફીટશે.”
એ નવપદ એટલે શું ? એની આરાધના કેમ થાય ?' “નવપદમાં, પહેલું પદ અરિહંતનું : સંસારથી તરવાનો જેણે માર્ગ બતાવ્યો, એનું ધ્યાન ધરવું, બીજું પદ સિદ્ધનું ભવરૂપી અરણ્યને ઉલ્લંઘી મોક્ષધામને વરનારનું; ત્રીજું પદ આચાર્યનું : પંચાચારના પાળનાર ને ધર્મના ધોરીનું ચોથું પદ ઉપાધ્યાયનું : અજ્ઞાનીને પણ જ્ઞાનમાર્ગ બતાવનારનું; પાંચમું પદ સાધુનું : કંચન-કામિનીના ત્યાગી, શીલ-સંયમના પાળનારનું; છછું પદ દર્શનનું : શાસનમાં સાચી શ્રદ્ધા રાખનારનું; દેવ, ગુરુ ને ધર્મથી ચલિત ન થનારનું; સાતમું પદ જ્ઞાનનું : ભણે-ભણાવે, જ્ઞાન ને જ્ઞાનીનો આદર કરે તેનું; આઠમું પદ ચારિત્ર્યનું : આઠ કર્મને નિર્મૂળ કરનારનું, છ ખંડના ભોક્તા ચક્રવર્તી પણ એને અંગીકાર કરે છે; નવમું પદ તપનું વ્રત કરે, વરતોલાં કરે, અતિથિને પૂજે, ઊણે પેટે જમે, બીજાને ખવડાવીને ખાય, તેનું છે.”
આ નવપદજીનું એક યંત્ર બનાવવું. પાંચ ધાતુનું પતરું લાવવું. એમાં અષ્ટદળ કમળ ચીતરવું. મધ્યમાં અરિહંત થાપવા. તેના મસ્તકે ઉપલી પાંખડીમાં સિદ્ધ થાપવા અને બીજી દિશામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/d3d1c1576ead3cf0d8f3ae3ef52fcd4279e92ef82d9626ee2b1f66151b086a90.jpg)
Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90