________________
२२४
. संक्षिप्त भावार्थ પાપકર્મનો બંધ ભલે લોઢાની બેડી હોય, અને પુણ્યકર્મ બંધ ભલે સોનાની બેડી હેય, છતાં પણ ફળમાં ફેર પડતો નથી; કારણ કેસ્થળમાં સ્વાધીનતાને વિનાશ થઈ રહેલ છે. (૧૮)
ઉપરોક્ત કારણથી મુમુક્ષુ પ્રાણુઓએ અધર્મની જેમ ધર્મને પણ છોડવો જોઈએ; કારણ કે ધર્મ અને અધર્મનો-પુણ્ય અને પાપનો સર્વથા ક્ષય થવાથી જ મુનિવરોએ મુક્તિને વર્ણવેલી છે. (૧૯) શાસ્ત્રકારનું સમાધાન, અને અંતર્ગત ધર્મના બે ભેદ–
उच्यत एवमेवैतत् , किन्तु धर्मो द्विधा मतः।
સંજ્ઞાન વૈવસ્તથાડઃ પુનઃ ૨૦ છે હે વાદી? સાંભળ-પુણ્ય અને પાપનો સર્વથા ક્ષય થવાથી મોક્ષ થાય છે, એ હકીક્ત તારી બરાબર છે; પરંતુ સંજ્ઞાનયોગ અને પુણ્યલક્ષણ એમ ધર્મ બે રીતે માનેલો છે. (૨૦) સંજ્ઞાનયોગ ધર્મનું સ્વરૂપ, અને તેની શક્તિ
ज्ञानयोगस्तपः शुद्धमाशंसादोषवर्जितम् ।
अभ्यासातिशयादुक्तं, तद्विमुक्तेः प्रसाधकम् ॥२१॥ શુક્ર-અવિધિરૂપ મળથી રહિત, અને જ્ઞાન તથા સંયમથી પુષ્ટ, આશંસા દોષરહિત-લૈકિક ફળની અભિલાષાથી રહિત, જે તપ તે સંજ્ઞાન યોગ લક્ષણ ધર્મ કહેવાય છે. આ તાપનો ખુબખુબ અભ્યાસ પાડવાથી તે મોક્ષનું કારણ બને છે. [ જેનાથી પુણ્યકર્મનો બંધ થાય એવો જે ધર્મ તે પુણ્યલક્ષણ ધર્મ કહેવાય છે. આ વાત પ્રસિદ્ધ હોવાથી ગ્રંથકાર મૂળમાં જણાવતા નથી. ] (૨૧) શિકા-સમાધાન
धर्मस्तदपि चेत् ? सत्य, किं न बन्धफलः स? यत् ।
आशंसावर्जितोऽन्येऽपि, किं नैवं चेन्न [चेद् ? न ] यत् तथा ॥२२॥ વાદી-તપ એ શું ધર્મ છે? સિદ્ધાન્તકાર-હા, વાદી-પોલક્ષણધર્મ એ પુણ્યકર્મના બંધનો હેતુ કેમ નથી થતો ? સિદ્ધા, આશંસદોષથી રહિત છે માટે, વાદી-દાનાદિ જે ધર્મો છે તે પણ તપની જેમ કર્મબન્ધનના અકારણ કેમ નથી ? સિદ્ધા દાનાદિ ધર્મો આશંસાવજિત નથી (અર્થાત્ તેમાં કાંઈક ફળાદિકની ઈચ્છા રહે છે.) (૨૨)