Book Title: Shramanyopnishad
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 7
________________ સ્વતી મુત્તી 7િી. સંયમ એ ત્રૈલોક્યમાં સારભૂત છે. સંયમ એ જ્ઞાન-દર્શનનું ફળ છે. સંયમ એ અધ્યાત્મવિશ્વનું સર્વસ્વ છે. પણ સંયમમાં ય સાર શું? આ પ્રશ્નનો જવાબ છે દેશવિધ શ્રમણધર્મ. પ.પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ પોડશક પ્રકરણમાં કહ્યું છે - વર્તનક્ષાન્તિરિહા ધર્મક્ષાત્યાદ્રિસાધનં ભવતિ | (૨૨-૨૨) દીક્ષાની પ્રાપ્તિ બાદ સૌ પ્રથમદીક્ષિતને વચનક્ષમા વગેરે ધર્મોની પ્રાપ્તિ થાય છે, જેઓ આગળ જતા ધર્મક્ષમા વગેરે ઉત્કૃષ્ટ શ્રમણધર્મોને સાધી આપે છે. સ્વાધ્યાય, ધ્યાન, વૈયાવચ્ચ વગેરે યોગો સંયમજીવનના અંગ છે, જ્યારે શ્રમણધર્મો તો સંયમજીવનના પ્રાણ છે. જો શ્વાસોચ્છવાસ વિના જીવી શકાય તો જ શ્રમણધર્મો વિના સંયમજીવનમાં ટકી શકાય. સંયમજીવનમાં પ્રાણ પૂરવા માટે, શ્રમણ્યમાં ધબકાર પૂરવા માટે, જીવન્મુક્તિનો આનંદ પામવા માટે શ્રમણધર્મોની પરિણતિ અતિ આવશ્યક છે. આ પરિણતિ સ્વ-પરને પ્રાપ્ત થાય એ ભાવનાથી કરેલું સર્જન એટલે જ શ્રામણ્યોપનિષદ્ . કરુણાસાગર ચરમતીર્થપતિ શ્રી મહાવીરસ્વામી ભગવાન અને પરમોપકારી ગુરુદેવ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની કૃપાથી આ પ્રબંધ સંપન્ન થયો છે. શ્રી ભરતગ્રાફિક્સ – શ્રી ભરતભાઈના પ્રયત્નોથી ટાઈપસેટિંગ આદિ કાર્ય કુશળતાપૂર્વક પાર પડેલ છે. શ્રીસંઘમાં શ્રમણ્યોપનિષદ્રનું સંગીત ગુંજાયમાન થાય એ જ અભિલાષા સાથે... જિનાજ્ઞા વિરુદ્ધ લેખન થયું હોય તો મિચ્છામિદુક્કડમ્. સંશોધન કરવા માટે બહુશ્રુતોને નમ્ર પ્રાર્થના. પ્રથમ વૈશાખ સુદ-૧૩, વિ.સં. ૨૦૬૬, નડિયાદ પ.પૂ. વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો ચરણકિંકર આચાર્ય વિજય કલ્યાણબોધિસૂરિ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 144