________________
9
મહાભિખ્ખુ દેવદત્ત
‘મને તેડવા આવેલા રથમાં બેસીને મારી મા રાજગૃહી ગઈ. થોડી વારમાં થ ભાઈ વર્ષને તેડવા આવ્યો. એ મને ત્યાં લઈ જવા ઇચ્છતો હતો, પણ મારું મન વ્યગ્ર હતું. સ્ત્રી સમર્પણ કરેલું દિલ એકદમ પાછું ખેંચી શકતી નથી. વર્ષને વૈશાલીનો નાશ કરવાની ધૂન હતી. એ રાજગૃહીના રથમાં બેસીને ચાલ્યો ગયો.’ આર્યા ભુજંગીએ કહ્યું.
‘અને તમે ક્યારે રાજગૃહીમાં આવ્યાં ?' કોઈ કહાણી જેવી આ વાત સાંભળી રહેલ રાજા અશોકે પ્રશ્ન કર્યો. એ આર્યા ભુજંગીની વિચિત્ર વાત સાંભળીને વ્યાકુળ થઈ ગયો અને પિતાને કેદમાંથી મુક્ત કરવાની વાત પળવાર વીસરી ગયો.
એ વિચારી રહ્યો, ‘આહ ! અભયકુમાર મારો ભાઈ, એણે સાધુજીવન સ્વીકાર્યું અને મારા મારગમાંથી એક લપ ટળી. મારા બીજા બે નાનાભાઈ હલ્લ ને વિહલ્લ ભારે તોફાની છે, ઊંચાનીચા થયા કરે છે. ઘડીકમાં એ રાજહાથી સેચનકને બથાવી પાડે છે, અને ઘડીકમાં પિતાજીએ સિંધુ-સૌવીરના મહાન સુવર્ણકાર પાસે બનાવરાવેલો દિવ્ય હાર પોતાનો છે, એમ કહે છે. પણ એમને તો વખતે સમજાવી લેવાશે. પણ આ મહામંત્રી વળી નવી વાત લઈને આવ્યા.’ ‘મહામંત્રી વસકાર મારા ભાઈ ! આર્યા ભુજંગી મારી બહેન !’
રાજાની વિચારસરણી ઉદાસીનતામાંથી જરા વાસ્તવ તરફ વળી. રાજાને જગ આખઞનો ડર ! કારણ, સંપત્તિ કોણ ચાહતું નથી ? સંપત્તિ લેવા પ્રયત્ન કોણ કરતું નથી ? અને એ માટે રાજાનાં ભાઈ-ભાંડુ થવા કોણ ચાહતું નથી ? અને વખત આવ્યે રાજાને છેહ પણ કોણ દેતું નથી ?
રાજા અશોકે કહ્યું, ‘આર્યા ! હું તમારી વાત પૂરેપૂરી સાંભળવા ઉત્સુક છું.” ‘મારી વાત હું પૂરેપૂરી સંભળાવીશ, પણ રાજન્, તમે જે પગલું લેવા તૈયાર
થયા છો એ છોડી દો. હવે એ બૂઢા રાજવીને કારાગારમાં જ સુખે મરવા દો. મેં જિંદગીભર એની સાથે પ્રેમમાંથી પેદા થયેલો દ્વેષ સેવ્યો છે. એણે મારી જુવાની વેડફી નાખી. પિતાને પતિ કરવો - આ પ્રશ્ન સતત મને પીવા કર્યો છે ને એમાંથી રાજકુળોના ગંદા વિલાસો તરફ મને તિરસ્કાર છૂટચો છે. હું તમારા પિતાશ્રી તરફ દ્વેષ કરી રહી છું. એ દ્વેષથી પ્રેરાઈને મેં ગણતંત્રના એના પ્રવાસો અને એની પ્રેમકથાઓ પ્રજા પાસે પ્રગટ કરી છે. પણ જુવાનીને જાળવવી મુશ્કેલ છે. ચિત્તની શાંતિની શોધમાં હું દેશ-વિદેશનો પ્રવાસ કરવા લાગી. એક વખતે હું શાક્યોના ગણસત્તાક રાજ્યમાં ગઈ. મને હતું કે શ્રમણો ચિત્તને શાંતિ પમાડે તેવા મંત્રો જાણે છે. '
‘અરે ! મહાભિખ્ખુ દેવદત્ત પણ ત્યાંના જ છે ને ?' રાજા અશોકે કહ્યું. “હા રાજન્ ! જે વાત હું કહેવા માગું છું, તે હવે આવે છે. એ દેવદત્ત એ વખતે ગૃહસ્થ અને જુવાન હતા. હું ભિક્ષુસંઘમાં જતી; એ પણ ભિક્ષુસંઘમાં આવતા. વેશ બદલ્યો, પણ કંઈ અંતર થોડું બદલાઈ જાય છે ? હું વાસનાની ભૂખી હતી. મારી નજર એમના પર પડી, અને મારો વૈરાગ્ય ઓસરી ગયો. હું દેવદત્તને મળી. પણ એ તો મહત્ત્વાકાંક્ષી નર હતા. એમણે મને કહ્યું, ‘રાજ્ય તરફ મારું ચિત્ત નથી. રાજા કરતાં સાધુ મહાન છે. સાધુ કરતાં બુદ્ધ મહાન છે. હું બુદ્ધ બનીશ. જગત મારું માનપાન કરશે. હું દેશપૂજ્ય નહિ, જગપૂજ્ય બનવા માગું છું.'
‘મેં દેવદત્તને લોભાવવા ઘણો પ્રયત્ન કર્યો. એ જે સરોવરોમાં ખેલવા જતા, ત્યાં નવસ્ત્રી બનીને હું નહાવા ગઈ. એ જ્યાં વિશ્રામ કરતા ત્યાં પારદર્શક વસ્ત્રો પહેરી અપ્સરા બનીને હું વિહરી, પણ દેવદત્તનું એક રૂંવાડુંય વિકારથી ન ફરક્યું.' અને એક દિવસ મેં સાંભળ્યું કે દેવદત્ત તો બધી માયા-મમતા છોડી, સાધુ થવા ઘરમાંથી નીકળી ગયો છે.'
‘હું રોતી કકળતી એની પાછળ ગઈ. મેં આંસુ વહાવતાં ને મારાં અંગોને પ્રગટ કરતાં કહ્યું, ‘દેવદત્ત, પહેલી અવસ્થા ગૃહસ્થાશ્રમની છે. મારો સ્વીકાર કરી તું ગૃહસ્થ બની જા. પછી ભલે સંન્યાસ લેજે. હું પણ સંન્યાસિની બનીને તારી પાછળ ચાલી નીકળીશ.’
‘પણ મારી વાત એને ન રુચી. એ બુદ્ધ પાસે ગયા ને સાધુ થયા. પણ પહેલે પગલે જ એમને મારા શાપ નડ્યા. ઉપાલી નામનો એક હજામ એના પહેલાં સાધુ થયો હતો. દેવદત્તના માથે એને વંદન કરવાનું આવ્યું. સાધુમાં જન્મવય કરતાં દીક્ષાવય વધુ જોવામાં આવે છે.’
‘દેવદત્તને આથી જરા ખિન્નતા થઈ, પણ એ એની મહત્ત્વાકાંક્ષા પાછળ ઘેલો મહાભિખ્ખુ દેવદત્ત ] 65