Book Title: Shatru ke Ajat Shatru
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 125
________________ છે.’ મુનિજીએ કહ્યું. ‘વિચારજો અને મહાવીરને કહેજો કે, વિશ્વશાન્તિની સાધના તો મગધ કરી રહ્યું છે.” દેવદત્ત એવી ભાષામાં વાત કરતો હતો કે જાણે એ જગતનો સર્વોપરી માણસ હોય, બધાં તત્ત્વોના નિર્ણયો એણે લઈ લીધા હોય અને બુદ્ધ-મહાવીર તો એની પાસે કોઈ વિસાતમાં ન હોય. ‘મહાવીર અજાતશત્રુ છે, એમાં મને લેશ પણ સંદેહ રહ્યો નથી. છેલ્લે ગોપાલક વિશે એમણે જે પોતાનો સુંદર મત પ્રગટ કર્યો તે અભુત હતો. માણસ જગતનું રણક્ષેત્ર છોડી શકે, બાહ્ય રીતે અહિંસા આચરી શકે, પણ મનનું રણક્ષેત્ર કોઈ છોડી શકતું નથી. અંતરની અહિંસા ભારે મુશ્કેલ છે.’ મુનિએ ફરી પોતાના મનની વાત પ્રગટ કરી. ‘તમે મુનિઓ થોડાક જડ હો છો. જે વાત એક વાર સ્વીકારી, એ ઝટ છોડી શકતા નથી. હું તમને કહું છું કે આ દેશમાં અમારા જેટલું કામ કોઈ નહિ કરી શકે. બુદ્ધ અને મહાવીરના અહિંસા પ્રયોગને અમારો પડકાર છે. અરે, આર્ય ગોશાલક અને મહાવીરને અમે કેવા રમતવાતમાં લડાવી દીધા ! એ આખું કાવતરું અમારું જ લાગતું. એમાં પૂરેલી નાની નાની કાંકરીઓ થોડી વારમાં બહાર નીકળવા માંડતી. એ કાંકરી વંટોળના વેગથી વહી જતી ને સામે ઊભેલા દુશમનના માથામાં, કપાળમાં કે આંખમાં એવા વેગપૂર્વક વાગતી કે આરપાર ઊતરી જતી ! કાંકરીનો અજબ વેગ રહેતો – જાણે પહાડ પરથી આખી એક શિલા ઉપાડીને ઝીકી ન હોય ! એ માટે આ યંત્રનું નામ શિલાકંટક હતું. માણસ એ કાંકરીનો આઘાત સહી ન શકતો, અને પૃથ્વી પર પટકાઈ જતો. કોઈ વાર આ ચક્કરમાં તલવારો કે છરીઓ ભરાવીને ફેંકવામાં આવતી, ત્યારે તો હાહાકાર વર્તી જતો. આખું દુશ્મનદળ કીડીના દળની જેમ છુંદાઈ જતું. - બીજા યંત્રનું નામ રથમુશલ હતું. કાષ્ઠના સામાન્ય રથ જેવો આ રથ લોહનો બનેલો હતો, અને યંત્રની સાંકળો ને યંત્રનાં પૈડાં ગોઠવી શકાય તેવી એક પેટી એની વચ્ચે ગોઠવેલી હતી. એમાં ચાર ચાર ભાગમાં આડાઅવળાં લોહખુશળો ગોઠવેલાં હતાં. એક ચાવી ચઢાવવાથી રથ સ્વયં ચાલવા લાગતો. અને બીજી ચાવી ચઢાવવાથી એ મુશળો વેગમાં ઘૂમવા લાગતાં. આ રથ આગળ વધતો ને વચ્ચે દીવાલ આવી તો દીવાલ તૂટી પડતી, દરવાજો આવ્યો તો દરવાજો ભૂમિસાત થતો, ને માણસ આવ્યો તો એના તો બિચારાના ભુક્કા બોલી જતા, એના મારથી ભલભલાં લકરો ભૂમિસાત થતાં, ભાગી છૂટતાં ! આ બંને યંત્રો બતાવીને મહાભિનુ દેવદત્તે