________________
છે, તે શું સાચાં છે ?” - આર્ય ગોશાલ કે ગર્જીને કહ્યું, ‘મેં તમને અડોલ શ્રદ્ધા વિશે પ્રથમ પ્રવચન કર્યું છે. મારા વિશે શ્રદ્ધા રાખો ને મને અનુસરો, ‘એ મહાવીરને તો હું માપી લઈશ. એની મોટાઈના દંભનો જરીભરતનો પડદો પળવારમાં ચીરી નાખીશ.”
એ વખતે મહાવીરના શિષ્ય આનંદમુનિ ત્યાંથી નીકળ્યા. આર્ય ગોશાલકે તેને બોલાવીને કહ્યું: તારા ગુરુને કહેજે કે મારી બદબોઈ કરવી મૂકી દે, નહિ તો હું એને મારા તપસ્તેજથી બાળીને ભસ્મ કરી નાખીશ.”
આખી સભામાં સનસનાટી વ્યાપી રહી.
27
તેજલેશ્યા
પાપી અને પુણ્યવાન જેને સરખી રીતે ભજે એનું નામ પ્રભુ ! પાપી અને પુણ્યવાન તરફ એકસરખી નજરે જે જુએ એનું નામ ભગવાન.
સ્વર્ગની અપ્સરાની શોભાને દેહરૂપમાં ઝાંખી પાડતી દેવી ફાલ્ગની અને લોકસેવક મુનિ વેલા ફૂલ જ્યારે શ્રાવતી નગરીમાં આવ્યા ત્યારે પ્રભુ મહાવીર ધર્મસભામાં બેઠા હતા. શ્રોતાઓ મુમુક્ષુભાવથી પોતાની શંકાઓ રજૂ કરતા હતા, ને અષાઢી મેઘના મીઠા અવાજથી પ્રભુ એના જવાબ આપતા હતા.
પ્રશ્નનો જવાબ આપવામાં કોઈ વચનચાતુરી નહોતી, તર્કજાળ કે તત્ત્વની ગહનતા નહોતી. સાદા ભાવથી સાદી લોકભાષામાં એ જવાબો આપવામાં આવતા. ને એ જવાબો સ્વયં ધર્મસૂત્ર બનીને શ્રોતાના હૈયામાં કોતરાઈ જતા.
એક જણાએ પ્રશ્ન પૂછયો, ‘ધર્મ શામાં હોય ?” ભગવાને સાદો જવાબ આપ્યો, ‘ઉપયોગમાં ધર્મ * શ્રોતાએ પૂછ્યું : ‘ઉપયોગ એટલે શું ?” ભગવાને કહ્યું : “જાગૃતિ.” મુનિ વેલાફુલે કહ્યું : “દેવી ! સાંભળ્યો ને મારા પ્રભુનો ઉપદેશ ?”
‘વાહ તમારા પ્રભુ અને વાહ તમે,’ ફાલ્ગનીએ મધુર રીતે પોતાની આંખો નચાવતાં અને પરવાળા જેવા ની ભાવભંગી રચતાં કહ્યું. ફાલ્ગની માનવમનની ભારે પરીક્ષક હતી. એ જાણતી હતી કે આવાં માનવમન તુષારબિંદુ જેવાં ચંચળ હોય છે. આ મુનિ ગઈ કાલ સુધી પોતાના પ્રભુમાં લીન હતો, એ પ્રભુનો અને પ્રભુ એના, એવી ભાવના ભાવતો. રૂપભરી એવી મને જોઈ અને મારામાં લુબ્ધ બન્યો. અમે બે જાણે જનમજનમનાં સાથી, હું એની અને એ મારો. હવે વળી એના પ્રભુને જોયા અને કદાચ નિર્બળ મન એમાં આકર્ષાઈ જાય અને મને ભૂલી જાય.
190 1 શત્રુ કે અજાતશત્રુ