________________
संक्षित भावार्थ
२४९ ઉપરોક્ત કારણથી આત્માથી ભિન્ન વિવિધ પ્રકારવાળું આત્માની સાથે સમ્બન્ધ ધરાવનારું, આત્માની શક્તિ વગેરેનું સાધક, અદષ્ટસંજ્ઞક કર્મ અવશ્ય માનવું જોઈએ. (૧૦૬). કર્મના પર્યાય
अदृष्टं कर्म संस्कारः, पुण्यापुण्ये शुभाशुभे ।
धर्माधौं तथा पाशः, पर्यायास्तस्य कीर्तिताः॥ १०७ ॥ આને વૈશેષિકો અને યાયિકો “અષ્ટ, જૈનો ‘કર્મ, બોદ્ધો “સંસ્કાર, વેદાન્તિઓ “પુણ્ય–પાપ”, જ્યોતિવિદો “શુભઅશુભ, સાંખ્યો ધર્મ-અધર્મ અને શેવો “પાશ” કહે છે. માટે આ સર્વે શબ્દો પરસ્પર એકાઈક છે. (૧૦૭)
हेतवोऽस्य समाख्याताः, पूर्व हिंसानृतादयः ।
तद्वान् संयुज्यते तेन, विचित्रफलदायिना ॥ १०८ ॥ આ કર્મના કારણભૂત હિંસા વગેરે પૂર્વે પ્રતિપાદન કરેલ છે. આ હિંસાદિકથી યુક્ત આત્મા વિચિત્રફળદાયક તે કર્મની સાથે જોડાય છે. (૧૦૮)
* नैवं दृष्टेष्टबाधा यत्, सिद्धिश्चास्यानिवारिता ।
तदेनमेव विद्वांसस्तत्ववादं प्रचक्षते ॥ १०९॥ ઉક્ત પ્રકારે આત્માની સાથે કર્મનો સમ્બન્ધ સ્વીકારવામાં કોઈ પણ દષ્ટ કે ઈષ્ટ વસ્તુનો વિરોધ આવતો નથી. અર્થાત્ કર્મ પગલિક છે
છતાં પણ આત્માને બ્રાહ્મી અને મદિરાની જેમ અનુગ્રહ અને ઉપઘાત - કરી શકે છે. જે કારણથી આ કર્મની સિદ્ધિ કોઈથી પણ રોકી શકાય તેવી નથી. તેથી કરીને વિદ્વાન કર્મવાદને પરમાર્થવાદ કહે છે. (૧૯) ___ लोकायतमतं प्रायिं पापौघकारणम् ।
इत्थं तत्त्वविलोमं यत् , तन्न ज्ञानविवर्धनम् ॥ ११० ॥ બુદ્ધિમાનોએ સમજવું જોઈએ કે-નાસ્તિકનો મત અનેક પાપોનું કારણ છે, કારણકે-તે તત્ત્વથી પ્રતિકૂળ અને અજ્ઞાનને વધાનાર છે. (૧૧૦)
इन्द्रप्रतारणायेदं, चक्रे किल बृहस्पतिः। अदोऽपि युक्तिशून्य यनेत्थमिन्द्रः प्रतार्यते ॥ १११ ॥