________________
મા ! તારું હૃદય ખરેખર મહાન છે. તે અનેક દોષોથી ભરેલા મારા પિતાનું નામ કદી નીચું પડવા દેતી નથી, ઓહ ! મને ગર્વ છે, મારે મહાન પિતા ભલે ન હોય, મહાન માતા તો જરૂર છે.' રાજા અશોકે માતાના ગુણ પર મુગ્ધ થતાં કહ્યું.
કોઈ રાજા મહાન નથી, કોઈ રાજા હીન નથી. સંજોગને સમજે-જીતે તે મહાન. સંજોગમાં દબાય તે હીન. હું રાજકારણની ચર્ચાથી અળગી રહી છું. પણ બેટા ! આ વાતમાં તારા પિતાથી બધા હેઠ છે.”
શી રીતે મા ?” ‘જૂની વાત છે, જૂના જખમ છે.”
‘એ જખમ ઉખેળીને મને બતાવ મા !' અશોક આજે રાજા નહોતો, માણસ હતો, માણસ ભાવનો ભૂખ્યો હોય છે !
ચેલા રાણી બોલ્યાં, “વત્સ, એ વખતે હજી તું મારા પેટમાં ગર્ભ રૂપે આવ્યો હતો. તારા પિતા મારી ખૂબ કાળજી લેતા હતા. પણ ન જાણે કેમ, મને તારા પિતાના કાળજાનું માંસ ખાવાના દોહદ થયા કરતા. ઘણી વાર પ્રેમ કરતાં કરતાં હું અજાણ્ય તારા પિતાના વક્ષસ્થળ પર બટકું ભરી લેતી.”
મા ! હું તારામાં આવી દુષ્ટ વૃત્તિનો સંભવ કલ્પી શક્તો નથી.’ રાજા અશોકે કહ્યું. ‘તો હું જૂઠું બોલું છું, એમ માની લે.” ચેલા રાણીએ કહ્યું.
ના, આભ પૃથ્વી પર આવે કે સુરજ પશ્ચિમમાં ઊગે તોપણ મારી મા જૂઠું ન બોલે.’ અશોકે માતા તરફનું પોતાનું મંતવ્ય પ્રગટ કર્યું.
‘તો વત્સ ! એક વાર બધું સાંભળી લે. અબત્ત, આજે એ સમજવાસમજાવવાનો કોઈ અર્થ નથી; પણ વાત નીકળી છે તો કહું છું. કદાચ એ સાંભળી તું ઉશ્કેરાઈ જા અને મને જેલમાં પૂરે તોપણ –'
“મા, તું મને એવો અધમ માને છે ? મારા પિતાને મેં જેલમાં કેમ પૂર્યા છે, એ તું શું જાણે ? હજારો ને લાખો લોકોના ભલા માટે મેં મારા પિતૃપ્રેમનો ભોગ આપ્યો છે. કહે, તારે જે કહેવું હોય તે શાંતિથી કહે, મા !' રાજા અશોક લાગણીમાં આવી ગયો હતો.
‘સાસુરાણી ! તમે માતા છો. એ તમારા પુત્ર છે. ગમે તેવા ગરમ જળમાંથી પણ અગ્નિ ન પ્રગટે.’ પદ્મારાણી પતિનો પક્ષ લેતી વચ્ચે બોલી.
“સાગરમાં જ વડવાનલ હોય છે વહુરાણી ! સાંભળી લો મારી વાત. અશોક મારા ઉદરમાં આવ્યો ત્યારથી મને પતિનું માંસ ખાવાના ભાવ થતા હતા. ગર્ભિણી સ્ત્રીના ભાવા એ પુત્રના ભવિષ્યના દ્યોતક હોય છે. મેં એક વાર ગર્ભપાત માટે પણ પ્રયત્ન કર્યો હતો !'
46 | શત્રુ કે અજાતશત્રુ
રાજા અશોક પુત્રને બાજુમાં મૂકી પાટલે બેઠો. પણ બાળક પણ પ્યારનું ભૂખ્યું હોય છે. એ રડવા લાગ્યો. પિતાની તરફ નાના નાના હાથે લાંબા કરવા લાગ્યો.
પિતાએ હાથ લાંબો કરી પુત્રને ફરી તેડી લીધો. સાથળ પર બેસાડી ભોજનનો આરંભ કર્યો. સામે મમતાના સાગર જેવી પત્ની, અને ખોળામાં સ્નેહસાગર જેવો પુત્ર, આ રીતે જમતા ગૃહસ્થનું જીવન તો ધન્ય થઈ જાય ! માનવ બનેલો રાજા પણ ધન્યજીવન માણી રહ્યો.
રાજા એક કોળિયો મોંમાં મૂકે ને પુત્રના મોં સામે જુએ. ચંદ્રને જોતાં ચાતક ધરાય નહિ એમ એનું મન તૃપ્ત થાય જ નહિ !
રાજા પુત્રના મુખ તરફ જોઈ રહ્યો હતો. ત્યાં પુત્રે મૂત્રોત્સર્ગ કર્યો. અરે! મૂત્રના છોટા ભોજનના થાળમાં !
રાણી પદ્મા પુત્રને લેવા ઊભી થઈ. પણ રાજાએ હાથથી એને રોકી લીધી. એમ કરતાં રખેને પુત્રના મૂત્રોત્સર્ગનો વેગ થંભી જાય.
પુત્ર મૂત્રોત્સર્ગ પૂરો કર્યો. થાળીમાં એના છાંટા ઊડ્યા. રાજાએ થોડોક ભાગ દૂર કરી ભોજન ફરી શરૂ કર્યું. એને પોતાના આ કાર્યની ગ્લાનિ નહીં પણ ગૌરવનો અનુભવ થઈ રહ્યો. એ બોલ્યો, “મારે મન ગૌમૂત્ર જેટલું જ આ મૂત્ર પવિત્ર છે.'
ને થોડીવારે પોતાની માતા ચેલા સામે જોઈને એણે કહ્યું. “મા ! પુત્ર તરીકે અશોક ગમે તેવો હોય, પિતા તરીકે તો અજોડ છે ! આવું પિતૃવાત્સલ્ય બીજે ક્યાંય નીરખ્યું છે, માડી ?”
ચેલા બે ઘડી બોલી. શું બોલવું, કેમ બોલવું એની દ્વિધામાં જાણે એ પડી ગઈ. | ‘મા ! કેમ બોલતી નથી ? મારો પુત્રપ્રેમ જોઈ સ્તબ્ધ થઈ ગઈ કે શું ? પિતા તરીકે હું પ્રેમમાં અજોડ ખરો ને ?”
રાજા અશોક ભાવાવેશમાં હતો. એ સિંહાસન, રાજકારણ, ષડયંત્ર, ખટપટ બધું ભૂલી ગયો હતો.
રાણી ચેલાને એ વારંવાર પ્રશ્ન કરી રહ્યો. ચેલારાણી પહેલાં તો મુંગાં રહ્યાં, પણ આખરે અકળાઈને બોલ્યાં,
‘વત્સ ! નકામો ગર્વ ન કર. પિતૃવાત્સલ્યમાં તો બધા તારા પિતાથી હઠ છે?” રાણી ચેલા આટલું બોલી થંભી ગયાં.. - “મા ! શું તારી પતિભક્તિ ! સ્ત્રીનાં અનેક ધર્મો-માતા, ભગિની, દુહિતા તરીકેના - પણ એ બધામાં પત્નીધર્મ મોટો. એ તેં સાર્થક કર્યો. પછી ગર્ભનું પતન
રાજાને સુજન કોણ રહેવા દે ? | 47.