Book Title: Shatru ke Ajat Shatru
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 200
________________ ફાલ્ગુની આટલું બોલતાં ચોધાર આંસુએ રડી પડતી. આમ્રપાલી આ વખતે એની પાસે જઈને બેસવા યત્ન કરતી, તો અશક્ત ફાલ્ગુની ઇષ્ટદેવના સોગન આપી એને દૂર રાખતી ને કહેતી, ‘ધર્મ તો જીવદયાનો. ધર્મ પાળે એ મહાન. શું મુનિ, કે શું અશ્વ ! મને તો બધાયમાં મહાન આત્મા વસતો લાગે છે. એટલે આપણે માનવને, મુનિને અને રાજાને મોટા કહીને નિરર્થક માથે ચઢાવ્યા છે !’ ફાલ્ગુનીની આ વાતો ઘણાને સમજાતી, ઘણાને ન સમજાતી. આ વખતે મહાકાળ રાજાની રૂપવતી વિધવા રાણીએ બહારથી આવતાં કહ્યું : ‘મોટાં બહેન ! હું હમણાં અપાપાપુરીથી ભગવાન મહાવીરની દેશના સાંભળીને આવી છું.’ ધન્ય બહેન તને ! હું પાપિની, વિશ્વાસઘાતિની એમનાં દર્શન પામી શકું તેમ નથી ! રે, મારો તો રૌરવ નરકમાં વાસ હજો !' ફાલ્ગુની પશ્ચાત્તાપ કરતી બોલી રહી. ‘એમ ન બોલશો, બહેન !’ આમ્રપાલીએ કહ્યું, ‘માણસમાત્રને પાપ સ્વાભાવિક છે. તું તો પાપપંકમાંથી ઊગેલું પંકજ છે. તું દેવી છે, દયાનો અવતાર છે. તારો ઉદ્ગાર અવશ્ય છે.' ‘જાણું છું બહેન ! મરતા માણસને કોઈ મેર ન કહે . પણ જે ગતિ થવાની હોય એ ભલે થાઓ. કર્મનાં ત્રાજવાંને લેશભર દાક્ષિણ્ય રાખવાનું હું કહેતી નથી. કર્યાં કર્મ તો ભોગવવાં જ પડે. અસ્તુ ! પણ બહેન, મરતી વખતે મને પ્રભુની વાણી સંભળાવો. વિલોપા રાણી, મને ભગવાનના ઉપદેશની માંડીને વાત કરો !' ‘બહેન, હું હમણાં આપણા સેવાયજ્ઞના કામે ફરતી ફરતી એક નગરીમાં પહોંચી ત્યારે પાસે જ ભગવાન મહાવીર પધાર્યાના સમાચાર મળ્યા, ને હું ત્યાં પહોંચી ગઈ. વચમાં બે-ચાર નિરાધાર કુટુંબોની ખબર લેવામાં મને વિલંબ થયો, પણ હું જ્યારે ત્યાં પહોંચી ત્યારે હસ્તિપાલ રાજા બે હાથ જોડી પ્રભુને પ્રશ્ન કરી રહ્યા હતા.. ‘બહેન વિલોપા ! ધન્ય એ ઘડી ! ધન્ય તું ને ધન્ય હસ્તિપાલ રાજા ! શું પ્રશ્નો કર્યા એ રાજાએ ?' ફાલ્ગુનીનો બુઝાતો જીવનદીપ ઉત્સાહથી અજવાળાં વેરી રહ્યો. ‘બહેન !હસ્તિપાલ રાજાએ ભગવાનને પૂછ્યું કે પ્રભુ ! આજે મને સ્વપ્નમાં આઠ વસ્તુઓ દેખાણી. પહેલા સ્વપ્નમાં હાથી દેખાયો, પછી વાંદરો; એ પછી અનુક્રમે મેં ક્ષીરવૃક્ષ, કાકપક્ષી, સિંહ, કમળ, બીજ અને કુંભ જોયાં. આ સ્વપ્નોનું ફળ શું હશે, પ્રભુ ?' ‘વાહ ! સ્વપ્ન પણ કેવાં ! આપણી નિંદ તો નિરર્થક બની છે, પણ આપણાં સ્વપ્ન પણ કેવાં વિકૃત બન્યાં છે ! કોઈ વાર ઠૂંઠો આદમી દેખાય છે, તો કોઈ વાર 376 શત્રુ કે અજાતશત્રુ ધડ વિનાનું મસ્તક