Book Title: Shatru ke Ajat Shatru
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 201
________________ ફાલ્યુનીના બે હાથ જોડાઈ ગયા હતા, આંખો આકાશ સામે સ્થિર થઈ ગઈ હતી. થોડી વારે કમળની પાંદડીઓ જેવા એના ઓષ્ઠ કંઈક બોલી રહ્યા, પછી સહેજ ધ્રુજી રહ્યા અને આખરે સદાને માટે બિડાઈ ગયા ! આશ્રમની તમામ સેવિકાઓ આજુબાજુ ટોળે વળી ગઈ, અને ફાલ્ગનીને વળગી પડી. ફાલ્ગની એમનો આત્મારામ હતી, એ હતી તો આશ્રમ હતો. આમ્રપાલી પોતાની સાથીને આમ સેવા કરતાં મરકીનો ભોગ બનીને ચાલી જતી જોઈ ન શકી. એ રડી પડી. આમ્રપાલી કદી સાચું ૨ડી નહોતી; આજ એ સાચેસાચું રડી; કોઈ વાર નહોતી રડી એટલું રડી. કોઈ એને છાનું ન રાખી શક્યું. રાત પણ ઘોર અંધારી બની ગઈ. આશ્રમપદનાં પશુઓએ પણ એ સાંજે ચારોપાણી ન લીધાં ને ખીલા પર આંસુનો અભિષેક કરી રહ્યાં. આમ્રપાલીએ કહ્યું : ‘આજ આ દેશ અનાથ બની ગયો ! સાચી સેવાનું આજે અવસાન થયું ! ફાલ્ગનીની ચિતાના પ્રકાશે એ દિવસે હજારો હૈયાંની શ્યામલતા ધોઈ નાખી. બાજી જીતી ગયા. અને છેલ્લે છેલ્લે તો એમણે તમારું પણ પરિવર્તન કરી નાખ્યું.’ આમ્રપાલીએ વચ્ચે કહ્યું. વૈશાલીની આ મહાન જનપદ કલ્યાણીના ચહેરામહોરામાં એટલું પરિવર્તન આવ્યું હતું કે આજે એ જલદી ઓળખી શકાય એવી નહોતી રહી. ‘કાક પક્ષી વિશે ભગવાને શો ખુલાસો કર્યો ?' ફાલ્ગનીએ વાતનો દોર સાંધ્યો. ભગવાને કહ્યું કે ધર્માર્થી મુનિઓ પોતાના નિર્ભય સ્થાનને તજી ભયજનક સ્થાનોમાં જશે, અને જેની પોતે અવહેલના કરતા હોય એવું જ આચરણ કરશે. એટલે પરોપદેશે પાંડિત્યનો ઘાટ રચાશે. પછી સિંહ વિશે ખુલાસો કરતાં તેઓએ કહ્યું કે જેમ કેસરીસિંહ એકલો વનમાં રહે છે, પણ અન્ય કોઈ પ્રાણીઓ એનો પરાભવ કરી શકતા નથી, પણ ચાતુર્માસમાં ઘનગર્જના સાંભળી પોતાનો પરાભવ થયો કલ્પી પોતે મનોમન હારી જાય છે, તેમ થશે.' ‘સાચી વાત છે. આપણી દેહના પહેલા શત્રુ આપણે પોતે જ છીએ. મિથ્યાને સત્ય માની એની પાછળ દોડીએ છીએ. રાણી ! આગળ કહો. જીવ અને દેહના બંધ તૂટું તૂટું થઈ રહ્યા લાગે છે.” ફાલ્ગનીએ ઉતાવળ કરવા કહ્યું. વિલોપા રાણીએ વાત આગળ ચલાવી : ‘કમળ, બીજ અને કુંભ - છ, સાત અને આઠ – એ સ્વપ્નોની ચર્ચા કરતાં ભગવાને કહ્યું કે કમળના વંશમાં કમળ જ જન્મ, સુવાસના ઉદરમાં સુવાસનાં જ ઓધાન રહે, એમ આજ સુધી બનતું. હવે સુવાસના પેટે દુર્વાસ અવતાર ધરશે, અને દુર્વાસના પેટે સુવાસ જન્મશે. દુ:ખભવનમાં કૌવચ જન્મ લેશે, પિતાવત પુત્ર નહીં જન્મ, અને પહેલાં જેમ સારા ખેતરમાં સારું બીજ વવાતું, એમ નહિ થાય. બીજ સારું હશે, પણ ખેતર ખોટું હશે. અને વાવનારા વિવેક વગર વાવી દેશે. વાવનારને કોઈ નહિ પૂછે કે, અરે, નિરર્થક બીજ કાં વાપર્યું ? મીઠી વેલ પર કડવાં તુંબીફળ કાં ઉગાડ્યાં ?” “ઓહ ! યુદ્ધ આખો યુગ ફેરવી નાખ્યો. આખા માનવસમાજમાં પરિવર્તન આણી દીધું ! હાં, કુંભ વિશે શું કહ્યું ?’ ફાલ્ગની ખૂબ ઉત્સુકતામાં હતી. ભગવાને કહ્યું કે ક્ષમાદિ ગુણોરૂપી કમળોથી ભરેલ અને સુચરિત્ર જળથી પરિપૂર્ણ કુંભ જેવા કલ્યાણકારી મુનિઓ અલ્પ જોવા મળશે. ક્યાંક જોવા મળશે તો સામે એવા ધુતારા પણ હશે કે જેમાંથી સાચા-ખોટાની તારવણી મુશ્કેલ બનશે. સારાંશમાં સારા અને નરસા વચ્ચે ઓછો ભેદ રહેશે, અને બંને સમાન રીતે પૂજાશે, સારી નાવ અને સાંધેલી નાવ ઓળખાશે નહિ, ને પ્રવાસીઓ તો સરખા દામ આપી યાત્રાએ નીકળશે. સાંધેલી નાવ અધવચ્ચે ડુબાડશે. માણસ ડૂબશે ત્યારે સાચું-ખોટું સમજ શે, પણ તે વ્યર્થ હશે. આ થયો ભગવાને દર્શાવેલો આઠે સ્વપ્નનો સાર.' રાણી વિલોપાએ વાત પૂરી કરી. 378 I શત્રુ કે અજાતશત્રુ કાદવમાં કમળ 1 379.

Loading...

Page Navigation
1 ... 199 200 201 202 203 204 205 206 207 208 209 210