Book Title: Shatru ke Ajat Shatru
Author(s): Jaibhikkhu
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 136
________________ ઊલટો પ્રકાર જરૂરી છે.” અને ફાલ્ગની ઘણના ઘાને શાંત ચિત્તથી શ્રવણ કરી રહી. વૈશાલીના પ્રજાજનો આજે અપૂર્વ ઉત્સાહ ધરાવી રહ્યાં હતાં, અને આ યુગને છાજે તેવું પ્રેરણાદાયી પગલું ભરાતું હોય તેમ તેમની હર્ષાન્વિત મુખમુદ્રા પરથી લાગતું હતું. જ્યોતિષીઓના વડાએ ઊભા થઈને ભાષણ કર્યું : ‘તમારા આ નવપ્રસ્થાનને હું આશીર્વાદ-મંત્રોથી વધાવી લઉં છું. વૈશાલી પોતાની ભૂતકાળની મૂડી પર રાચતું નથી; એની પાસે પોતાની મૂડી છે, અને યાદ રાખો કે માણસ એ જ દેવ છે ; જૂઠા દેવને જુહારવાની જરૂર નથી. જૂઠા ને જૂના દેવોની વાતો બાળકને ગળથુથીમાં પાવાથી એની બુદ્ધિ કુંઠિત બને છે, ને એનું માનસ નાનામોટા પૂર્વગ્રહોથી ભરાઈ જાય છે ! દેવ દિલમાં છે, બાહુમાં છે, મસ્તિષ્કમાં છે.” બધેથી હર્ષના પોકારો થયા. સરિતાને પાળ, સાગરને કાંઠો અને માણસને મર્યાદા હોવી જોઈએ.’ ટોળામાંથી એક અવાજ આવ્યો. સામે સિહના હું કાર જેમ અવાજો ગાજ્યા : “કોણ છે એ જુનવાણી માનસનો આત્મા ?' | ‘માણસમાત્ર જુનવાણી છે, તમારો દેહ રોજ જૂનો થતો જાય છે. તજી દો ને એને !૨, નવાના મોહમાં જૂનાને ન ભૂલો.” બોલનાર પણ ગાંજ્યો જાય એવો ન હતો. પણ અવાજ કરનાર માણસની ગરદન તરત પકડાઈ ગઈ : ‘રે, આટલા લોકો જે વાતનો સ્વીકાર કરે છે, એનો ઇન્કાર કરનાર કોરડુ મગ જેવો તું છે કોણ ?” જુનવાણી વાતો કરનાર જો ભૂસેટીને ભાગ્યો ન હોત તો ત્યાં ને ત્યાં તેનો બલિ દેવાઈ જાત. તૂપ પ્રાચીન હતો, છતાં એને તોડતાં ઘણી વાર લાગી. પ્રજાજનો આજુબાજુની હરિયાળીમાં બેસીને આનંદ કરી રહ્યાં હતાં; આજની ઘડી રળિયામણી કરનાર આ લોકો હતા; છતાં કેટલાંકના મુખ પર ચિંતા પણ હતી. સમાચાર હતા કે મગધના રાજા અજાતશત્રુએ વૈશાલી પર ચઢાઈ કરી છે. યુદ્ધ ? અરે, યુદ્ધ તો વૈશાલીનો જીવનધર્મ હતો. પણ હમણાં શાંતિની વાતો વિશેષ પસંદ પડતી હતી, અને તે પણ અહિંસાની. અહિંસા આ યુગનો જીવનમંત્ર હતો. અહિંસામાં ખૂબ સગવડ હતી. એક વાર વસ્તુ પ્રાપ્ત કરી લેવી. પછી કોઈ પડાવવા આવે તો એને હિંસા કહીને અહિંસાના નામે પોતે માલિકી ભોગવવી. યુદ્ધ 248 શત્રુ કે અજાતશત્રુ તો જુગારના પાસા જેવું હતું; એમાં તો હાર પણ મળે ને જીત પણ મળે. વળી એમાં મૃત્યુય પ્રથમ ને માલિકીસુખ પછી હતું. અહિંસામાં તો જે જેના હાથમાં તે તેના બાથમાં ! અહિંસાનો જન્મ ત્યાગ અને અપરિગ્રહમાંથી થાય છે, એવી વાતો કરનારા સામે જીવંત હતા, તોય લોકો શાંતિની આળપંપાળમાં એ ઉપદેશ ભૂલી ગયા હતા. જો ન ભૂલે અને ત્યાગ કરે તો એમની સાત સાત પત્નીઓની રક્ષા કોણ કરે ? દાસ, દાસી, ભૂમિ ને પશુને કોણ જાળવે ? દુકાળે પણ ઓછા ન થનારા ધનધાન્યના ભંડારો કોણ ભોગવે ? માટે ત્યાગની વાત નહિ પણ અહિંસાના પાલનનો આગ્રહ જરૂરી લેખાતો. એટલે લોકોમાં અજાતશત્રુની ચઢાઈ એ ઘોર હિંસાપ્રવૃત્તિ લેખાઈ અને એની છડેચોક નિંદા થવા માંડી. અરે, કેવા કુસંસ્કાર ! આ જમાનામાં યુદ્ધનું નામ પણ લેવામાં અસંસ્કારિતા પ્રગટ થાય છે. અરે, રણમેદાનમાં શસ્ત્રની સામે અશસ્ત્ર, સેનાની સામે અસેના જોશે એટલે બિચારો શરમાઈને પાછો ચાલ્યો જશે, નહિ તો, અરે, જાઓ, બુદ્ધ કે મહાવીરને અહીં તેડી લાવો. એમની હાજરીમાં યુદ્ધની વાતો કરનારા સ્વયં શરમાઈ જશે ! મુનિ વેલાકૂલે આ વાતને વધાવી લેતાં કહ્યું : ‘સૂરજનો પ્રકાશ જોઈ ઘુવડો ભાગી જાય, તેમ એ બધા ભાગી જશે.' આ વખતે એક ઘોડેસવાર દોડતો ત્યાં આવ્યો. એના ઘોડાના મોંમાંથી ફીણ છૂટતાં હતાં અને સવારના મુખ પર પણ રજ ભરાયેલી હતી. છતાં ઘોડેસવારનો ચહેરો ખિન્ન નહોતો. ત્યાં એકત્ર થયેલા પ્રજાજનોનાં હૈયાં પળવાર ચિત્રવિચિત્ર આશંકાઓમાં, વાવંટોળમાં ઝાડનાં પાન થથરી રહે એમ, થથરી રહ્યાં. ‘સુકાલસેન ! કેવા સમાચાર છે ? આનંદની આ પળોને વધારનારા કે ઘટાડનારા ?' લોકોનાં હૈયાં એવાં આળાં થઈ ગયાં હતાં કે એમને કઠોર વાતો સાંભળવી પણ ન રુચતી. ‘વધારનારા.' ને સવાર નીચે ઊતર્યો. એ આગળ આવ્યો ને બોલ્યો, ‘હું અત્યારે જ ગણનાયકને ત્યાં જાઉં છું. જેને સમાચાર જાણવાની ઇચ્છા હોય તે મારી પાછળ આવે.' ‘રે સુકાલ ! વૈશાલીમાં કશું ગુપ્ત નથી, કંઈ ગુપ્ત રહેતું નથી, કંઈ ગુપ્ત રખાતું નથી. તારા સમાચારનો સાર કહી અમારા આજના પ્રગતિકામી આનંદમાં વૃદ્ધિ કર !” ‘રે પ્રજાજનો ! મગધના અમાત્ય અને મગધના મહારાજા વચ્ચે તીવ્ર મતભેદ થયો છે !' વર્ષકાર વૈશાલીમાં 249.

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210