________________
२४७
संक्षिप्त भावार्थ જેને અદષ્ટ કહેવામાં આવે છે એવી શક્તિ સર્વદા વિદ્યમાન જ છે, પરંતુ દાનાદિક ક્રિયાથી અભિવ્યક્ત-પ્રગટ થઈ ફળ આપે છે.
ખંડન–માત્ર આત્મામાં રહેલી અર્થાત આવરણ વિનાની જે શક્તિ તેની અભિવ્યક્તિ હોઈ શકતી નથી. અર્થાત્ અભિવ્યક્તિ-પ્રગટતા, એટલે આવરણની નિવૃત્તિ. હવે આવરણ કોઈ પણ માનવામાં ન આવે તો આવરણના વિગમ રૂપ અભિવ્યક્તિ-પ્રગટતા ઘટી શક્તિ નથી. (૯૯) આજ વાતને સ્પષ્ટ કરે છે–
तदन्यावरणाभावाद्, भावे वाऽस्यैव कर्मता।
तन्निराकरणाद् व्यक्तिरिति तद्भेदसंस्थितिः ॥ १० ॥ શક્તિને અન્ય કોઈ પણ આવરણ નહીં હોવાથી, આવરણની નિવૃત્તિપ અભિવ્યક્તિ પ્રગટતા સંભવી શકતી નથી. કદાચ બીજું આવરણ માનવામાં આવે તો તેને જ સ્પષ્ટ કર્મપણું સિદ્ધ થઈ ગયું.
તે આવરણના નિરાકરણથી શક્તિની અભિવ્યક્તિ થાય છે. આ રીતે શક્તિ અને આત્માથી કર્મ પૃથર્ છે એ વસ્તુ સિદ્ધ થાય છે. (૧૦૦)
કર્મ કેવલ પાપપ જ માનવું, પરંતુ પુણ્ય અને પાપ એમ બે રીતે ન માનવું. આવો પરનો અભિપ્રાય જણાવી, તેનું ખંડન કરે છે–
पापं तद्भिन्नमेवास्तु, क्रियान्तरनिबन्धनम् ।
एवमिष्टक्रियाजन्यं, पुण्यं किमिति नेष्यते? ॥ १०१ ॥ અશુભક્રિયા જન્ય પાપકર્મ જ પૃથહે” હે વાદી ? આવી તારી 'માન્યતા વ્યાજબી નથી. જેમ અશુભક્રિયા જન્ય પાપકર્મ માને છે તેમ શુભક્રિયાજન્ય પુણ્યકર્મ પણ માનવું જોઈએ. તે માનવામાં શું તને વાંધો આવે છે? (૧૦૧)
કર્મ વાસનારૂપ છે એવી માન્યતા પણ વ્યાજબી નથી, એ વાતને જણાવે છે –
वासनाऽप्यन्यसम्बन्धं, विना नैवोपपद्यते ।
पुष्पादिगन्धवैकल्ये, तिलादौ नेष्यते यतः ॥ १०२॥ વાસના પણ આત્મા અને જ્ઞાનથી અતિરિક્ત વસ્તુના સમ્બન્ધ સિવાય કોઈ પણ રીતે ઘટી શકતી નથી. તલમાં સુગંધની વાસના ક્યારે આવે છે