________________
२३८
संक्षिप्त भावार्थ
પરંતુ ભૂતસિવાય અન્ય કોઈ વસ્તુને લઈને છે એમ માનવું પડશે. આમ માનવા જતાં ભૂતસિવાયની આત્મા નામની વસ્તુ છે એ સિદ્ધ થઈ જશે. (૭)
न प्राणादिरसौ मानं, किं तद्भावेऽपि तुल्यता।
तदभावादभावश्चेदात्माभावे न का प्रमा ॥६८॥ નાસ્તિકની શંકા
મૃતદેહમાં પ્રાણવાયુનો અભાવ હોવાથી ચૈતન્ય નથી એમ નહીં, પરંતુ આત્માનો અભાવ હોવાથી ચૈતન્ય નથી. આવી આસ્તિકની જે માન્યતા, તેમાં શું પ્રમાણ છે? અર્થાત્ પ્રમાણ નથી, પરંતુ પ્રાણવાયુનો અભાવ તે જ એમાં કારણ છે.
આસ્તિકનો જવાબ– પ્રાણવાયુના અભાવથી ચૈતન્યનો અભાવ છે, પણ આત્માના અભાવથી તેને અભાવ છે એમ નહીં. આવી નાસ્તિકની માન્યતામાં શું પ્રમાણ છે? અર્થાત્ કોઈ પણ પ્રમાણ નથી. (૬૮)
तेन तद्भावभावित्वं, न भूयो नलिकादिना। ' ___सम्पादितेऽप्यतत्सिद्धः, सोऽन्य एवेति चेन्न तत् ॥६९॥
નાસ્તિક–પ્રાણવાયુ હોય ત્યારે ચૈતન્ય હોય છે, અને પ્રાણવાયુ ન હોય ત્યારે ચૈતન્ય નથી; માટે ચૈતન્યની સાથે પ્રાણવાયુને અન્વય વ્યતિરેક હોવાથી ચૈતન્ય પ્રત્યે પ્રાણવાયુ કારણ છે.
આસ્તિક–પ્રાણવાયુ જ્યારે હોય ત્યારે ચૈતન્ય હેય જ' એવો નિયમ જ હોઈ શકતો નથી, કારણ કે–મૃતદેહની અંદર નળીથી–પંપથી પ્રાણવાયુ પૂર્યો હોય છે, છતાં પણ ચૈતન્ય દેખાતું નથી.
કદાચ નાસ્તિક એમ કહે કે-નલિકાથી પૂરેલો જે વાયુ તે પ્રાણવાયુ જ નથી, તો તેનું સમાધાન નીચેના કથી કરે છે. (૬૯)
वायुसामान्यसंसिद्धेस्तत्स्वभावः स नेति चेत् ?।। __ अत्रापि न प्रमाणं वश्चैतन्योत्पत्तिरेव चेत् ? ॥ ७० ॥ નલિકાથી પ્રવેશ કરાએલો વાયુ વાયુ છે, એ વાતને નાસ્તિકને પણ માન્ય છે. આ વાયુ હૃદયગત થવાથી પ્રાણવાયુ કહેવાય છે.
નાસ્તિક–નલિકાથી પ્રવેશ કરાએલો વાયુ ચૈતન્યને ઉત્પન્ન કરવાના સ્વભાવવાળો નથી.