________________
હવે અમે મોસાળમાં જઈએ છીએ.'
‘અમે કહ્યું, ‘અત્યારે મોસાળ કાં ?'
‘કહે, તાકીદનો સંદેશ છે, ગયા વગર ચાલે તેમ નથી.
‘અમે કહ્યું, ‘ભાઈને ભેગા થતા જાઓ !'
ને તેઓએ સેચનકને જોરથી હાંક્યો. થોડી વારમાં તો એ અદશ્ય થઈ ગયા.’ અનુચરોએ પોતાની વાત પૂરી કરી.
રાજા અશોકે આ સાંભળી ખૂબ ક્રોધાવેશમાં આવી ગયો. એણે ગર્જના જેવા સ્વરે કહ્યું, ‘જાઓ ! એ અવિનયી કુમારોને હમણાં ને હમણાં પકડી લાવો!'
તરત અનુચરો પાછા ફર્યા. થોડી વારમાં શસ્ત્રથી સજ્જ થઈને હાથી, ઘોડી ને ઊંટની ટુકડીઓ હલ્લ-વિહલ્લની પાછળ રવાના થઈ. આખા નગરમાં હોહા મચી ગઈ. લોકોનાં ટોળેટોળાં શેરીઓમાં ઘૂમવા લાગ્યા. એવામાં રાજા બિબિસારના મૃત્યુના સમાચાર બધે પ્રસરી વળ્યા.
લોકોમાં એક અજબ ઉશ્કેરાટ પ્રસરી ગયો. તેઓ બોલ્યા, ‘રાજાએ આમ કરવું જોઈતું નહોતું. રાજા કરે તેમ પ્રજા અનુસરે. ખુદ રાજા પોતે જ જો બાપને મારીને ગાદીએ બેસે, તો પછી સામાન્યજનનો શો હિસાબ ?’
બીજા બોલવા લાગ્યા, ‘અરે ! હવે તો રાજકુળ સર્પકુળ જેવાં બન્યાં છે! બાપને તો ખાધો, હવે ભાઈને ખાવાની તૈયારી કરી. હવે તો રાજાઓનું બીટ જાય તો સારું. થાક્યા ભાઈ આ રાજાઓની જોહુકમીથી અને ખટપટોથી.'
આખું રાજગૃહી ઉપરતળે થઈ રહ્યું. ગુપ્તચરો સમાચાર લઈને આવ્યા. ‘લોકોનો જુવાળ અવળો છે. જલદી લોકલાગણીના ઉછાળાને દાબી દેવાની જરૂર છે.’
રાજાએ અગ્નિદાહ દેવાની આજ્ઞા કરી, ત્યાં તો રાણી પદ્મા આગળ આવ્યાં અને બોલ્યાં, ‘મને બાળો, કાં ખુલાસો આપો; એ પહેલાં આ શબને દેન નહિ દેવાય!'
‘રાણી ! લોકલાગણી બીજે માર્ગે જઈ રહી છે. જલદી કરવાની જરૂર છે. બધાએ મને પિતૃહત્યારો માની લીધો છે. હું તમને ખાતરી આપું છું કે આની પૂરેપૂરી તપાસ કર્યા વિના હું જંપીશ નહીં.' રાજા અશોકે લાચારી બતાવી.
‘એમ નહિ. તમે ભોળા ને કુટુંબઘેલા છો. એ ઘેલછામાં તો સ્ત્રીપુત્રને પણ ભૂલી જાઓ એવા છો. તમે, મહામંત્રી અને સાધુ દેવદત્ત ત્રણે ખાતરી આપો તો માનું !'
