Book Title: Shatru ke Ajat Shatru
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 179
________________ આવ્યો. “બુદ્ધ, મહાવીર ને ગોશાલકના શિષ્ય થઈને તમે પોતે આમ બોલો છો ?” ‘રાજકારણમાં ધર્મનું સ્થાન સગવડિયું છે. મગધપ્રિયે ! પાછી ફર. માગીશ તે મળશે.” ‘હું મુનિને માગું છું.” મુનિ ! લુચ્ચો, લફંગો, સ્વાર્થી, નગુરો !” ‘તોય તમારા માટે ઘણો ઉપયોગી, તમને અર્થો વિજય આણી આપનાર તો ‘ના, ના, તું અને મહામંત્રી છો. મુનિ તો ગયો. વિશ્વાસઘાતી, મહાકામી !' ‘તો મને પણ જવા દો ! હુંય વિશ્વાસઘાતી ! મહાકામી !' ને ફાલ્ગની દોડી. અને રસ્તે વેરાયેલાં શબોની ફૂલવાડીને કચરતી મગધપ્રિયા દોડી ! ‘રોકો ! રોકો ! એ નારીને રોકી રાખો ' મહામંત્રીએ આજ્ઞા કરી. પણ ફાલ્ગનીની દોડ ગજ બની હતી. સૈનિકો દોડ્યા, પણ ફાલ્ગની ઘણી આગળ હતી. ‘હું જ મારો શત્રુ, હું જ મારો મિત્ર !' “અંતરમાં ખોજું છું – મારા આત્માને’ જગત આખું વિસ્મૃતિમાં મળી ગયું છે !' બંને તરફ ઉગ્રતા હતી : મુનિમાં અંતરની શુદ્ધતાની ઉગ્રતા, યંત્રમાં ફૂલ ફેંકવાની ઉગ્રતા. એક મોટો કાંકરો મુનિના મસ્તક પર આવ્યો. વેગ એવો હતો કે પહાડ હોત તોય ઘૂજી જાત; પણ મુનિ મેરુશિખર જેવા અચલ રહ્યા. ફક્ત મસ્તકની એક બાજુની એમની ખોપરી તૂટીને નીચે પડી ! મુનિનું આખું શરીર રક્તવણું બની ગયું. કોઈ ઘનઘોર જંગલમાં નાનું શું ખાખરાનું ઝાડ કેસૂડાનાં ફૂલે જાણે લૂંબી-ઝૂંબી રહ્યું : શી શોભા ને શો ઠાઠ ! ખુદ યંત્રના નિર્દય સંચાલકોને પણ અનુકંપા આવી ગઈ. તેઓએ યંત્ર બંધ કરી દીધું. અરે ! આ મુનિએ જ આપણા યુદ્ધસંચાલનને સફળ કરી દીધું ! થંભાવો ! થંભાવેલું રાખજો.' ને આટલું બોલતી એ સ્ત્રી દોડી, એણે સૈનિકનો વેશ સજ્યો હતો, પણ એનાં રૂપાળાં ને પુષ્ટ અંગો એના સ્ત્રીત્વની ચાડી ખાતાં હતાં. એ બોલતી હતી : ‘એક મુસાફર મારી પાસે આવ્યો. મેં એને તૃષાતુર કર્યો ને જળને બદલે ઝેર પાયાં !' એ સ્ત્રીને પડકારતો અવાજ આવ્યો, કર્કશ, બિહામણો : ‘ફાલ્ગની ! મગધપ્રિયે ! રણમેદાનમાં આગળ ન જા.' ‘શા માટે નહીં ?’ ફાલ્ગની બાળકની જેમ પૂછી રહી. ‘તારું સ્ત્રીહૃદય ફાટી પડશે !' ‘મારે વળી સ્ત્રીહૃદય કેવું ? હૃદયવાળી સ્ત્રી તો આગ ઠારે. અને મેં તો આગ જગાવી. મારી પાસે તો રાવણહૃદય છે ફાલ્ગની ! મૂર્ખ ન થા ! પ્રેમના અને યુદ્ધના માર્ગો સાવ જુદા છે.' ના, બન્નેમાં સંગ્રામ છે, સ્વાર્પણ છે. હું મુનિને બચાવીશ. રે નગુરાઓ ! એણે તમારું ઘણું ભલું કર્યું છે. એનો આ બદલો ?” મગધરિયે ! રાજનીતિ ગુણને નથી પિછાણતી કે વિશ્વાસને જોતી નથી, એ તો સદા લાભાલાભને જ જુએ છે. એ નીતિને વળગતી નથી, એ તે સદા વિજયને જ વળગી રહે છે ?' મહામંત્રી વર્ધકારનો એ અવાજ હતો. હું તો મહાવીર અને બુદ્ધની રાજનીતિમાં માનું છું.' ‘એ નીતિ સંસાર પર અસફળ થવા સરજાયેલી છે.' અજાતશત્રુનો અવાજ 334 શત્રુ કે અજાતશત્રુ મુનિનું સમર્પણ D 335

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210