________________
संक्षिप्त भावार्थ
આસ્તિક–લોકસિદ્ધ વસ્તુ જે તમને માન્ય હોય તો આત્મા પણ લોકસિદ્ધ છે, તો પછી તેને માનવામાં તમને શું હરક્ત છે? અર્થાત્ તમારે નાસ્તિકને પણ આત્મા માનવો જોઈએ. (૩૯)
નાસ્તિક–આત્મા લોકસિદ્ધ કઈ રીતે છે? એવા નાસ્તિકના પ્રશ્નના જવાબમાં જણાવે છે કે – [, નામાનિ જોવે નો સિક્કો, તિરરંથોના
સર્વેષ સમાવશ, વિવિપવિત્ત ૪૦ આસ્તિક–જાતિસ્મરણ જ્ઞાન થતું હોવાથી–પૂર્વ જન્મનું જ્ઞાન થતું હોવાથી આત્મા લોકસિદ્ધ જ છે. જાતિસ્મરણ જ્ઞાનને રોકનાર કર્મ છે. તે જેને ક્ષય થયું હોય તેને જ જાતિસ્મરણ જ્ઞાન થાય, પરંતુ સકલ જીને તે થઈ શક્યું નથી. (૪૦) સકલ જીવોને જાતિસ્મરણ જ્ઞાન કેમ થતું નથી, તેનું સ્પષ્ટીકરણ –
लोकेऽपि नैकतः स्थानादागतानां तथेक्ष्यते।
अविशेषेण सर्वेषामनुभूतार्थसंस्मृतिः॥४१॥ લોકને વિષે પણ એક સ્થળેથી આવેલા જીવોમાં તેવી રીતે જોઈ શકાતું નથી. અર્થાત્ સર્વને અનુભવેલી સમસ્ત વસ્તુનું સરખી રીતે સ્મરણ થતું નથી. આનું કારણ એ છે કે-જેને જેટલે અંશે કર્મરૂપી આવરણનો વિગમ હોય તેટલે અંશે તે જાણું શકે છે. વિવહળ ચિત્તવાળાને સર્વથા વિગમ જ નથી, માટે તે જાણી શકતો નથી. આજ રીતે જેને જાતિસ્મરણ જ્ઞાનના રોધક કર્મનો વિગમ થયેલ હોય તેને જ જાતિસ્મરણ જ્ઞાન હોઈ શકે, પરંતુ સર્વ જીવોને નહીં. (૪૧) આત્મા લોકસિદ્ધ છે, એ જ વાતમાં વિશેષ પુરાવો આપે છે –
दिव्यदर्शनतश्चैव, तच्छिष्टाव्यभिचारतः।
पितृकर्मादिसिद्धेश्व, हन्त ! नात्माऽप्यलौकिकः ॥ ४२ ॥ મ–વિશેષના પ્રયોગથી સુપાત્ર વ્યક્તિમાં ઉતારેલ દિવ્ય વ્યક્તિનું દર્શન થવાથી, અને તેણે કહેલી વસ્તુ સાચી પડતી હોવાથી, તથા મરણ પામેલા પૂર્વજ વગેરેની આરાધના કરવાથી ઈષ્ટ ફળની સિદ્ધિ થતી હોવાથી, ખરેખર આત્મા લોકસિદ્ધ જ છે. (૨)