Book Title: Shatru ke Ajat Shatru
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 171
________________ જોતો બેઠો હતો. હવે એણે ખરેખરું સમયસંધાન જોઈ શાક્યદેશ પર ચઢાઈની આજ્ઞા કાઢી છે. શાક્ય લોકો આપની ઉપસ્થિતિ ઇચ્છે છે, અહિંસાનો વિજય ચાહે છે.” ‘શાક્યોએ આચરેલી હિંસા અલ્પ નથી. પણ ચાલો, હું આવું છું. જોઉં, વિડુડભ કંઈ માને તો !' ને મહાગુરુ ઊભા થયા. આમ્રપાલી આવીને વચ્ચે ઊભી. 43 પ્રેમધર્મનું પ્રભાત આમ્રપાલી નતમસ્તકે લોકગુરુ પાસે ઉપસંપદા-દીક્ષા યાચી રહી. ભગવાન બુદ્ધ એક વાર ચારે તરફ જોયું, પોતાનું દિલ પણ તપાસ્યું. એમને લાગ્યું કે જગતનો જાતિમદ દૂર કરનારના દિલમાં પણ પોતાની જાતિ વિશે કંઈક અસર છે ! શોક્યદેશે પરની ચઢાઈએ એમના શાંત કદમને ઉત્સાહિત કર્યા હતા. પણ શાક્યો જ કેમ ? આખું જગત મારા માટે સમાન છે ! શાક્ય દેશમાં જ કેમ, સર્વ દેશમાંથી હું યુદ્ધનાં વાદળ દૂર કરવા માગું છું. પછી એમણે આમ્રપાલી સામે જોયું, એક સુંદર સ્મિત કર્યું. એ સ્મિતમાં માણસની દીનતા ને હીનતા ટાળનારું અદ્ભુત રસાયન ભર્યું હતું. આમ્રપાલી ઉત્સાહથી ફરી બોલી : ‘પ્રભો ! મને ઉપસંપદા આપો !' ભગવાન બુદ્ધે કંઈ જવાબ ન આપતાં કૌશલ્યા તરફ મોં ફેરવ્યું ને પૂછ્યું : ‘વિડુડભ શાક્યોના નાશ માટે તત્પર થયો છે, એ સિવાય બીજા કંઈ સમાચાર છે ?” ‘હા, મહાગુરુ !' કૌશલ્યાએ કહ્યું, ‘મહાપ્રજાપતિ ગૌતમી મારી સાથે અહીં આવ્યાં છે.' શા માટે ?” બુદ્ધે પ્રશ્ન કર્યો. ‘એ ભિખુણી થવા આવ્યાં છે. એમની સાથે બીજી અનેક સ્ત્રીઓ છે. સહુએ માથે મુંડન કરાવ્યું છે. તેઓ એક નિર્ણય સાથે આવ્યાં છે. મહાપ્રજાપતિ ગૌતમીએ આપની માતા માયાદેવીના મર્યા પછી પોતાનું દૂધ આપને પાયું છે, એ દૂધની સગાઈએ તેઓ અહીં આવ્યાં છે.’ આ વાત પૂરી થાય ત્યાં તો સામેથી મહાપ્રજાપતિ ગૌતમી અને તેનો સમુદાય આવતો દેખાયો. બધાંએ માથે મુંડન કરાવ્યું હતું, ને સફેદ વસ્ત્ર પહેર્યા હતાં. ભગવાન બુદ્ધના પશિષ્ય આનંદ ત્યાં બેઠા હતા. તેમણે મહાપ્રજાપતિને આવતી જોઈ ટૂંકામાં પતાવવા પ્રશ્ન કર્યો : “દેવી ગૌતમી કપિલવસ્તુથી ચાલીને 318 શત્રુ કે અજાતશત્રુ

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210