________________ પ્રસ્તાવના 19 ઘરે પહોંચીને તે ઓસરીમાં પડેલી ખાટલીમાં પડ્યો. સ્નાન, ભોજન કશું ન કર્યું. એના ચહેરા પર ઉદાસીના વાદળ છવાઈ ગયાં. એ જ સમયે રાજસભામાંથી નિવૃત્ત થઇને અગ્રપુત્ર ધનપાલ પંડિત ઘરે પાછો ફર્યો. પિતાને ઉદાસ જોઇને સીધો તે પિતાજીના ચરણોમાં બેસી પડ્યો. એણે કહ્યું : પિતાજી, મારા જેવો પુત્ર હાજર છે પછી આપને ઉદાસ શા માટે રહેવું પડે છે? આજ્ઞા ફરમાવો. પિતાની આજ્ઞા એ જ પુત્ર માટે સ્વર્ગ છે. > જૈનાચાર્યોને “શૂદ્ર' કહેતાં ધનપાલ પંડિતઃ વત્સ! તું જૈનાચાર્ય મહેન્દ્રસૂરિજી પાસે જઈને એમનું શિષ્યત્વ અંગીકાર કર ! એ રીતે મને પ્રતિજ્ઞામુક્ત બનાવ ! તારી પિતૃભક્તિને પણ સાર્થક કર ! વત્સ ! ગુરુદેવ સમક્ષ હું આ રીતના વચનથી બંધાયેલો છું. સર્વદેવ બ્રાહ્મણે ધનપાલને ચરૂ અંગેની સમગ્ર વિગત જણાવી. વિપકુળમાં જન્મેલો હું ઉત્તમ જાતક છું, વેદ-વેદાંગનો અભ્યાસી છું, રાજાભોજનો પ્રીતિપાત્ર છું. ના, એ “શુદ્ર જૈનાચાર્ય પાસે કદી દીક્ષા નહિ લઉં. પિતાજી, તમે કેવી અવિચારી આજ્ઞા આપી રહ્યાં છો ! વિચાર કરો ! સનાતનના વેષી પાસે જવું એ પણ પાપ છે ! તમે એ શૂદ્રોનો પરિચય કર્યો એ જ ભૂલ હતી. હવે બીજી ભૂલ કરવાનું મને જણાવો છો ! આ રીતે નફરત અને ધિક્કાર ભરેલાં વચનો વડે પિતાની તર્જના કરીને ધનપાલ ત્યાંથી ચાલી ગયો. આથી તો સર્વદેવને તીવ્ર આઘાત લાગ્યો. પુત્રના આજ્ઞા-ઇન્કારનું દુઃખ તેના વચનપાલન માટેના દુઃખમાં વધારો કરતું ગયું. ફરીને તે ખાટલામાં પડખા ઘસવા માંડ્યા. > શોભનકુમારની જબ્બર પિતૃભક્તિઃ કંઈક સમય વીત્યો. બહાર ગયેલો લઘુપુત્ર શોભન ઘરમાં દાખલ થયો. એની નજરે પિતાની વ્યગ્રતા ચડી આવી. પિતૃભક્ત એ પુત્રે તુરંત પિતૃચરણોમાં નમન કરીને વિનયપૂર્વક વિજ્ઞપ્તિ કરી : પિતાજી, આપશ્રી પૂર્ણવિદ્વત્તા, અનુકૂળ કુટુંબ અને રાજસન્માનના સ્વામી છો છતાં વ્યગ્રતા કેમ ધારણ કરો છો? વત્સ, હું એક અસામાન્ય આપત્તિમાં આવી પડ્યો છું. મારી સેવાથી જો તે દૂર થઇ શકે તેમ હોય તો તે મને જણાવો! આપત્તિના ઉપાયની આજ્ઞા આપો.