________________
‘તું અહીં શું કરે છે ?” ‘જખમી લોકોની સારવાર કરું છું.” “અરે, અમારા પતિ અમને ન મેળવી આપે ?” ‘એ તો ક્યારના સ્વર્ગમાં પહોંચી ગયા !!
એના હત્યારાનો પત્તો ન આપે ?” ‘પત્તો મેળવીને શું કરશો ?” અમે એને અહીં ને અહીં અમારા આ કંકણભર્યા કર પ્રહારથી પૂરો કરીશું.’ એથી તમારા મરેલા પતિ તમને મળશે ખરા ?'
પોતાના દેશબંધુઓની હત્યાની અસર ખૂબ થઈ હતી. મરનારની વિધવાઓનાં કલ્પાંત એનાથી સહી શકાતાં નહોતાં.
જે જે માર્ગ પરથી આ વિધવા રાણીઓ નીકળતી, એ એ માર્ગો શૂન્ય થઈ જતા, અને રાજા અજાતશત્રુનો અશ્વ પણ બીજી દિશામાં વળી જતો.
આ રાણીઓ ખુલ્લંખુલ્લા પોકાર કરતી : ‘અમને અમારા પતિ આપો, અથવા એનો હત્યારો સોંપો ! કદાચ ગુનો અમારા પતિનો હતો; અમને શા માટે વિધવા બનાવી ?”
પણ આ પ્રશ્નનો જવાબ કોણ આપે ?
એક તો નગર ભડકે બળે, એમાં શાંત અંગારા જેવી આ રાણીઓ નીકળી. એ વિશ, એ દશ, એ પોકારો, એ વેષભૂષા ભલભલાને કમકમાટી ઉપજાવે તેવાં હતાં.
એ વેળા એક અવાજ આવ્યો : ‘લાખો સ્ત્રીઓના પતિ ગયા, એનો શોક કોઈને નથી, ને પોતાના પતિનો શોક કરવા આ કોણ નીકળી છે ?”
આ અવાજ એક હવેલીમાંથી આવ્યો હતો. એનો આગળનો ભાગ બળી ગયો હતો, પણ અંદરનો ભાગ સલામત હતો. આ શબ્દો સાંભળી રાણીઓ ત્યાં ઊભી રહી ગઈ, પળવાર ક્રોધ કરી રહી, પછી દાંતિયા કાઢી રહી. નજરે જોનારને મસાણમાં વસતી ચુડેલોનો ભાસ થાય એવું એ કાળજા કોરનારું દૃશ્ય હતું.
કોણ છે એ બોલનાર ? અબઘડી અમારી સામે હાજર થાય.” રાણીઓએ સાદ દીધો.
અંદરથી તરત એક વ્યક્તિ બહાર આવી. એને જોતાં જ રાણીઓના ટોળાએ કહ્યું : ‘રે નાકકટ્ટી ! શું તું જ અમને ઉપદેશ આપતી હતી ?*
‘હા, હું તમને ઉપદેશ આપતી હતી. પેટ માટે કે પતિ માટે છાતી ફૂટતી ભિખારણો તમે જ છો ને ?’ આવનાર સ્ત્રીએ પણ એવી જ કઠોર ભાષામાં કહ્યું.
આ તું શું બોલે છે ? અમને રાજાની રાણીઓને તું ભિખારણ કહે છે ?” - “જે સ્વાર્થ માટે રડે તે સહુ ભિખારી !' પેલી સ્ત્રીએ કહ્યું. એના મોં પર એક પટ્ટી હતી, એ કોઈ દરદીની સારવારમાંથી ઊઠીને આવી હોય તેમ લાગતું હતું. એણે આગળ વધીને કહ્યું : ‘તમે મને ઓળખો છો ?'
ફાટ્યા ડોળે બધી રાણીઓ એ સ્ત્રી સામે જોઈ રહી. પેલી સ્ત્રીએ મોં પરની પટ્ટી કાઢી નાખી. એકાએક બધી રાણીઓ ચિત્કાર કરી રહી : ‘અરે, મગધપ્રિયા છે. આ તો ! તારું નવું નામ ફાલ્ગની, ખરું ને ?'
‘હા.'
‘તો નિરર્થક એવા પ્રયાસથી શું વળશે ?” ‘અમારા મનને શાંતિ વળશે.’ ‘તમે જાણો છો, આ યુદ્ધમાં કેટલાં માણસ મરાયાં ?' ‘છનું લાખ.”
એમાં તમારા જેવી દુર્ભાગ્યવતીઓ કેટલી હશે વારુ ?” ‘અસંખ્ય.’
‘તેઓ પણ તમારી જેમ પોતાના પતિના હત્યારાને શોધવા અને મારવા નીકળે તો એક નવું યુદ્ધ જાગી ન જાય ?'
રાણીઓ તરત જવાબ ન આપી શકી; થોડી વારે બોલી : ‘અવશ્ય ! એટલાં માણસો બીજાં મરાય.'
‘અને એ બીજા મરનારની પત્નીઓ પોતાનું વેર લેવા પાછી નીકળે તો ?” ‘ફરી નવું યુદ્ધ જાગે.’
‘બહેનો ! તમારું બગડ્યું, એટલે તમારે આખા સંસારને બગાડી નાખવો છે ? તમે અંતઃપુરમાં રહીં છો, તમને શિક્ષણ નહિવત મળ્યું છે. અમે બહાર રહ્યાં છીએ, અમે દુનિયાને જોઈ છે. પણ અમારો ઉપયોગ ખોટી રીતે થયો છે. પુરુષોએ હંમેશાં સ્ત્રીઓનો ખોટી રીતે જ ઉપયોગ કર્યો છે. સ્ત્રી તો શાંતિનો અવતાર છે. સંસારનું પ્રત્યેક સંતાન એની મૂડી છે. અને પુરુષ તો આગનો અવતાર છે ! એ બીજાને હણીને મોટો બનનારો છે. સ્ત્રી પુરુષોની જાળમાં ફસાઈ છે. યુદ્ધમાં એણે એની મદદગારી કરી છે.” - ફાલ્ગનીના શબ્દોમાં જોશ હતું. રાણીઓને એ જોશ સ્પર્શી રહ્યું. એક ચબરાક રાણીએ કહ્યું : “અત્યાર સુધી તમે શું કર્યું ? દેશસેવાને નામે યુદ્ધની જ કામગીરી કરીને ?”
સ્વાર્થ માટે ન રડો ! T371
370 | શત્રુ કે અજાતશત્રુ