Book Title: Shatru ke Ajat Shatru
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 186
________________ કહ્યું. પણ અહીં દઢતા એ ગુનો હતો, કારણ કે રાજકારણમાં કશું જ અપરિવર્તનીય નહોતું. વધુ છંદશલાકા જેના હાથમાં, એના હાથમાં બધું હતું ! આ તો અહિંસા-પ્રેમની સંસ્કૃતિનું ખૂન થાય છે.” | ‘ભલે થાય. નિર્બળોની અહિંસા કરતાં સબળોની હિંસા સારી છે.’ ગણનાયકે દઢતાથી કહ્યું. ‘શું તમે અહિંસાની પ્રતિજ્ઞા નથી લીધી ?” એક પ્રશ્ન આવ્યો. પ્રશ્ન કરનારા એમનો નજીકનો સગો હતો. | ‘લીધી છે. હું માનતો હતો કે હવે નિશ્ચિતતાથી રહી શકાશે, વૈશાલીની પ્રેમસત્તા સંસારમાંથી યુદ્ધ અળગાં કરશે.’ ગણનાયકે એટલી જ દઢતાથી કહ્યું. ‘તો શું તમે પ્રતિજ્ઞાભ્રષ્ટ થશો ? પ્રતિજ્ઞા તો પ્રાણથી પણ કીમતી લેખાય.’ ‘દરેક નિયમને અપવાદ હોય છે. હું સેનાને મોખરે રહીશ. રોજ એક બાણ ચલાવવાનો મારો નિયમ છે. હું રોજ એક મહાન પ્રતિસ્પર્ધીને પૂરો કરીશ.' ગણનાયકનો ચહેરો તપાવેલા તાંબા જેવો થઈ ગયો હતો. એ ચહેરા પર મીટ માંડી શકાતી નહોતી. | ‘અમે અપવાદમાં માનતા નથી.' વળી એક અવાજ આવ્યો, પણ આ અવાજે ગણનાયકને ક્રોધાન્વિત કરી મૂક્યા. ‘તમે માનો કે ન માનો, તમે ચાહો કે ન ચાહો, એ જોવાની ઘડી હવે રહી નથી. લડી શકે તેવો ઉંમરલાયક કોઈ પુરુષ ઘેર રહી નહિ શકે. સહુ માટે બે જ માર્ગ છે : કાં કારાગાર, કાં રણમેદાન.' અમે યુદ્ધને પસંદ નથી કરતા; અમે કારાગાર પસંદ કરીશું; જેલને મહેલ માનીશું.’ ‘ભલે, કારાગારના કેદીઓને યુદ્ધમાં મોખરે રાખવામાં આવશે. એવા દેશદ્રોહીઓને પ્રથમ ખતમ કર્યા પછી જ અમે ખતમ થઈશું.’ ગણનાયકે જોરશોરથી પોતાનું વક્તવ્ય રજૂ કર્યું, ને સાથે કાંસાની ઘંટા પર પ્રહારો કરતાં કહ્યું, ‘હવે વિજય પામેલાં સંથાગાર નહિ મળે. યુદ્ધમાં વિજય એ વૈશાલીનો આજનો મૂળમંત્ર છે. એનાથી વિરુદ્ધ વર્તનારને કડક સજા થશે. વૈશાલીની કૂચને કોઈ દેવો કે કોઈ ચુડેલો થંભાવી નહિ શકે ! ગણતંત્રનો સિંહ ફરી જાગ્રત થાય છે ! કરો હુંકાર ! જય વૈશાલી !' ને પ્રથમથી તૈયાર કરી રાખેલી સૈનિકોની ટુકડીએ સંથાગારનો તરત કબજો લઈ તેને ખાલી કરાવી નાખ્યું. ચમકતાં શસ્ત્રો જોઈને વાણીશૂરા સિંહો ક્યાંક છુપાઈ ગયા ! ચોકમાં ને ચૌટામાં રણભેરીઓ વાગી રહી. મગધના સૈન્યને નવી કુમક મળે, એ પહેલાં લડાઈ લડી લેવાની હતી. 