Book Title: Shantinath Charitra Gujarati
Author(s): Bhavchandrasuri
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 5
________________ આવેલા વી. આમાં ઘબંધ માત્ર આ એકજ છે. બી બધા પદ્યબંધે છે. એક પ્રાકૃત છે. બીજા બધા સંસ્કૃત છે. આ ચરિત્ર સંસ્કૃત પણ આ સભાએજ છપાવેલું છે. તેમાં બીજા કે ત્રીજા પ્રસ્તાવને અને ભૂલથી કર્તા તરીકે શ્રી અજિતપ્રભસૂરિનું નામ લખાયેલું છે.” આ ચરિત્રમાં પ્રસ્તાવ પાડેલા છે. તેની અંદર પ્રથમ પ્રસ્તાવમાં શ્રી શાંતિનાથજીના પ્રથમ ભવનું-થીણુ રાજાનું ચરિત્ર છે કે જે ભવમાં તે સમકિત પામે છે. આ જીવે પ્રથમ તો અનંતા ભો કરેલા હોય છે, પરંતુ જે ભવમાં સમકિત પામે તે ભવથી ભવની ગણત્રી કરવામાં આવે છે. ગ્રીષેણ રાજા મરણ પાનીને ઉત્તરકુર ક્ષેત્રમાં યુગલિક થાય છે અને ત્યાંથી મરણ પામીને સૌધર્મ દેવકમાં દેવ થાય છે. ચકાયુધ કે જે પ્રભુના પુત્ર અને પ્રથમ ગણધર થાય છે તેનું ચરિત્ર પ્રથમ ભાવમાં શ્રીલેણ રાજાની સાથેથીજ શરૂ થાય છે. બીજા પ્રસ્તાવમાં ચેથા પાંચમા ભવની હકીકત છે, ચોથા ભવમાં અમિતતેજા નામે વિદ્યાધર થાય છે, તે મરણ પામીને દશમા દેવલોકમાં દેવ થાય છે. ત્રીજા પ્રસ્તાવમાં છઠ્ઠા સાતમા ભવની હકીકત છે. છઠ્ઠા ભાવમાં અપરાજિત. નામના બળભદ્ર મહાવિદેહ ક્ષેત્રમાં થાય છે અને તે મરણ પામીને બારમા દેવલોકમાં દેવ થાય છે. ચોથા પ્રસ્તાવમાં આઠમા નવમા ભવની હકીક્ત છે. આઠમા ભાવમાં મંકર જિનના પુત્ર વાયુધ નામે ચક્રી મહાવિદેહમાં થાય છે. તે ભવમાં અવધિજ્ઞાન પ્રાપ્ત થાય છે અને મૃત્યુ પામીને નવમા સૈવેયકમાં અહમિંદ્ર દેવ થાય છે. . .. . . . . . . . . . . . . . . . પાંચમા પ્રસ્તાવમાં દશમા ને અગ્યારમા ભવની હકીકત છે. દશમા ભવમાં ઘનારથ તીર્થકરના મેઘરથ નામે પુત્ર થાય છે. એ ભવમાં ગોતાનું માંસ આપીને પારેવાને બચાવે છે. અવધિનાન થાય છે, ચારિત્ર ગ્રહણ કરે છે, બનીશ સ્થાનકની આરાધના કરીને તીર્થકર નામકર્મ ઉપાર્જન કરે છે અને મરણ પામીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં.દેવ થાય છે. . . . . છા પ્રસ્તાવમાં બારમા ભયનું એટલે શાંતિનાથજીના ભવનું વર્ણન છે. તે ભવમાં ચક્રવર્તીપણું પણ પ્રાપ્ત થાય છે. તેમના દિવિજ્યનું વર્ણન છે. સાથે પાંચ કલ્યાણનું વર્ણન છે. કેવળજ્ઞાન પામ્યા પછીની દેશનામાં બે સ્થા પ્રમાદ ઉપર ને તેર કથા શ્રાવકના બારવ્રત ઉપર ભગવતે કહી છે. (બારમા વ્રત ઉપર બે કથા છે.) રત્નચૂડની કથા વાયુધ ગણધરે કહેલી છે. * * * * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 401