દેખાય છે. વારુ, પછી પ્રભુએ એનો શો અર્થ કહ્યો ?' ફાલ્ગુનીએ આગળ જાણવાની ઇંતેજારીમાં કહ્યું. ‘બહેન ! ભગવાને સ્વપ્નનો અર્થ સ્પષ્ટ કરતાં કહ્યું કે હાથીનો અર્થ એ છે કે, હવેના ગૃહસ્થો હાથી જેવા થશે. કાયાથી મહાન છતાં પરાક્રમહીન થશે. તેઓ સંસારથી તરવાની શક્તિ ધરાવતા હશે, છતાં સંસારને તરવાની હિંમત નહિ કરે, દુ:ખી દુ:ખી થશે, યુદ્ધો વિનાશ વેરશે, ખાવાપીવાની સગવડ નહિ રહે, છતાં સંસારમાં કામ, ક્રોધ, મદ, મોહમાં રચ્યાપચ્યા રહેશે. કોઈ વાર બહુ દુઃખ પામી વૈરાગ્ય ધારણ કરશે, પણ પાછા જરાક વિષયની તૃષ્ણા જાગી કે સંસારમાં દોડ્યા આવશે. થાંભલાને વળગશે ને પછી કહેશે કે થાંભલો મને છોડતો નથી !' ‘શાબાશ, વિલોપા રાણી ! ખરેખર, હવે સમય એવો આવશે, જ્યારે માણસનું મન ગણિકાનું હશે, ને વાણી સંતની હશે.' ફાલ્ગુનીએ કહ્યું. વળી એ ધ્યાનથી વાત સાંભળી રહી. વિલોપારાણીએ વાત આગળ ચલાવી, ‘વાંદરો સ્વપ્નમાં દેખાયો, તેનો અર્થ કહેતાં ભગવાને કહ્યું કે ગૃહસ્થો હાથી જેવા થશે ને ધર્માચાર્યો કપિસ્વભાવના થશે. તેઓ મૂળથી શિખા સુધીનું જ્ઞાન પ્રાપ્ત નહિ કરે, પણ આ ડાળથી પેલી ડાળ કૂદશે, ને પોતાનું પાંડિત્ય દર્શાવશે. ચંચળતા એ એમનો સ્વભાવ થશે. કોઈ ધર્મી હશે, પોતાનાથી વિશેષ જાણકાર હશે તો એની વ્યંગ્યથી મશ્કરી કે ટીકા કરશે ને ધર્મતત્ત્વથી અને પાછો પાડશે.' ‘વાહ, ખરું કહ્યું મારા નાથે ! સાધુઓ જ્યારથી રાજદ્વાર પ્રવેશના લોભી થયા ત્યારથી એમણે દંભ સેવવા માંડ્યો, ઉપાસના અલ્પ કરવા માંડી, ને પાંડિત્ય વગરનાં છટાદાર પ્રવચનો કરવા માંડ્યાં.’ ફાલ્ગુની ભગવાનના કથનને મોતના ખાટલે પડી પડી અનુમોદી રહી. એણે આગળ જાણવા માટે પૂછ્યું, ‘રાણી ! ક્ષીરવૃક્ષના સ્વપ્ન વિશે ભગવાને શું કહ્યું ?' ફાલ્ગુની પર રોગ પોતાનો ઘાતક પ્રહાર કરી રહ્યો હતો, પણ ફાલ્ગુનીને એની કંઈ ચિંતા નહોતી. વિલોપા રાણીએ કહ્યું, “ભગવાન બોલ્યા કે ક્ષીરવૃક્ષ જેવા સત્ત્વવાન પુરુષો હશે, પણ તેઓ અસત્ત્વથી બહુ જલ્દી લેપાશે. ટૂંકામાં સત જરૂર પૃથ્વી પર રહેશે, પણ સતનું અસત પર બહુ પરિબળ નહિ રહે, પણ અસતનું સત પર પરિબળ થશે.’ ‘સુંદર ! વાહ પ્રભુ ! તમે સંસાર-રંગના પૂરેપૂરા જાણકાર છો ! બહેન, તમે કેમ ભૂલી ગયાં ? અરે, હું જ એનું દૃષ્ટાંત છું. મુનિ વેલાકુલ જેવા પર મુજ જેવી અસતીનો જ પ્રભાવ પડ્યો ને ?' ફાલ્ગુની પશ્ચાત્તાપ કરતી બોલી. ‘એમ કેમ કહો છો, બહેન ? એ મુનિ છેલ્લી ઘડીએ દેહ અર્પણ કરી હારેલી કાદવમાં કમળ D 377

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210