________________
- २३४
संक्षिप्त भावार्थ એવી રીતે માને છતે ઘટાદિકને પણ વ્યક્ત ચૈતન્ય હોવાથી તેમાં અને અને જીવમાં કશી ભિન્નતા રહેશે નહીં; અને આ વસ્તુ પ્રત્યક્ષ પ્રમાણથી આધિત છે, માટે માની શકાય નહીં. (પર)
अथ भिन्नस्वभावानि, भूतान्येव यतस्ततः ।
तत्संघातेषु चैतन्यं, न सर्वेष्वेतदप्यसत् ॥५३॥ નાસ્તિક-શરીરના આરંભક જે ભૂતો તે ઘટાદિકના આરંભક ભૂતોથી ભિન્ન સ્વભાવવાળા છે, માટે શરીરના આરંભક ભૂત સમુદાયમાં ચૈતન્ય છે, પરંતુ ઘટાદિકના આરંભક ભૂત સમુદાયમાં ચૈતન્ય નથી. આવું જે નાસ્તિકનું કથન તે વ્યાજબી નથી. (૫૩) શાથી વ્યાજબી નથી, તેમાં આસ્તિક કારણ જણાવે છે
स्वभावो भूतमात्रत्वे, सति न्यायान भिद्यते ।
विशेषणं विना यस्मान्न तुल्यानां विशिष्टता ॥५४॥ ભૂતપણું સર્વમાં સમાન છે, અને ભૂતથી અતિરિક્ત કોઈ ભેદક નથી; તો પછી સ્વભાવ ભેદ હોઈ શકે નહીં. કારણ કે–સજાતીય વસ્તુને વિશેષણ સિવાય-ભેદક ધર્મ સિવાય ભેદ હોઈ શકતો નથી. (૫૪)
ઘટાદિકના આરંભક ભૂત અને શરીરના આરંભક જે ભૂત, તેનો પરસ્પર સ્વરૂપથીજ ભેદ છે. આવી જે નાસ્તિકની માન્યતા તે વ્યાજબી નથી એજ વાત જણાવે છે–
स्वरूपमात्रभेदे च, भेदो भूतेतरात्मकः ।
अन्यभेदकभावे तु, स एवात्मा प्रसज्यते ॥ ५५ ॥ સામાન્યતઃ સ્વરૂપનો જ ભેદ છે એમ જો માને તો આ ભેદ પદાર્થ ભૂતથી જુદો માનવો પડશે, અને તે ચાર ભૂતમાં સમાવેશ નહીં પામતો હોવાથી જુદો આત્મસ્વરૂપ માનવો પડશે.
કદાચ એમ કહેવામાં આવે કે–આત્મા સિવાયની અન્ય વસ્તુ ભેદનું કારણ છે, તો એ અન્ય વસ્તુ પણ આત્માનું જ તમે રૂપાન્તર આપેલું છે. અર્થાત્ આત્મા માનવો પડશે. (૫૫)
કાર્યને ભેદથી જ ભૂતનો સ્વભાવ ભેદ છે. આવી માન્યતા નાસ્તિક જણાવે છે –