Book Title: Shatru ke Ajat Shatru
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 181
________________ હતું. વૈશાલીની વીર સેના ભૂતકાળની બીના બની ગઈ હતી, ને વિવાદથી ખદબદતી ટુકડીઓ ને પક્ષોમાં એનું વિભાજન થઈ ગયું હતું, જ્યારે મગધના સિંહપાદ સૈનિકોની હાકે પૃથ્વીનાં પડ ધ્રુજી ઊઠતાં હતાં. ફાલ્ગનીને એક સૈનિકે ઊંચકી લીધી. એણે ચીસ નાખીને પોતાના હાથના તીરનું તેજસ્વી ફણું વ્યગ્રતામાં પોતાના નાક પર ફેરવી દીધું. નાકનું સુંદર ટેરવું કપાઈ ગયું ! કેમ આ થયું, કોણે આ કર્યું, એની ખબર ન રહી, પણ સિંહપાદ સૈનિકો પોતાની ભૂલ જોઈ રહ્યા. એ ઢીલા પડી ગયા. રે, મગધની અજોડ સૌંદર્યમૂર્તિ પોતાને હાથે ખંડિત થઈ ! પૂજારીના હાથે દેવની પ્રતિમા ખંડિત થાય, એવી વેદના એમના દિલમાં પ્રસરી રહી ! બીજી પળે શ્રમિત સુંદરી સૈનિકોના હાથમાં બેભાન બની ગઈ. એ જ પળે સમાધિ લગાવીને બેઠેલા મુનિ વેલકૂલનો દેહ પણ ઢળી પડ્યો. શબની ફૂલવાડીમાં મુનિનું શબ શોભામાં વધારો કરી રહ્યું. સૈનિકો તરત પાછા ફર્યા. હાથમાં ફૂલની જેમ ફાલ્ગની શોભતી હતી. એના લટકતા માંસલ ગૌર પગ અને અળતાના રંગવાળી પાની હજી પણ અતિ શોભા આપતાં હતાં. એના બાહુ મૃણાલદંડ જેવા લટકતા હતા. કેશકલાપ ભૂમિ પર ઢસરડાતો હતો. પાછળ એક સૈનિક એ કેશકલાપને ઊંચકીને ચાલતો હતો. રાજા અજાતશત્રુ ફાલ્ગનીના સ્વાગત સામે ગયો પણ એ એનું લોહીથી ખરડાયેલું ને નાસિકા છેદાયેલું મોં જોઈ ન શક્યો. એણે આંખ પર હાથ મૂકતાં કહ્યું : ‘રે ! આ કૃત્ય કોણે કર્યું ?' “અમારાથી થઈ ગયું.’ સિંહપાદ સૈનિકો નરમ પડી ગયા. તેઓ સત્ય વાર્તા કરનારા હતા. મગધની મહાદેવીની આ દુર્દશા ! આ માટે તમારે ભયંકર સજા ખમવી પડશે.” અજાતશત્રુના બોલવામાં શરટંકાર હતો, ક્રોધ હતો, કૃતજ્ઞતા હતી. ‘અમે પ્રતિજ્ઞાભ્રષ્ટ પણ થયા છીએ. મહાદેવી ફાલ્ગનીને આગળ વધતાં અટકાવવા અમે તીરનો પણ ઉપયોગ કર્યો છે !' સિંહપાદ સૈનિકો સત્યના પૂજારી લાગ્યા. અનુચિત કાર્ય કર્યું.” અજાતશત્રુએ ક્રોધમાં કહ્યું. | ‘રાજન્ ! પ્રેમમાં ને યુદ્ધમાં એક વાર આગળ વધવાની અનુમતિ આપ્યા પછી ઉચિત-અનુચિત કંઈ જોવાતું નથી !' મહામંત્રીનો એ સ્વર હતો. તેઓએ રાજાને લાગણીવેડામાંથી કર્તવ્યપથ પર લાવવા વચ્ચે દખલ કરી. ‘ફાલ્ગનીની સ્થિતિ તો જુઓ ! શું મગધના દેશસેવકોની આપણે હાથે આવી દશા થશે ?' અજાતશત્રુ બોલ્યો. તમે તમારા પિતાની ભાવુકતા ન દર્શાવો. આ કોઈ ધર્મગૃહના આંગણામાં આપણે ઊભા નથી; સમરાંગણમાં ઊભા છીએ. આ સૈનિકો ભારે વફાદાર છે, ને 338 I શત્રુ કે અજાતશત્રુ મગધની તેઓએ ખરેખરી સેવા કરી છે : પોતાનાની ભૂલ સુધારવા તેઓએ જે કર્યું તે મારે મન મહાપરાક્રમ છે; તમે કે હું આ ન કરી શકત. સ્નેહ કરતાં કર્તવ્ય મહાન છે.’ મહામંત્રીએ કહ્યું, સૈનિકોનાં ઊતરી ગયેલાં મુખ ફરી પ્રફુલિત બન્યાં, મહામંત્રીના શબ્દોથી એમની દબાઈ ગયેલી છાતી ફરી ઊપસી આવી. આ વખતે એક ઝીણો સ્વર સંભળાયો; વગર કહ્યું જાણી શકાય તેમ હતું કે, એ સ્વર દેવી ફાલ્ગનીનો હતો. એણે કહ્યું : ‘નાસિકા તો મેં મારા પોતાના હાથે છેદી છે, માટે બીજા કોઈને દોષ ન દેશો.’ ‘શાબાશ દેવી !' મહામંત્રી બોલ્યા, “મગધનાં સાચાં પ્રજાજનો અપયશ પોતાના માથે વહાલી લે છે, ને જ શ બીજાને અપાવે છે. બોલો, મહાદેવી ફાલ્ગનીનો જય !' ‘મહાદેવીનો જય !' અજાતશત્રુ ધીરેથી બોલ્યો, ફાલ્ગનીના શબ્દો સાંભળ્યા પછી એનો રોષ ઊતરી ગયો હતો. એટલી વારમાં શિબિકા આવી ગઈ. દેવી ફાલ્ગનીને તાત્કાલિક સારવાર આપીને એમાં સુવાડવામાં આવી, અને શિબિકા વિદાય થઈ. પાછળ ચોકી માટે ચાર સશસ્ત્ર સૈનિકો અશ્વારૂઢ થઈને ચાલ્યા. એ સૈનિકોમાંના એકને પાછો બોલાવી મહામંત્રીએ સૂચન કર્યું : ‘નીચે બરાબર બંદોબસ્ત રાખજો , આખરમાં સ્ત્રીનું હૈયું છે, લાગણીપ્રધાન છે, અજવાળી તોય રાતે છે, એમ માનીને ચાલજો. જનપદકલ્યાણી આમ્રપાલીના ઘરમાં મગધવાસીઓ રહી આવ્યા, ને ભેદ લઈ આવ્યા એમ દેવી ફાલ્ગનીના ઘરમાં વૈશાલીના લોકો વાસ કરી ન જાય તે જોજો !' સેનિક આજ્ઞા સ્વીકારીને ઝડપથી પાછો ફરી ગયો. મહામંત્રીએ એક વાર વિશાળ રણમેદાન સામે જોયું, તો રાજા અજાતશત્રુ મહાશિલાકંટક યંત્ર પાસે ઊભો રહી પેલા સાધુને ખોજી રહ્યો હતો – અલબત્ત, એના શબને ! મહામુનિ વેલાકુલ ! વૈશાલીના વિજયસ્તૂપને ઉખેડનાર ! ‘બે મહાન આત્માઓને આજે દૂભવ્યા !' રાજાએ વિષાદભર્યા સ્વરે મહામંત્રીને કહ્યું. ‘દયાના પ્રસંગે દયા શોભે, શિક્ષાના પ્રસંગે શિક્ષા, આજે સડેલા અંગને છેદવાની વેળાએ દયા કેવી ? આપના પિતાની જેમ આપને પણ છેલ્લી ઘડીએ ગણતંત્ર પ્રત્યે ચાહના તો જાગી નથી ને ? ગણતંત્ર તો વિષ્ણુનું મોહિનીરૂપ છે. ભલભલા ભરમાઈ જાય છે.' મહામંત્રીએ ટોણો માર્યો. | ‘ગણતંત્ર ? રાજવંશના કોઈ ભિખારીને પણ એ સ્વપ્ન ન હજો ! મારે દેશનું ભલું કરવું છે – ભૂંડું નથી કરવું.” | તો હવે પ્રાપ્ત પરિસ્થિતિને સ્વીકારો, રાજન્ ! વૈશાલી તમારું મોસાળ છે, સ્ત્રી આખરે સ્ત્રી 1 339

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210