348 3 શત્રુ કે અજાતશત્રુ વૈશાલીના રાજ્યમાં તમામ સ્થળે એ નવી આજ્ઞા પહોંચી ગઈ હતી. કેટલાક તો બબે દિવસના ઉપવાસવાળા હતા. પણ આજે કોઈને છૂટ નહોતી; સહુએ રણમેદાનના સાજ સજવાના હતા. રસ્તાઓ પર ફરી સૈનિકોની ટુકડીઓ સતત કૂચ કરતી દેખાવા લાગી, શિથિલતાના દિવસો ચાલ્યા ગયા. આળસુ લોકોમાં પણ ઉમંગનો ફુવારો ફૂટી નીકળ્યો ! વૈશાલીનો મહાધનાઢેત્ર અને પરમ મહાવીરભક્ત વરુણ નાગ, જેનો ઉલ્લેખ સંથાગારમાં છડેચોક થયો હતો, એ આજે રણભૂમિમાં જવા માટે સજ્જ થઈને આવ્યો હતો. ચાર ઘંટાવાળો અશ્વરથ તેણે લીધો હતો. ને બે દિવસના ઉપવાસ વધારી ત્રણ દિવસના કર્યા હતા. એણે જાહેરમાં પ્રતિજ્ઞા લેતાં કહ્યું, ‘હું વરુણ નાગ પ્રતિજ્ઞા લઉં છું કે, આ યુદ્ધમાં પહેલો જે મારા પર ઘા કરશે, એને હું મારીશ.” વરુણ નાગનો ગાઢ મિત્ર વિરોચન નાગ પણ એની સાથે હતો. એણે પણ વરુણ જેવી જ પ્રતિજ્ઞા કરી. આખા નગરમાં આમ સંગ્રામે સંચરવાનો ઉત્સાહ વ્યાપી રહ્યો. ધીરે ધીરે યુદ્ધની પ્રક્રિયા તરફ રસ જાગવા લાગ્યો. પ્રભાતકાલે ગણનાયક આગેવાની લેવાના હતા, ને ગણરાજ્યોની મહાસેના સમરાંગણે સંચરવાની હતી. વૈશાલીમાં એ રાતે કોઈ ન સૂતું. સહુએ કાટ ખાયેલાં શસ્ત્રોને સમાર્યા અને ભુલાયેલી શસ્ત્રવિદ્યાને યાદ કરી. ઘેર ઘેર મહાશિલાકંટક યંત્રને પ્રાણ આપીને પણ નિરર્થક બનાવી નાખનાર મહાવીરોનાં ગીતો જોડાવા લાગ્યાં, ને પ્રેમીસમાજના આગેવાન મહામુનિ વેલાકુલની જાનફેસાનીનાં ગીત ગવાવા લાગ્યાં. પ્રજાને મોડે મોડે સમજાયું કે – સંસારમાં સ્વતંત્રતા માટે, દેશ માટે મરવું એ સર્વોત્તમ પુણ્યકાર્ય છે, અને પરતંત્ર દેશમાં પરતંત્ર પ્રજા તરીકે જીવવું એ મહાપાપ બરાબર છે. આપણા પૂર્વજોએ લોહી રેડીને જે દેશને સ્વતંત્ર કર્યો, એ દેશને પરતંત્ર થતો અટકાવવા આપણું લોહી રેડતાં પણ હવે આપણે પાછા પડીશું નહીં ! હિંસાનું સામર્થ્ય મિટાવવા, સંતાનના પંજા આગળ વધતા અટકાવવા તને, મન, ધનની નિખાલસભાવે કુરબાની એ પણ અહિંસાનો એક પ્રકાર જ છે. જેમ શ્વાસોશ્વાસ લેવામાં વાયુના જીવોની, ભોજન માટે રંધાતા અનાજની, ચેપ ફેલાવતાં જેતુઓને દૂર કરવાની હિંસા અનિવાર્ય છે એમ દેશની સ્વતંત્રતા માટે દુમનની સામે રણમેદાને સંચરવું એ પણ ગૃહસ્થની અનિવાર્ય ફરજ છે. પણ માત્ર મરી જવાથી કાર્ય સરતું નથી. મરે છે તો ઘણા મોતથી, કમોતથી, કકળાટથી, પણ દેશ, ધર્મ ને ભૂમિના કલ્યાણ ખાતર મરવું એ જ અમર મૃત્યુ છે. રથમુશલ યંત્ર D 349

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210