________________
संक्षिप्त भावार्थ
२३३ મૂર્ત એવા પરમાણુ સમુદાયથી સ્થૂલત્વ ભિન્ન નથી, તેથી કરીને પરમાણુને જ કથંચિત્ એકત્વ પરિણામ તેજ સ્થૂલત્વ છે; આ બાબતમાં કોઈ પણ પ્રમાણનો વિરોધ આવતો નથી.
સારાંશ એ થયો કે–પરમાણુનો જ કથંચિત્ એકત્વ પરિણામ એજ સ્થૂલત્વ છે, તો પરિણામી જે પરમાણુ દ્રવ્ય તે સ્વરૂપે સ્થૂલત્વ પણ પ્રથમ હતું જ, પણ ન હતું અને ઉત્પન્ન થાય છે એમ નહીં જ. (૪૯)
भेदे तददलं यस्मात् , कथं सद्भावमश्नुते ।
तदभावेऽपि तद्भावे, सदा सर्वत्र वा भवेत् ॥५०॥ પરમાણુથી સ્થૂલત્વને એકાન્ત ભિન્ન માને છતે, તે ઉપાદાન કારણથી રહિત થઈ જશે; અને દ્રવ્યથી એકાન્ત ભિન્ન જે હોય તે અસદ્દ હોય છે, તે áત્વ પણ અસદ્ થવાથી સવ્યવહારને કઈ રીતે પામી શકશે?
કદાચ એમ માનવામાં આવે કે–ઉપાદાન કારણ નથી છતાં પણ સ્થૂલત્વ ઉત્પન્ન થાય છે તો હમેશાં દરેક સ્થળે સ્થૂલત્વની ઉત્પત્તિ થવી જોઈએ. આ રીતે થતું નથી, માટે પરમાણુ અને સ્થૂલત્વનો એકાન્ત ભેદ માની શકાય નહીં. (૫૦).
જેમ પરમાણુમાં દ્રવ્યરૂપે પ્રત્યેક અવસ્થામાં વિદ્યમાન સ્થલત્વ છે, તે સમુદિત અવસ્થામાં ઉત્પન્ન થાય છે; તેમ ચૈતન્ય પણ ભૂતને વિષે પ્રત્યેક અવસ્થામાં વિદ્યમાન જ છે, અને તે સમુદિત અવસ્થામાં ઉત્પન્ન થાય છે. આ રીતે માનવામાં અમને ચાર્વાકને તો ઇષ્ટસિદ્ધિ જ છે. આવી નાસ્તિકની શંકાનું નિરાકરણ કરે છે –
न चैवं भूतसंघातमात्रं चैतन्यमिष्यते ।
अविशेषेण सर्वत्र, तद्वत् तद्भावसंगतेः ॥५१॥ ભૂતસમુદાયથી અભિન્ન ચૈતન્ય છે એમ નાસ્તિકથી માની શકાય તેમ નથી, કારણ કે-ઘટ અને શરીર વગેરે સર્વ સ્થળે ભૂત સંઘાતપણું સમાન હોવાથી ભૂતસંઘાતની જેમ વ્યક્ત ચૈતન્યને પ્રસ આવી જશે. (૫૧)
एवं सति घटादीनां, व्यक्तचैतन्यभावतः । पुरुषान विशेषः स्यात् , स च प्रत्यक्षबाधितः ॥५२॥