Book Title: Shatru ke Ajat Shatru
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 192
________________ અમને અમારા રસ્તે જવા દો ! ઓહ, જખમીઓના જખમની પીડા અમારાથી જોવાતી નથી ! મરી ગયા એ ખરેખરા સ્વર્ગે ગયા; જીવતા રહ્યા એ નરકની પીડા વેઠી રહ્યા છે !' રાજા પણ મૂઢપણે એમની પાછળ પાછળ ઘસડાયો. એને પેલી રૂપસુંદરીઓનાં રુદન વ્યથિત કરી રહ્યાં હતાં. એ મનમાં ને મનમાં એ બધાને હણનાર વૈશાલીના ગણનાયક ચેટક પર ખીજે બળી રહ્યો હતો. એ ક્રોધમાં બૂમ પાડી ઊઠ્યો : ‘નિશ્ચિત રહેજો , સન્નારીઓ ! વૈશાલીના એ ગણનાયકને મારે હાથે પડવા દો, એનાં નાકકાન કાપી અવળે ગધેડે બેસાડીશ, એની વૈશાલીને પાડીને પાધર કરીશ ને ગધેડો જોડાવીને એ ધરતી ઉપર આદુ વાવીશ." પેલી બે સ્ત્રીઓએ આ શબ્દો કોઈ ચેપી રોગ જેવા હોય તેમ કાને ન ધરતાં આગળ પ્રયાણ કર્યું. એ સમયે મડદાના ગંજમાંથી અટ્ટહાસ્ય સંભળાયું. અરે, મડદાં હસ્યાં !! મહાપરાક્રમી રાજા પળવાર છળી ગયો, અદૃશ્ય અને અગમ્યનો પ્રભાવ હંમેશાં માનવીના માનસ પર અજબ પડે છે ! શું મડદાં હસ્યાં ?” ફરી પોકાર આવ્યો. ‘હા રાજા ! મડદાં તારી મુર્ખતા પર હસ્યાં !” મારી મૂર્ખતા ?” રાજાએ પ્રશ્ન કર્યો. તેણે અવાજ ક્યાંથી આવે છે, એ જોવા મડદાના ગંજ ઉપર એક નજર ફેરવી. | ‘નહિ તો કોની મૂર્ખતા, રાજા ? ગણનાયકને તું સજા કરવા ચાહે છે, ખરું એ પણ એક દહાડો એમના ખૂનનો હિસાબ નહીં માગે ? યાદ રાખજે, એક દહાડો તારી પાસે આ બધાં મડદાં પોતાના ખૂનનો હિસાબ માગશે. યુદ્ધ એ તો તારી પોતાની જ સ્વચ્છેદ સત્તાનું ને કાળી રાત જેવી કીર્તિલાલસાનું સંતાન છે.' ‘રે, હવે બહુ ચબાવલો ન થા !” અજાતશત્રુએ કહ્યું. ‘નહિ તો શું કરીશ ?” મડદાએ કહ્યું ને એ ખડખડાટ હસ્યું. ‘હું શું કરીશ ? રે, તું મગધસમ્રાટ અજાતશત્રુને ઓળખતો નથી ?” ‘હવે મારી અને તારી ઓળખાણ તો સ્મશાનમાં જ થઈ શકશે ! પણ મને ગણનાયક પ્રત્યેના તારા વેર લેવાના નિર્ણય માટે હજીય હસવું આવે છે.” મડદું ફરી બોલ્યું, ફરી હસ્ય. બે-ચાર મડદાંએ એમાં સૂર પુરાવ્યો. અજાતશત્રુએ કમર પર લટકતી તલવાર મ્યાન બહાર કરી, એને હવામાં વીંઝીને કહ્યું, ‘જે હોય તે હાજર થાઓ !' ‘મડદાં કદી માનવી પાસે જતાં નથી. માનવી મડદાં પાસે આવે છે જવાબ આવ્યો. ફાલ્ગની અને આમ્રપાલી આ સવાલ-જવાબ સાંભળી રહી હતી. તે બંને નજીક સરી. આ અવાજ ક્યાંથી આવે છે, તે જાણવા એમણે પ્રયત્ન કર્યો, પણ મરેલા સૈનિકોના દેહ એટલા આડાઅવળા પડેલા હતા કે તરત તે જાણી શકાયું નહિ. ‘ભાઈઓ ! અમે બંને જનસેવિકાઓ છીએ. અમારે મન જન કીમતી છે, જનપદ કીમતી નથી. જનપદ તો એક વ્યવસ્થા છે. વ્યવસ્થા વેરનું કારણ ન બને. તમે ક્યાં છો; તે અમને કહો, જેથી અમે તમને શોધી કાઢીએ.’ ફાલ્ગનીએ મિષ્ટ સ્વરે કહ્યું. જે સ્વરો સિંહાસનોને અને સુખીઓના વિલાસ માટે વપરાતા, એ આજે જનસામાન્ય માટે વપરાતાં એમાં ચરિતાર્થતા લાગી. | રે દેવીઓ ! તમારી સેવાને અમે જાણીએ છીએ. જ્યારે કહેવાતા મોટા લોકોએ નિર્દોષ માણસોની સદોષ કતલ કરી છે, ત્યારે તમે એ માણસોને બચાવ્યા છે. અમે આ મડદાંના ઢગની નીચે પડેલા છીએ. ઇચ્છા હોય તો અમારા ઉપરથી મડદાંનો ઢગ ઓછો કરજો, પણ અમને અડશો મા !' મડદાંના ઢગમાંથી કરાહતો અવાજ આવ્યો. ફાલ્ગની અને આમ્રપાલી એકદમ ત્યાં ધસી ગઈ; અને મડદાંના ઢગમાંથી એકેએકે ઉપાડીને શબ દૂર મૂકવા માંડ્યાં. રાત શીતલ હતી, હવા ઠંડી હતી, પણ આ સ્ત્રીઓની કોમળ દેહ પ્રસ્વેદથી ભીંજાઈ ગઈ હતી. ‘હા, બતાવો, ક્યાં છે એ મહાઅપરાધી ?” રાજાએ કહ્યું. અપરાધી તો અજાતશત્રુની જાત જેવી બીજા કોઈની જાત નથી. ઓ દીવાના રાજા ! રાજા ચેટક તો ક્યારનોય તારી સીમા બહાર પહોંચી ગયો.” અરે ! મારી સીમા એટલે શું ? અજાતશત્રુ હવે તો મગધ, વૈશાલી, કાશી, કોશલ સર્વનો રાજા છે. એ બિચારો મારી સીમા બહાર શું જતો હતો ?” રાજાએ ગર્વથી કહ્યું. | ‘મૂર્ખ રાજા ! મેં તને ખરેખરા અર્થમાં મૂર્ખ કહ્યો ! એ સીમા કે જે સીમાને તું કદી જીવતા જીવે સ્પર્શી ન શકે ત્યાં એ પહોંચી ગયો !” મડદું ફરી બોલ્યું. | ‘એ દુષ્ટ ગણનાયક મરી ગયો હશે તો મરીને પણ હું એને પકડવા માગું છું. મારા બાંધવો મારી પાસે એમના ખૂનનો હિસાબ માગે છે.” રાજાએ કહ્યું. ‘આ બધાં મડદાંને પણ ભાઈ-બાપ, પત્ની-પુત્ર હતાં, એ ભૂલી ગયો, રાજા ? 360 | શત્રુ કે અજાતશત્રુ અજાતશત્રુ કે જગતશત્રુ D 361

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210