પ્રશ્ન કર્યો : ‘મુનિજી ! આ બેની સાથે મગધપતિના સિંહપાદ સૈનિકોને ઉમરો ! તમે પૂનમને તો જોયો છે ને ! કેવો શિસ્તવાળો અને શક્તિશાળી છે ! હવે કહો કે સાચો અજાતશત્રુ કોણ ? બુદ્ધ અને મહાવીર કે મગધપતિ ?' મુનિ વિચારસાગરમાં ડૂબી ગયા : ખરેખર ! આવાં ભયંકર શસ્ત્રો જેની પાસે હોય એ જ અજાતશત્રુ હોય ! કોઈ બુદ્ધિશાળી એવાનો શત્રુ થવાનો વિચાર પણ ન સેવે ! અને મુનિજી !' દેવદત્ત મુનિને વિચારમાં પડેલા જોઈ આગળ કહ્યું, ‘આ મહાહિંસા દ્વારા જગતમાં અમે વિશ્વમૈત્રી કેળવીશું, વિશ્વશાંતિ સ્થાપીશું.’ ‘હિંસાથી વિશ્વમૈત્રી ? સંહારથી વિશ્વશાંતિ ?” મુનિજીએ વિચારમગ્ન દશામાં જ પૂછ્યું. ‘હા, હા. આ શસ્ત્રો જોઈને કોની હિંમત થશે કે યુદ્ધ કરવું ! યુદ્ધ થશે નહિ, એટલે હિંસા આપોઆપ અટકી જશે અને અહિંસાનો જન્મ થશે.” દેવદત્તે મગરૂરીમાં કહ્યું, અને આગળ ઉમેર્યું : “એ કહે છે કે પ્રેમના પાયા પર અહિંસા સ્થપાય, હું કહું છું કે ભયના પાયા પર, એ માણસને મૂળ દેવ સમજે છે, હું મૂળે પશુ સમજું છું.’ ‘તમારી વાત પર શ્રદ્ધા નથી બેસતી, છતાં એ વાત જરૂર વિચારણીય લાગે 226 D શત્રુ કે અજાતશત્રુ મુનિને મહાવીરની નિંદા થાય તે રુચતું નહોતું. વિશેષ સવાલ-જવાબ કરવા એમને ન ગમ્યા. દેવદત્ત પણ મનુષ્યપરીક્ષ કે હતો. એણે એ વાત ત્યાં થોભાવી દીધી અને કહ્યું, ચાલો, મગધપ્રિયા આપણી રાહ જોતી હશે, અને રાજસભાનો સમય પણ થતો. આવે છે. અહીં રાજસભામાં વિલંબ એ દોષ લેખાય છે.” ‘ચાલો.’ મુનિએ કહ્યું. એમના મનમાં વિચારોનું તુમુલ યુદ્ધ જાગ્યું હતું. જેટલી મગધરિયાની સોડ સુંવાળી લાગી હતી, એટલું આ ભિખુનું પડખું એને કઠોર લાગતું હતું. છતાં એના તેજ માં અભિભૂત થયા વગર ભાગ્યે જ રહેવાતું હતું. બંને એ કે શીધ્ર ગતિવાળા રથમાં બેસીને મગધપ્રિયાના આવાસે પાછા ફર્યા. અહીં મગધપ્રિયા સજ્જ થઈ રહી હતી. એ પ્રારંભમાં રાજસભામાં નૃત્ય કરવાની હતી. એના નૃત્ય વગર લાંબા સમયથી રાજસભા શુષ્ક લાગતી હતી. એના આગમનના સમાચારથી આજે રાજ સભા હેકડેઠઠ ભરાઈ ગઈ હતી. મગધપ્રિયાનો રથ હાથીદાંતનો બનેલો હતો, અને સોના-રૂપાની દોરીઓથી શણગારેલો હતો. બીજો રથ ચંદન કાષ્ઠનો હતો, એમાં મુનિજીને બેસવાનું હતું. મહાભિનુ દેવદત્ત પાલખીમાં જવાના હતા. મુનિના આગમનના સમાચાર મળતાં મગધપ્રિયા બહાર દોડી આવી. આજ અહિંસાની સાધના D 227

Loading...

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210