________________
संक्षिप्त भावार्थ
२३१
અહીં સુધીના ગ્રંથમાં ચૈતન્ય ભૂતનો સ્વભાવ હોઈ શકે નહિં, એ વાતને ગ્રંથકારે સ્પષ્ટ કરી દીધી.
હવે ચૈતન્ય ભૂતનું કાર્ય પણ નથી, એ વાતને જણાવે છેकाठिन्याबोधरूपाणि भूतान्यध्यक्षसिद्धितः ।
ચેતના તુ ન તકૂપા, સા થં તારું મવેત્ ॥ ૪રૂ ॥
પૃથ્વી વગેરે ભૂતો કઠિન અને જડસ્વભાવવાળા છે, એ વાત પ્રત્યક્ષસિદ્ધ છે; તો પછી જડસ્વરૂપથી વિપરીત સ્વભાવવાળું જે ચૈતન્ય તે ભૂતનું કાર્ય કઈ રીતે હોઈ શકે ? અર્થાત્ ન હોઈ શકે. (૪૩) प्रत्येकमसती तेषु, न च स्याद् रेणु तैलवत् ।
સતી ચેબ્રુવમ્મેત, મિન્નવેષુ સર્વદા ॥ ૪૪ ॥
ચૈતન્ય પ્રત્યેક પ્રત્યેક ભૂતમાં છે કે નહીં? જો નથી, તો તેના સમ્મુદાયમાં પણ હોઇ શકે નહિં; જેમ એક રેતીના કણમાં તેલ નથી તો તેના સમુદાયમાંથી પણ તેલ નીકળી શકતું નથી.
પ્રત્યેકમાં પણ ચૈતન્ય છે, એમ જો કહેતા હોય તો ગમે તે અવસ્થામાં રહેલા ભૂતની અંદર તે દેખાવવું જોઈ એ. (૪૪)
નાસ્તિકની શંકા—
असत् स्थूलत्वमण्वादौ, घटादौ दृश्यते यथा । તથાડઘેવ ભૂતેષુ, ચેતનાડીતિ ચેમ્મતિઃ ॥ ૪૬ ॥
જેમ પ્રત્યેક પરમાણુમાં સ્થૂલત્વ-મહત્ પરિમાણુ નથી, છતાં સમુદિત થયેલા પરમાણુ પુંજરૂપ ઘટાદિકમાં તે દેખાય છે; તેવી રીતે પ્રત્યેક ભૂતમાં ચૈતન્ય નથી, છતાં પણ તત્સમુદાયરૂપ દેહમાં તે હોઈ શકે છે.
આવી નાસ્તિકની જે વિચારણા તેનો હવે નીચેના શ્લોકથી જવામ આપે છે. (૪૫)
नासत् स्थूलत्वमण्वादौ, तेभ्य एव तदुद्भवात् । અસતત્તસમુપાવો, ન ચુક્ત્તોડઽતિપ્રસન્નત્તઃ ॥ ૨૬ ॥
પ્રત્યેક પરમાણમાં સ્થૂલત્વ નથી જ એમ નહિં ( અર્થાત્ છે), અને તેથીજ આગળ વસ્તુમાં તે ઉત્પન્ન થાય છે. કદાચ એમ માનવામાં આવે કે—પ્રત્યેક પરમાણુમાં અસત્ જ હતું ( અર્થાત્ ન હતું) અને ઘટાદિકમાં ઉત્પન્ન થયું; આ રીતે જો માનીએ તો અતિપ્રસંગ આવી જશે. (૪૬)