Book Title: Shatru ke Ajat Shatru
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 152
________________ વર્ષકારનો ન્યાય અગમ્ય બની ગયો. પણ એ ન્યાય સમર્થ લોકોમાં ભારે ખટભળાટ મચાવતો. એક સામંત પર આક્ષેપ આવ્યો કે એણે રાજનિધિમાં કંઈક કપટ કર્યું છે. રાજનિધિમાં કપટ કરવું, એ ભયંકર ગુનો હતો. સંથાગારમાં એની ઉગ્ર ચર્ચા ચાલી. કપટ કરનારના પક્ષકારોનું એક જૂથ જામ્યું. અને કપટ કરનારના પ્રતિપક્ષીઓનું બીજું જૂથ જામ્યું. બંને જૂથ બળવાન હતાં. એમનો ન્યાય કોણ કરે ? વૈશાલીના ભદ્રજનોનું એમાં ગજું ન રહ્યું ! છેવટે એનો ન્યાય તોળવાનું કામ મહામંત્રી વર્ષકારને સોંપાયું. બીજું ગમે તે હો, પણ એટલું નક્કી હતું કે વર્ષકાર વૈશાલીના નહોતા, એટલે એમને કોઈ પક્ષ સાથે અંગત સંબંધ નહોતો; નિષ્પક્ષ ન્યાય જો કોઈ તોળી શકે તો વર્ષકાર જ તોળી શકે ! પણ, ન જાણે કેમ, વર્ષકારને ન્યાય તોળવામાં ખૂબ જ લાંબો સમય લાગ્યો; પણ છેવટે ચુકાદો અદ્ભુત આપ્યો. મંત્રી વર્ષકારે ચુકાદો આપતાં કહ્યું : ‘રાજ્યનો ખજાનો એ પ્રજાનો છે. એ નિષ્કારણ ઓછોવત્તો ન થાય, એની ચોકીદારી કરવી એ દરેક પ્રજાજનની ફરજ છે. એવી ફરજ જેણે બજાવી એ ધન્યવાદને પાત્ર છે. તેઓને આ રકમમાંથી થોડીક રકમ બક્ષિસ કરવી. ‘અને રાજ્યનો ખજાનો પોતાનો સમજી જેણે થોડા સમય માટે પોતાની પાસે રાખ્યો ને પછી વ્યાજ સાથે પાછો આપ્યો, એ કંઈ અપરાધી ન લેખાય. અલબત્ત, એણે એ ખજાનો પોતાનો ધારી પોતાના માટે વાપર્યો, એ સાચું છે. પણ હવે એ પાછો સોંપે છે. એટલે આમાં એક વિશાળ રાજકીય ભાવના જ સમાયેલી છે.’ આ ચુકાદા પછી બંને પક્ષો વર્ષકારને પોતાનો સમજવા લાગ્યા. તેઓ તેને પોતાના બધા પ્રસંગોમાં નોતરવા લાગ્યા; પોતાના કજિયાઓમાં મધ્યસ્થ કરવા લાગ્યા. પોતાના મહાજનમાં, પોતાના પંચમાં, પોતાના ન્યાયમાં વૈશાલીજનોનો વિશ્વાસ ન રહ્યો અને દરેક સ્થળે વૈશાલી બહારની વ્યક્તિની નિમણૂક થવા લાગી. અને જુદાં જુદાં જૂથો વચ્ચે એ વ્યક્તિઓ માનભરી રીતે સ્થાન પામી રહી. ન વર્ષકારે બહારના જુદા જુદા બુદ્ધિવાળા પુરુષોનું એક મંડળ સ્થાપ્યું. ને વૈશાલીના ગણતંત્રની ખ્યાતિ સાંભળીને રાજકુમારો અને શ્રેષ્ઠીકુમારો અભ્યાસ માટે ત્યાં આવવા લાગ્યા ! વૈશાલીએ જૂના દેવો સાથે કેટલીક જૂની આર્ય વિદ્યાઓનો તિરસ્કાર કર્યો હતો; એ વિદ્યાઓનું અધ્યયન-અધ્યાપન કરવાનું ફરી શરૂ કરવામાં આવ્યું. મુનિ વેલાલે એક મોટો પ્રેમીસમાજ સ્થાપ્યો હતો, જે સંસારમાં પ્રેમને જ મહત્ત્વ આપતો હતો. એ સમાજનું મુખ્ય સૂત્ર હતું, ‘શિર લેવામાં નહિ પણ શિર દેવામાં મહત્તા છે.’ અને આ સમાજના અનુયાયીઓ ક્ષમાશીલ ને ઉદાર ભાવનાવાળા રહેતા; જે બીજાને જોઈએ એ પોતાને ન જોઈએ – એ સિદ્ધાંતમાં માનનારા હતા. 280 D શત્રુ કે અજાતશત્રુ જો કોઈ કૂતરું કરડવા આવે તો તેઓ દૂર નાસી જવાને બદલે સામો પગ કે હાથ ધરી દેતા ! આ સમાજને એક સાધુએ ખૂબ મહત્ત્વ આપ્યું. એ સાધુ મુનિ વેલાલના આશ્રમનો હતો. એ એક વાર જંગલમાં થઈને પસાર થતો હતો, ત્યારે એક ભૂખ્યો વાઘ તેના પર કૂદી આવ્યો. સાધુએ કહ્યું, ‘રે પ્રેમી જીવ ! તું ભૂખ્યો છે; એટલે જો મારો દેહ તારા આહારનું-તારા પ્રત્યે પ્રેમ દાખવવાનું કારણ બની શકતો હોય તો લે, સુખે સ્વીકાર !'' સાધુ પૂરા શબ્દો બોલી રહે, એ પહેલાં તો વાઘે એના દેહને જડબામાં પકડી લીધો ને નિરાંતે એના લોહીનું પાન કર્યું. લોહીના પાન સુધી તો સાધુ જીવતો હતો અને ખૂબી તો એ હતી કે તેના મોંમાંથી અરેકારનો ઉચ્ચાર સરખો પણ નીકળ્યો નહોતો, બલ્કે મુખ પર જીવનની સાર્થકતાનો આછો મલકાટ પ્રસરી રહ્યો. આ ઘટનાએ આખી વૈશાલી પર ગંભીર પ્રકારની છાયા પ્રસારી. લોકો છડેચોક કહેવા લાગ્યા, રક્ત લે તે પશુ. રક્ત આપે તે દેવ ! યુદ્ધસંઘમાં જોડાઈને પશુ બનવાથી શું વળ્યું ? અમે પ્રેમીસમાજના સભ્ય થઈશું. અમે તો અમારી દેહ શત્રુને સમર્પીને દેવ થઈશું !' વાઘની ક્ષુધા તૃપ્ત કરનાર મુનિની ઠેર ઠેર મૂર્તિઓ મૂકવામાં આવી, અને મુનિ વેલાલે એ મૂર્તિઓનું સ્થાપન કર્યું ! મૂર્તિઓનું ઉત્થાપન કરનારે જ આ મૂર્તિઓ સ્થાપન કરી. આ મહિમા સહુને અગમ્ય રહ્યો, ને જે અગમ્ય રહે તેનું આકર્ષણ હંમેશાં વધારે હોય છે. પ્રેમીસમાજની સર્વશ્રેષ્ઠ એક ફરજ : શત્રુની સામે હિંસાનું એક વચન પણ કાઢવાનું નહિ ! શત્રુને પોતાનો દેહ સસ્મિત સમર્પી દેવાનો, આત્મસમર્પણ દ્વારા વિજય હાંસલ કરવાનો. મરીને માળવો લેવાનો અદ્ભુત મંત્રી ! વૈશાલીમાં આમ અનેક અવનવા જોરદાર પ્રવાહો હસ્તીમાં આવી ગયા. ત્યાં મંત્રી વર્ષકારે એક દહાડો પ્રગટ કર્યું કે વીરભોગ્યા વૈશાલીની કીર્તિગાથાનું પુસ્તક પોતે આલેખશે અને એ રીતે જગતના ચોકમાં આ મહાનગરી અને આ મહાપ્રજાનાં ગુણગાન કરશે ! આ કાર્ય સાવ નવીન હતું. આજ સુધી બધાંને કર્તવ્ય કરવું અને કીર્તિ ન લેવી, એ ગમતું; પણ હવે જાણે સૌને કીર્તિનો મોહ વળગ્યો : કર્યા કાર્યની કીર્તિ આ રીતે થતી હોય તો જગવિખ્યાત થવું કોને ન ગમે ?’ પણ કીર્તિગાથાની રચનામાં થોડા દહાડામાં એક મહાવિક્ષેપ આવીને ઊભો થયો. અષ્ટ કુળના ક્ષત્રિયો આવી આવીને વર્ષકારને પોતપોતાની વીરગાથાઓ કહેવા લાગ્યા. * વ્યાપ્રજાતક ભેદનીતિ D 281

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210