રજા બોલ્યો, ‘મારા પૂજનીય પિતાના શબને મારી આ તલવારનો સ્પર્શ કરાવીને કહું છું કે હલ્લ-વિહલ્લ પાસેથી હાર અને હાથી પાછાં મેળવીને તમને આપીશ; નહિ આપે તો યુદ્ધ કરીશ. ત્યાં સુધી આ તલવાર મ્યાન નહિ કરું.” 88 D શત્રુ કે અજાતશત્રુ
‘સમજો કે હલ્લ-વિહલ્લ એના મોસાળમાં જઈને રહ્યા, અને તમને કંઈ જવાબ
ન આપ્યો તો શું કરશો ?' રાણી પદ્મા મળેલી તકનો પૂરેપૂરો લાભ લઈ રહ્યાં. ‘તો વૈશાલીનો દુર્ગ તોડીને પણ હાર અને હાથી લઈ આવીશ અને વૃદ્ધ માતામહની પણ ખબર લેવામાં પાછી પાની નહીં કરું.' રાજા અશોકે આવેશમાં કહ્યું.
“હવે મહામંત્રી વસકાર તમે શું કહો છો ?'
‘હું આ શિખા છોડીને પ્રતિજ્ઞા કરું છું કે આ ગણતંત્રો સીધા નહિ થાય ત્યાં સુધી એ શિખા હું બાંધીશ નહિ.'
‘અને મહાલ્ગુિ દેવદત્ત, તમે શું કહો છો ?'
‘હું પ્રતિજ્ઞા કરું છું કે શ્રમણોની સાન અને વૈશાલીના લોકોનો મિજાજ ઠેકાણે આણવાની જરૂર છે. શાંતિને સમાનતાની વાતો કરતા બુદ્ધ અને મહાવીરને પાઠ પણ ભણાવવાની જરૂર છે. માટે જ્યાં સુધી એમ નહિ થાય ત્યાં સુધી હું પાત્રમાં ભિક્ષા નહિ લઉં. ભોજન હાથમાં લઈને આરોગીશ. કો રાણીજીને હવે તો શાંતિ થશે ને ?'
રાણી પદ્મા પાલખીમાં જઈને બેઠાં.
રાણી ચેલા આ દરમિયાન ચાલ્યાં ગયાં હતાં.
રાજા અશોકે પિતાના ભવ્ય અગ્નિસંસ્કારની જાહેરાત કરી, અને ત્યાં સ્મારક રચવાનો નિર્ણય જાહેર થયો.
થોડી વારમાં ગામમાં ઢોલ વાગ્યો, સાથે જાહેરાત કરવામાં આવી કે ‘મહારાજા બિંબિસારે આત્મહત્યા કરી લીધી છે. કર્મની ગતિ અતિ ગહન છે. એમના અગ્નિસંસ્કારમાં તમામ પ્રજાજનો ભાગ લે. મુખથી ધર્મવચન સિવાય બીજું કંઈ ન ઉચ્ચારે ! શ્રમણોને પણ એકત્ર કરે !’
આ જાહેરાતની પાછળ નગરની શેરીઓમાં એક લશ્કરી ટુકડી ફરવા નીકળી. એની પાછળ મોટો અવાજ કરતું રથમુશલ નામનું વૈજ્ઞાનિક યંત્ર ચાલતું હતું.
આ યંત્ર યુદ્ધનું હતું. એની ખૂબી એ હતી કે એને ચલાવનારની જરૂર ન પડતી; પોતાની મેળે જ એ ચાલતું; દોડતું અને એના પર ભેરવેલાં લોઢાનાં લાંબાં મુશલ એટલા વેગથી ફેરવતું કે વચ્ચે આવ્યો એનો કચ્ચરઘાણ | આ યંત્રથી બચવા લોકો આડાંઅવળાં થઈ ગયાં, અને ભયના માર્યા ધર્મવચનો ઉચ્ચારવા લાગ્યાં; નવા રાજાની કંઈ કંઈ ખૂબીઓ ને મરેલા રાજાની કંઈ કંઈ ખામીઓ શોધવા લાગ્યા !
‘રાજા કુશળ ખરો પણ ભારે કામી ! સ્ત્રીઓમાંથી ઊંચો જ ન આવ્યો ! અતિ કામનું તો આવું જ પરિણામ આવે ને ! વળી વૈશલીના જાસૂસો રાજગૃહીમાં ઊભરાઈ ગયા છે. ઘર તો સાબૂત રાખવું જોઈએ ને ?' જાણે ભયંકર ૨થમુશલ યંત્ર અગ્નિદાહ અને અંતરદાહ – 89