________________ પોયણાં પ્રગટાવવા એકબીજાને પ્રેમ કરો ! ન પૂછો એનો દેશ, ન પૂછો એનો ધર્મ, ન પૂછો એનો સિદ્ધાંત ! સિદ્ધાંત ફક્ત પ્રેમનો; બીજો કોઈ સિદ્ધાન્ત નહિ. અને યંત્રોના લોહમાંથી હળ કરો. ભૂમિ ખેડો. બીજ વાવો. તલવારનાં દાતરડાં કરો, મોલ લણો અને સાથે બેસીને સુખે જમો. અને યુદ્ધ આદર લડાઈ સામે, દુષ્કાળ સામે, રોગ સામે, સામાન્ય જનસમૂહની દીનતા, દરિદ્રતા અને અજ્ઞાનતા સામે ! માણસ નહિ, પણ જાણે મડાં આવી વાતો કરે છે, ને સહુને એ રુચી પણ જાય છે ! એ રાત કાળરાત્રી જેવી ઊગી, મગધના રાજા અને એની સેના સાથે સર્વનાશ વરસી ગયો. જ્યારે ચંપાનગરીથી એક કાફલો શોધખોળ માટે મોકલાયો, ત્યારે મરેલાંના દેહની રાખ પણ અડધી હવામાં ઊડી ગઈ હતી અને અજાતશત્રુનું અંગ તો શું. અસ્થિ તો શું, એની ભસ્મનો કણ પણ ત્યાં શેષ નહોતો. એ તો જાણે માટી સાથે માટી બનીને સદાને માટે લુપ્ત થઈ ગયો હતો : ન કોઈ નામ, ન કોઈ નિશાન ! કેવો બળિયો રાજા અને એનો કેવો કરુણ અંજામ ! એક મહાન પ્રકરણ પર આમ અણધાર્યો પડદો પડ્યો, ને જગત માનવજીવનની પ્રેમસગાઈ પર શ્રદ્ધા રાખતું થઈ ગયું. થોડે વર્ષે રાજા અજાતશત્રુનો ધર્મનિષ્ઠ પુત્ર રાજા ઉદયન ગાદીએ આવ્યો. એણે ગંગાને કાંઠે પાટલીપુત્ર (બિહારમાં આવેલું અત્યારનું પટના) નામે નવું પાટનગર વસાવ્યું. અને એ ભગવાન મહાવીરના અમર ઉપદેશને પાષાણમાં કોતરાવી રહ્યો : માણસનો પોતાની જાત જેવો બીજો કોઈ શત્રુ નથી. માટે જાતને ધર્મથી, ધર્યથી ને ત્યાગથી ઘડજો !? એ શાંતિ-સંદેશના પડઘા સર્વત્ર પ્રસરી રહ્યા. અને પૃથ્વી જાણે ઘણે વર્ષે હાશ કરીને નિરાંતનો શ્વાસ લેવા લાગી. હવામાં પણ એ નિરાંતની મહે કે પરખાતી હતી. 396 | શત્રુ કે અજાતશત્રુ