________________
જોવાતી હતી ને ત્યારથી ધર્મનાં સ્થળો વાદવિવાદના કીચડમાં ખેંચી ગયાં હતાં.
પહેલાં અહીંના મલ્લોના અખાડામાં મલ્લોની કુસ્તી ચાલતી. કુસ્તીના વિવિધ પ્રકારોની તાલીમ આપવામાં આવતી. એનાં ખાસ નિયમો ને બંધનો પણ નક્કી કરેલાં હતાં.
હવે અહીં ધર્મનાં સ્થાનો મલ્લોના અખાડાથી અધિક કુસ્તીદંગલવાળાં બન્યાં હતાં. મલ્લો હજી ઉદારતાથી ને નિયમથી કુસ્તી કરતા, પણ આ ધર્મ-મલ્લોનું ઝનૂન અજબ હતું. કાગડો ઉડાડવા થેલો માણસ જેમ હીરો ફગાવી દે એમ, આ વાદસભાઓમાં વર્ચસ્વ મેળવવા આત્મિક સિદ્ધિઓનો પણ જુગાર ખેલાતો. ગઈ કાલે એવું જ થયું હતું.
શ્રાવસ્તીના વિચક્ષણ લોકો ધર્મપ્રચારના આ પ્રકારથી વિસામણમાં પડી ગયા. પણ આવા મૂઠીભર લોકોને હવે પ્રજા પૂછતી નહોતી ! એને તો આ હરીફાઈમાં રસ પડી ગયો હતો.
આકાશમાં પ્રકાશના દોરા ફૂટત્યા ન ફૂટવ્યા અને શ્રાવસ્તીના લોકોએ આર્ય ગોશાલકની જયથી વાતાવરણ ગજવી મૂક્યું. તેઓ દરવાજા તરફ મીટ માંડીને બેઠા હતા. દરવાજાની અંદર માટલાં સૂકવવા માટે મોટું પ્રાંગણ હતું. એ પ્રાંગણ સાફ કરીને સજાવવામાં આવ્યું હતું. અને ગોશાલક જે ખંડમાં હતા, ત્યાંથી આવવાના રસ્તે એક ધર્માસન ગોઠવવામાં આવ્યું હતું. ગઈ કાલે પોતાની જ તેજવાલાઓથી જખમી થયેલા આર્ય ગોશાલક, પોતાની સિદ્ધિથી કાયાકલ્પ કરીને, નીરોગી કાયાથી એ ધર્માસન પર આવીને બિરાજવાના હતા ને પોતાની પ્રવચન-સુધા વહાવવાના હતા.
આપણી ચિરપરિચિત દેવી ફાલ્ગની પણ આ ટોળામાં સામેલ હતી. અને એની પાછળ મુનિ વેલાકૂલ અને ફાલ્ગનીનો પતિ પૂનમ પણ હાજર હતા.
પાછળ ભીડ વધતી હતી અને આગળ ધક્કા આવતા હતા. મુનિ વેલાકુલ સુંદરી ફાલ્ગનીને આ ધક્કાઓથી રક્ષણ આપવામાં સતત ગૂંથાયેલા હતા. જમણી બાજુની રક્ષા તેઓ કરતા હતા, અને ડાબી બાજુની રક્ષા પૂનમ કરતો હતો.
ફાલ્ગનીના મુખમંડળ પર સ્વદબિંદુઓ બાયાં હતાં. અને એ પગની પાની ટેકવી, દેહને ઊંચી કરી, હાલાહલાના દરવાજાને નિહાળી રહી હતી, અને વારેવારે વૈદબિંદુઓ લૂછતાં થાકી જતી હતી.
મુનિ વેલાકુલે સુંદરીના આ શ્રમને જોયો ને એને રોકતાં કહ્યું : “દેવી ! તમે શ્રમ ન લેશો. હું પોતે જ એ વેદબિંદુ નિખારી નાખીશ.’ અને મુનિએ ફાલ્ગનીના કપોલ અને ઓષ્ઠ પરનાં વેદબિંદુઓ લૂછડ્યાં. લૂછતાં લૂછતાં મુનિના નખ એના આરક્ત ગાલ પર ઘસારો પાડી રહ્યા, ફાલ્ગની મુનિનો હાથ દૂર કરતાં બોલી : ‘મુનિ, જોઈ તમારી સેવા-કેવળ
204 D શત્રુ કે અજાતશત્રુ
મેવાની જ દરકાર રાખે એવી !'
