________________
२३२
संक्षिप्त भावार्थ અતિપ્રસંગ દોષની ઘટના–
पञ्चमस्यापि भूतस्य, तेभ्योऽसत्वाविशेषतः।
भवेदुत्पत्तिरेवं च, तत्त्वसंख्या न युज्यते ॥ ४७ ॥ અસની પણ જો ઉત્પત્તિ થતી હોય તે નાસ્તિક મતમાં પંચમભૂત વગેરે અસત્ છે, માટે તેની પણ ઉત્પત્તિ થવી જોઈએ; અને થાય તો તત્વની ચાર સંખ્યા રહી શકશે નહિં. (૪૭) નાસ્તિકની શંકા અને તેનું સમાધાન
तजननस्वभावा नेत्यन्त्र मानं न विद्यते ।
स्थूलत्वोत्पाद इष्टश्चेत्, तत्सद्भावेऽप्यसौ समः ॥ ४॥ નાસ્તિક–અસત્ જે પંચમભૂત તેને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા પરમાણુ નથી, માટે એનાથી અસત્ જે પંચમભૂત તે ઉત્પન્ન થઈ શકે નહીં.
આસ્તિક-પરમાણુ અસત્ ચૈતન્યને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા છે, અને અસત પંચમભૂતને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા નથી. આવી માન્યતામાં કોઈપણ જાતનું પ્રમાણ નથી. અર્થાત્ કપોલકલ્પના છે.
નાસ્તિક–મિલિત પરમાણુમાં સ્થૂલત્વની ઉત્પત્તિ તમારે આસ્તિકોને પણ ઈષ્ટ છે, તે આ બાબતમાં અમો એમ કહીએ છીએ કે-જે વસ્તુ ઉત્તરકાળમાં દેખાતી હોય તે પૂર્વકાળમાં ભલે ન હોય, છતાં પણ તેને ઉત્પન્ન કરવાનો સ્વભાવ છે; માટે ચૈતન્યની ઉત્પત્તિ થશે અને અસત પંચમભૂતની ઉત્પત્તિ થઈ શકશે નહિં.
આસ્તિક–મિલિત પરમાણુમાં સ્થલત્વ જે ઉત્પન્ન થાય છે તે પ્રત્યેક પરમાણુમાં કથંચિત છે જ, માટે સદ્ છે તેજ ઉત્પન્ન થાય છે. હવે ચૈતન્યને પણ તે રીતે માનો તો પ્રત્યેક ભૂતમાં પણ ચૈતન્ય માનવું પડશે; અને પ્રત્યેકમાં નથી એમ માને તે સમુદાયમાં પણ ઉત્પન્ન થઈ શકશે નહીં. (૪૮) પરમાણુમાં સ્થલત્વની ઘટના–
न च मूर्ताणुसंघातभिन्नं स्थूलत्वमित्यदः । तेषामेव तथाभावो, न्याय्यं मानाविरोधतः ॥४९॥