________________
संक्षिप्त भावार्थ
२२९ પ્રતિબંધક થઈ શકે છે. એ નિયમને અનુસારે ઉપર જણાવેલા પરિણામના અભાવના અભાવને કારણે માનીએ તો જ પરિણામના અભાવને પ્રતિબંધકપણું હોઈ શકે. આની અપેક્ષાએ પરિણામને જ ચૈતન્યનો વ્યંજક માનવો. એમાં જ લાઘવ હોવાથી પરિણામને જ વ્યજકપણું કારણ પણું માનવું પડશે. (૩૭)
શરીરાકાર જે પરિણામ તેને ચિતન્યનો અભિવ્યંજક અમે માનીએ છીએ. એ તો અમારે ઈષ્ટ જ છે. આવું સમાધાન કદાચ નાસ્તિક કરે તો તેને જવાબ આપે છે–
न चासौ भूतभिन्नो यत् , ततो व्यक्तिः सदा भवेत् ।
भेदे त्वधिकभावेन, तत्त्वसङ्ख्या न युज्यते ॥ ३८॥ આ દેહાકાર પરિણામ ભૂતથી ભિન્ન છે કે અભિન્ન છે? જે ભૂતથી અભિન્ન માનીએ તે ભૂત કાયમ છે, મારે પરિણામ પણ કાયમ રહે; અને તેથી કાયમ ચૈતન્યનો સાક્ષાત્કાર થવો જોઈએ. અને ભૂતથી ભિન્ન જે માનીએ તો પણ એક પૃથ> વસ્તુ થઈ માટે તત્ત્વ સંખ્યાનો વિરોધ આવશે. (૩૮)
નાસ્તિક–દેહાકાર જે વિશિષ્ટ પરિણામ તે કાયમ રહેતો નથી, પરંતુ જ્યારે તે પરિણામ હોય છે ત્યારે તે ભૂતથી અભિન્ન છે. આથી સર્વદા આ પરિણામ નહિં રહેતો હોવાથી હમેશાં ચૈતન્યની ઉપલબ્ધિનો પ્રસંગ આવતો નથી, પરંતુ જ્યારે તે પરિણામ હોય ત્યારે ચૈતન્ય જણાય છે. આવું નાસ્તિકનું જે કથન તે પણ યુક્ત નથી. એ જ વાત અહીં જણાવે છે –
स्वकालेऽभिन्न इत्येवं, कालाभावे न सङ्गतम् ।
ઢોસિદ્ધા વાત્મા, દુઃ! નાશ્રીને થ? ૨૨ આસ્તિક–જે કાળમાં પરિણામ છે તે કાળમાં ભૂતથી તે પરિણામ અભિન્ન છે, એમ ક્યારે કહી શકાય કે-કાળ નામની વસ્તુ માનતો હોય તે, કિન્તુ કાળ નામની વસ્તુ નહીં માનનાર નાસ્તિક આ રીતે કહી શકતો નથી.
નાસ્તિક ભલે અમે કાળ નામની વસ્તુ માનતા નથી, પણ લોકસિદ્ધ કાળ નામની વસ્તુ છે; તેને આશ્રય કરીને આ અમારું કથન છે.