________________
संक्षिप्त भावार्थ અનુભવમાં આવે છે. આ રીતે જે ન માનીએ તો ભૂતમાત્ર જન્ય પણું તે દરેકમાં સરખું છે, અને અન્ય કોઈ કારણ નથી, માટે પાષાણદિકની વિચિત્રતાનો અપલોપ થઈ જશે. (૬૩)
પાષાણાદિકની વિચિત્રતા અદ્રષ્ટાદિથી જન્ય છે, એ હકીકત આબાલ ગોપાલના અનુભવમાં આવતી નથી, તો તેને લોકસિદ્ધ કઈ રીતે માનવી ? આવી શકાનું સમાધાન કરે છે– "
न चेह लौकिको मार्गः, स्थितोऽस्मामिर्विचार्यते।
किन्त्वयं युज्यते केति त्वनीतौ चोक्तवा सः ॥६॥ ગતાનુગતિક દુનિયાએ શું માનેલ છે એ અમારે જોવાનું નથી, પરંતુ આ વસ્તુ–પાષાણાદિકની વિચિત્રતા ક્યા દર્શનમાં યુક્તિ સંગત થઈ શકે છે તે વસ્તુ વિચારવાની છે. ભૂતમાત્રવાદી ચાકમતમાં પાષાણાદિકની વિચિત્રતા કોઈપણ યુક્તિથી ઘટી શકે તેવી નથી. (૬૪)
मृतदेहे च चैतन्यमुपलभ्येत सर्वदा ।
देहधर्मादिभावेन, तब धर्मादि नान्यथा ॥६५॥ જીવન્ત શરીરમાં શરીરનો ધર્મ અને શરીરનું કાર્ય હોવાથી ચૈતન્ય જેમ જણાય છે તેમ મૃત દેહમાં પણ ચૈતન્ય જણાવવું જોઈએ; અન્યથા ચૈતન્ય શરીરનો ધર્મ કે કાર્ય હોઈ શકે નહિં. (૫)
જે જેનો ધર્મ અથવા કાર્ય હોય તે તેના સર્ભાવમાં જરૂર હોય છે, આ નિયમ જ સંભવી શકતો નથી. એવી શંકા કરીને તેનું સમાધાન કરે છે–
न च लावण्य-कार्कश्य-श्यामत्वैर्व्यभिचारिता ।
मृतदेहेऽपि सदावादध्यक्षेणैव संगतेः ॥६६॥ લાવણ્ય કાર્લક્ષ્ય (કર્કશતા) અને શ્યામતા એ શરીરના ધર્મ છે, છતાં મૃતદેહમાં તે દેખતા નથી; માટે ઉપરનો નિયમ વિસંવાદી (વ્યભિચારી) છે એવી શંકા કરવી નહીં, કારણ કે-મૃતદેહમાં પણ અંશતઃ લાવણ્યાદિકનું પ્રત્યક્ષ થાય છે. (૬૬)
न चेल्लावण्यसद्भावो, न स तन्मात्रहेतुकः ।
अत एवान्यसद्भावादस्त्यात्मेति व्यवस्थितम् ॥ ६७॥ કદાચ એમ કહેવામાં આવે કે-મૃતદેહમાં લાવણ્ય નથી, તો એના જવાબમાં જણાવવાનું કે-દેહમાત્ર નિમિત્તક જ લાવણ્ય થઈ શકશે નહીં;