Book Title: Shripal Charitra Author(s): Jaybhikkhu Publisher: Shrutgyan Prasarak SabhaPage 16
________________ શ્રીપાળ ચરિત્ર ધર્યા છે. ઉબર રાણાનો જેજેકાર બોલાવતા સહુ ચાલ્યા જાય છે. બનવાકાળ છે : ઉજેણીનો રાજા ઘોડો ખેલાવતો ત્યાંથી નીકળ્યો. શિવજીની આ જાન જોઈ ઊભો રહ્યો ને પૂછવા લાગ્યો, ‘તમે કોણ છો ? ભૂત છો, પ્રેત છો, પિશાચ છો ? શા કાજે અહીં આવ્યા છો ? કોઢિયો કહે : “અમે કોઢના રોગી છીએ. અમારી સાતસોની સેના છે. અમારા રાજા માટે રાજકુંવરીની શોધમાં નીકળ્યા છીએ.” ઉજ્જૈણીના રાજાને હસવું આવ્યું : રૂપાળો તમારો રાજા ! અરે, એને તો રાજકુંવરી જ જોઈએ ને ! પેલી કહેવત જેવી વાત છે : ગધેડું છે તો ગામથી ગોબરું, પણ હવાડે પાણી ન પીએ ! પણ એટલામાં તો રાજાને કંઈ યાદ આવ્યું, એને કંઈ વિચાર આવ્યો. એણે કોઢિયાઓને કહ્યું : “ચાલો, તમારી જાન જોડો. વગડાવો વાજાં. હું મારી કુંવરી પરણાવું છું.' ‘ભલા રાજા ! દુઃખિયાની મશ્કરી કરવી સારી નહીં. ઉજેણીની કુંવરી ક્યાં ને અમારો કૂબડો રાણો ક્યાં ?' રાજા કહે : “મારું ક્ષત્રિયનું વચન છે. બીન્યા વગર બેધડક ચાલ્યા આવો. આજ તમારાં ભાગ્ય જાગ્યાં છે.” કોઢિયાઓએ તો જાન જોડી છે ને ઉબર રાણો પરણવા ચાલ્યા છે. આખી નગરી આ કૌતુક નિહાળી રહી છે. આ તો લગન છે કે મશ્કરી ? હમણાં રાજા આ કોઢિયાને ગરદન દેશે !' પણ લોક તો વાતું કરતું રહ્યું ને રાજાએ મયણાસુંદરી ઉંબર રાણાને પરણાવી દીધી. રાજહઠ કોને કહે છે ? રાજહઠ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90