________________
૨૪૪
संक्षिप्त भावार्थ
- ઉપરોક્ત કારણથી દરેક જીવને આ આત્મા પ્રત્યક્ષ પ્રમાણથી-અનુભવથી . સિદ્ધ છે. “સ્વયજ્યોતિ સ્વરૂપ આત્મા સર્વદા છે એ રીતે વેદને વિષે પણ કથન કરાય છે.
આ રીતે ચાર્વાકમતનું–નાસ્તિક મતનું નિરસન સપૂર્ણ થયું. (૮૭) પૂર્વે બતાવેલી યુક્તિઓથી આત્મા શરીરથી ભિન્ન છે એ વસ્તુસિદ્ધ થઈ પરંતુ આ આત્મા કિલષ્ટ મન સ્વરૂપ છે એમ બૌદ્ધ મતાવલંબીઓ માને છે. એ વાત પ્રસંગોપાત જણાવે છે –
અત્ર િવચન, તાઃ કૃતવૃદ્ધયઃ
क्लिष्टं मनोऽस्ति यन्नित्यं, तद् यथोक्तात्मलक्षणम् ॥ ८॥ આ આત્મવિચારની અંદર પણ ચાર્વાકની અપેક્ષા એ પરિણત બુદ્ધિવાળા કેટલાએક બૌદ્ધો કહે છે કે-રાગદ્વેષાદિકથી કલુષિત જે નિત્ય મન તેજ પૂર્વોક્ત આત્મનું લક્ષણ છે. (૮૮) - મનની અંદર જણાવેલું નિત્યત્વ શું છે? એ વાતને વિકલ્પીને ઉક્ત બૌદ્ધમતનું નિરસન કરે છે
यदि नित्यं तदात्मैव, संज्ञाभेदोऽत्र केवलम् ।
___ अथानित्यं ततश्चेदं, न यथोक्तात्मलक्षणम् ॥ ८९॥ - નિત્યત્વે બે રીતે કલ્પી શકાય. (૧) પ્રથમ–સ્વરૂપથી અવિચલિતપણું (૨) બીજું ક્ષણિક સંતતિના પ્રવાહમાં અંતર્ગતપણું. હવે આ બેની અંદર પ્રથમ નિત્યપણું જે માનતા હે તે વસ્તુતઃ તે નિત્ય આત્મા જ છે; માત્ર નામભેદ જ છે. બીજા પ્રકારનું નિત્યપણું જો માનતા હે તો વસ્તુતઃ મન અનિત્ય થઈ ગયું, અને અનિત્ય મન વાસ્તવિક આત્માનું લક્ષણ હોઈ શકતું નથી. (૮૯) આત્માનું વાસ્તવિક લક્ષણ બતાવે છે–
यः कर्ता कर्मभेदानां, भोक्ता कर्मफलस्य च ।
સંત પરિનિર્વતા, સાતમા નાચક્ષણ: ૧૦ | જે વિવિધ કર્મનો કર્તા હોય, તે તે કર્મના ફળનો ભોક્તા હોય, તદનુસાર ચારગતિમાં પરિભ્રમણ કરનાર હોય, અને સાધન પામી તે કર્મથી છૂટો થનાર હોય તે જ આત્મા કહેવામાં આવે છે. આ સિવાય આત્માનું અન્ય લક્ષણ હોઈ શકતું નથી. (૯૦)