________________
संक्षिप्त भावार्थ
२३५
हवि-गुंड-कणिकादिद्रव्यसंघातजान्यपि ।
यथा मिन्नस्वभावानि, खाद्यकानि तथेति चेत् ? ॥५६॥ ઘી ગોળ લોટ વગેરે દ્રવ્યના સમુદાયથી ઉત્પન્ન થયેલા પણ ખાદ્ય પદાર્થો જેમ ભિન્ન સ્વભાવવાળા થાય છે. તેવી રીતે ભૂતના સમુદાયથી ઉત્પન્ન થયેલા શરીરો પણ ચૈતન્ય લક્ષણ કાર્યના ભેદથી ઘટાદિકથી ભિન્ન સ્વભાવવાળા છે. આવી નાસ્તિકની જે માન્યતા તે વ્યાજબી નથી. (૫૬) શાથી વ્યાજબી નથી ? તેનું કારણ જણાવે છે–
व्यक्तिमात्रत एवैषां, ननु भिक्षस्वभावता ।
रस-वीर्यविपाकादिकार्यभेदो न विद्यते ॥५७॥ વ્યક્તિમાત્રથી જ ખાદ્ય પદાર્થની ભિન્નતા છે, પરંતુ રસાદિકથી ભિન્નતા નથી માટે ચૈતન્યરૂપ જે વિલક્ષણ કાર્ય તે હેતુભૂત આત્માને સિદ્ધ કરે છે. (૫૭) નાસ્તિકની શડ્ડા
तदात्मकत्वमात्रत्वे, संस्थानादिविलक्षणा ।
यथेयमस्ति भूतानां, तथा सापि कथं न चेत् ? ॥५८॥ ખાદ્યપદાર્થને ઘી ગોળ લોટ વગેરેનું સમુદાયપણું ભલે હોય ? છતાં પણ સંસ્થાન અને પરિણામાદિથી ભિન્નસ્વભાવતા જેવી રીતે દેખાય છે. તેવી રીતે ભૂતકાર્ય જે દેહ અને ઘટાદિ તેને ચૈતન્ય અને અચૈતન્યરૂપ ભિન્ન સ્વભાવતા પણ કેમ ન હોઈ શકે ? અર્થાત્ હેઈ શકે છે. (૫૮) ઉપર જણાવેલ હકીક્ત વ્યાજબી નથી, કારણ કે –
कञभावात् तथा देश - कालभेदाद्ययोगतः।
न चासिद्धमदो भूतमात्रत्वे तदसम्भवात् ॥५९॥ ખાદ્ય પદાર્થનો અતિરિક્ત કર્યા છે, તેને દેશભેદ અને કાળભેદનો યોગ છે. તેવી રીતે શરીરને ભૂતથી અતિરિક્ત કોઈ કર્તા નથી, તેમ ભૂતથી અતિરિક્ત દેશભેદ અને કાળભેદનો ચોગ નથી; કારણ કે વિશ્વને ભૂતમાત્ર માનનારના મતમાં આ વસ્તુ સંભવી શક્તિ નથી. (૫૯) આ જ વાતને આસ્તિક સ્પષ્ટ કરે છે
तथा च भूतमात्रत्वे, न तत्संघातभेदयोः । भेदकाभावतो भेदो, युक्तः सम्यग् विचिन्त्यताम् ॥६॥