‘રે ફાલ્ગની ! જ્યારે આપણે વિશ્વ વાત્સલ્યનો સ્વદેહમાં પરિપાક જોતાં હોઈએ, ત્યારે સેવા અને મેવાની આ કેવી વાત ! અમારા જેવા લોકસેવકોને તો શૂળી પણ મખમલી સેજની ગરજ સારે !'
| ‘મુનિરાજ ! એ તમારી વિશ્વવાત્સલ્યની ભાવના પર હું વારી ગઈ છું. પણ જુઓ તો, આ અનેક લોકોનાં મુખ પર વેદબિંદુઓ બાળ્યાં છે. એ તો જરા લૂછી નાખો.”
‘ફાલ્યુની પૂનમે વચ્ચે પડતાં કહ્યું, ‘તું ભારે કલહપ્રિયા છે. સેવા માટે પણ પાત્ર જોવાનું હોય છે. કૃપાત્રની સેવા તો વિનાશ કરે. માંદા સાપને કોઈ દૂધ પાઈને સાજો કરે, એ સેવા ન લેખાય. તારી જ વાત લે ને !'
કેવી મારી વાત ? તમે બે જણા એક થઈ ગયા છો.’ ફાલ્ગનીએ કહ્યું.
અમે જરૂર એક થઈ ગયા છીએ. મારું એ એમનું, એમનું એ મારું.’ પૂનમના આ શબ્દોમાં અશ્લીલતા ભરી હતી, પણ બગસ્વભાવના મુનિને એ ગમી ગઈ. એમણે ડોકું ધુણાવીને વાતને સમર્થન આપ્યું.
થોડી વાર ચૂપ રહીને પૂનમે પોતાની વાત આગળ વધારી : “મહામુનિ વેલાકુલનાં મળમૂત્ર પણ તેં ચંદન માનીને સ્વચ્છ કર્યાં હતાં, મારી તો જરા જેટલી પણ સેવા કરી નથી. અને, તારા જેવી રૂપાભિમાની સ્ત્રીઓ આવી સેવા તરફ ધૃણા દાખવતી હોય છે. એ તો પૂર્વજન્મનો કોઈ ઋણાનુબંધ હશે ! હવે કહે, તારા માટે મુનિ વેલાકુલ શું ન કરે ?”
મુનિ વેલાકુલ બોલી ઊઠડ્યા : “અરે પૂનમ ! શું શું કહું ? મેં ગુરુને માન્યા નથી, બલ્ક પેટછૂટી વાત કરું તો ગુરુ કે સમાજ મને બંધનકારક લાગ્યા છે. આ આખી ભૂમિ અને એનાં આ સહુ રહેવાસી; સહુ સાથે રહેવું વિશ્વાસથી ! એમાં ભેદભાવ કેવા ? હું એકનો હતો તે એકનો મટી અનેકનો થઈ રહ્યો. અને એ અનેકની સેવામાં મેં દેવી ફાલ્ગનીનો અપૂર્વ સંપર્ક પ્રાપ્ત કર્યો. ભક્તહૃદયા દેવીને ચરણે મેં મારાં મન, વચન ને કાયા ત્રણે અર્પણ કર્યા છે.’
| ‘તો દેવી ફાલ્ગની મરી જાય તો તમે મંદિર બાંધી એની દેવી તરીકે સ્થાપના કરશો, કાં ?” પૂનમ ખીલ્યો હતો. સામાન્ય રીતે વચનચાતુરી એને ફાવતી નહોતી, પણ આજે એ પાછો પડવા માગતો નહોતો.
“આજે શું કહેવું, વખત આવ્યે કરી બતાવવું, એ જ સાચું. અમારે માટે મંદિરો ખડાં કરવાં, સમાજ એકત્ર કરવો, કોઈને દેવ-દેવી તરીકે બેસાડવાં, એની વિવિધતાવાળી પૂજાઓ ચલાવવી, ચમત્કારો ફેલાવવા એ એક વેપારીની પેઢી સ્થાપવા જેટલું સુકર
પ્રભાતે પારખું 205