________________ પ્રસ્તાવના 17 સંસારી અવસ્થામાં એમનું નામ શોભન હતું. શોભનકુમારના જન્મ પછી સર્વદેવ બ્રાહ્મણે - સાકાશ્યનગર છોડી દીધું. ધારામાં વસવાટ કર્યો. તેમના અગ્રપુત્ર ધનપાલ ધારાપતિ રાજા ભોજના પ્રીતિપાત્ર હતાં. ધનશ્રી નામની સુશીલ કન્યા સાથે તેમણે ધનપાલના વિવાહ કરાવ્યાં. વિદ્વત્તા અને રાજસન્માન તેમની પાસે હતાં બળે આજ્ઞાપાલક પુત્રો હોવા છતાં દરિદ્રતાથી તે સર્વદેવ પીડિત હતાં. પૂર્વજોએ ભંડારેલો સુવર્ણનિધિ તે શોધી રહ્યાં હતા પરંતુ પુષ્કળ પ્રયત્નો પછી પણ તે હાથ લાગ્યો નહિ. > પિતા દ્વારા “ગુરુ” નિર્ણય: એક વાર ધારામાં પધારેલાં જૈનાચાર્ય પૂ. શ્રી મહેન્દ્રસૂરીશ્વરજી મહારાજાની ખ્યાતિ તેમના કાને પડી. સૂરિજીની દેશનામાં આ સર્વદેવ બ્રાહ્મણ પહોંચ્યાં. સૂરિજીની તેજસ્વી વાણીથી તે પ્રભાવિત થયાં. પછી તો રોજનો એ ક્રમ બની ગયો. અંતે ધર્મદેશનાના શ્રવણથી સર્વદિવના મનમાં ખડકાયેલાં મિથ્યાત્વના ખડક ભાંગી ચૂક્યાં. બોધિનું એમાં આધાન થયું. અહિંસાપ્રધાન જૈનોના આચારો પ્રત્યે તેમને માન જળ્યું. પરંપરાથી મળેલું જૈનમત તરફના દ્વેષનું ઝનૂન એમણે પરિહારી દીધું. પૂજ્ય આચાર્યશ્રી મહેન્દ્રસૂરીશ્વરજી મહારાજને પોતાના ગુરુ તરીકે નિર્ધાર્યા. દરિદ્રતાથી પીડાયેલો આ બ્રાહ્મણ એક વાર દેશના સિવાયના સમયે સૂરિજી પાસે આવ્યો. કશું ય બોલ્યા વિના અનુચારક બનીને તે સૂરિજી પાસે બેસી ગયો. ત્રણ અહોરાત્ર સુધી સૂરિજીનું આ રીતે ધ્યાન કર્યું. બ્રાહ્મણની આવી શ્રદ્ધા નિહાળી સૂરિજીએ તેને આવવાનું કારણ પૂછ્યું. સવદવે પોતાના પૂર્વજોએ ભંડારેલો સુવર્ણનિધિ કયાં સ્થળ છે એ દર્શાવવાની સૂરિજીને - વિનંતી કરી. આમ તો સાધ્વાચારથી વિપરીત આ પ્રવૃત્તિ હતી છતાં પોતાના વિશિષ્ટ શ્રુતજ્ઞાન દ્વારા ભાવિમાં થનારો શાસનના ઉત્કર્ષનો લાભ જાણીને સૂરિજીએ નિધિનું સ્થળ સૂચવ્યું. એ પૂર્વે સંપત્તિનો અડધો હિસ્સો સૂરિજીને આપવાનું સર્વદવે વચન આપી દીધું. વચનનો સીધો સ્વીકાર કર્યા વિના સૂરિદેવે “અમે અમારી ઇચ્છા મુજબ તમારી પાસે જે કંઈ છે તેનો અર્ધભાગ ગ્રહણ કરીશું એવો ઉત્તર આપ્યો. સર્વદેવે તે કબૂલ કર્યો. > બ્રાહ્મણની વચનપ્રતિબદ્ધતા અને સૂરિજીની વ્રતપ્રતિબદ્ધતા: સૂરિજીએ સૂચવેલાં સ્થળે તેણે ઉત્પનન કર્યું. ચાલીશ લાખ સુવર્ણમુદ્રાઓનો મહાનિધિ તે સ્થળેથી પ્રાપ્ત થયો. આ સુવર્ણ નિધિ મળી જતાં સર્વદવ અતિર્ષિત થયો. નખ-શિખ પ્રામાણિક એ બ્રાહ્મણે નિધિને સ્પર્શ સુદ્ધાં ન કર્યો. વિચાર્યું : પ્રથમ અડધો ભાગ ગુરૂદેવને અર્પણ કરીશ. પછી જ આ ધનને ઘરમાં દાખલ કરીશ.