Book Title: Shripal Charitra Author(s): Jaybhikkhu Publisher: Shrutgyan Prasarak SabhaPage 15
________________ ઢોલ વાગે છે. ગગન ગાજે છે. આકાશમાં ધૂળની ડમરી ચડી છે. સાતસો કોઢિયાઓનું ટોળું ઉજેણી ભણી ચાલ્યું આવે છે. જોતાં ચીતરી ચડે એવા આ સર્વે જણા છે. કોક ટૂંકા છે, તો કોઈ ટૂંકા છે. કોઈ ખોડા છે, તો કોઈ ખસિયલ છે. કોઈ બોડા છે તો કોઈ બૂચા છે. કોઈ કાણા છે તો કોઈ આંખે સાવ રાણા છે. કોઈનાં શરીર પાચપરુથી ભરેલાં છે, તો કોઈનાં અંગેઅંગ ગળી ગયાં છે. એ ચાલે એનાથી સહુ સાવ કોશ દૂર દૂર ચાલે છે-આ તો બાપ કોઢિયા ! - શોરબકોર કરતા કોઢિયા ચાલે છે. વચ્ચે એમનો રાજા છે. વાહ રે રાજા વાહ ! ઉંબરાની છાલ જેવી એની ખાલ છે, ઉંબર રાણો એનું નામ છે. ઉંબર રાણાના કાન કોડિયા જેવા છે, ને નાક નળિયા જેવું છે, ને ખચ્ચર પર એણે સવારી કરી છે. સૂપડા જેવા કાનવાળો એક કોઢિયો એને ચમ્મર ઢોળે છે. એક લંગડાએ છડી ઝાલી છે. ટૂંકાએ છત્તર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90