Book Title: Shripal Charitra Author(s): Jaybhikkhu Publisher: Shrutgyan Prasarak SabhaPage 10
________________ રાજા શ્રીપાળ સુંદર એવો જંબુદ્વીપ છે. રિદ્ધિસિદ્ધિથી ભરેલો ભરત નામે ખંડ છે. ત્યાં માલવ નામે દેશ છે. ઇંદ્રની અલકાપુરી જેવી ઉજ્જૈણી નામે નગરી છે. ઉજ્જૈણી નગરીમાં પ્રજાપાલ નામે રાજા રાજ કરે. એને બે કુંવરી છે, રૂપરૂપના અંબાર જેવી. એકનું નામ સુરસુંદરી, બીજીનું નામ મયણાસુંદરી. જાણે ચાંદાસૂરજની જોડ. જાણે લક્ષ્મી ને સરસ્વતીનો અવતાર. એકને જોઈએ ને બીજીને ભૂલીએ. મોટા મોટા પંડિતો બંનેને ભણાવે છે. પંડિતો અડધું શીખવે ત્યાં એ આખું ગ્રહણ કરી લે છે. ભણીગણીને હોશિયાર થઈ છે. મોરનાં ઇંડાને તે ચીતરવાં શાં ? છ રાગ, છત્રીસ રાગિણી ને નવે રસમાં બંને નિપુણ છે; ચોસઠ કળાની જાણકાર બની છે. એક દિવસે પંડિતોએ રાજાને કહ્યું : ‘રાજન્ ! અમારી વિદ્યા પૂરી થઈ. કુંવરીઓની પરીક્ષા લઈ ઈનામ આપો.' રાજા કહે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90