________________
ગર્ભધારણા માટે ચાર ભાવો જરૂરી છે. ત્રિપતું
ગર્ભધારણાની શ્રેષ્ઠ ઋતુ વસંત ઋતુ કહેવાય છે. વસંત ઋતુ એટલે ફાગણ અને ચૈત્ર મહિનો. કારણકે વસંત ઋતુ એ નવસર્જનની ઋતુ છે એ કાળમાં વૃક્ષોને પણ નવા પુષ્પો તેમ જ નવા પલ્લવો આવે છે. વાતાવરણ એકદમ ખુશનુમા થાય છે તથા જીવનમાં પણ એક નવી ચેતનાનો સંચાર થાય છે, માટે જ એક નવા જીવનું સર્જન કરવા માટે આ ઋતુ શ્રેષ્ઠ છે. આ ઉપરાંત આ ઋતુમાં ગર્ભધારણા થવાથી બાળકનો જન્મ માગસર, પોષ કે મહા મહિનામાં થાય છે. આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે આ કાળમાં સ્વાભાવિક રીતે વ્યક્તિનું બળ શ્રેષ્ઠ હોય છે માટે તે મહિનામાં જન્મનારા બાળકનું બળ વધારે હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ૧૨ તીર્થકર ભગવંતોનો જન્મ માગશર- પોષ-મહા મહિનામાં થયો છે.
ક્ષેત્ર
ક્ષેત્ર એટલે ગર્ભાશય, સ્ત્રીના ગર્ભાશયમાં કોઈ જ પ્રકારની વિકૃતિ ન હોવી જોઈએ. નિરોગી ગર્ભાશય નિરોગી સંતાનને જન્મ આપે છે. જો ગર્ભાશયમાં વિકૃતિ હોય તો રોગિષ્ઠ બાળકનો જન્મ થાય છે.જેમ ખેડૂત બીજની વાવણી કરતાં પહેલા ખેતરને સાફ સ્વચ્છ કરે છે પછી જ બીજ વાવે છે. તેવી જ રીતે અહીં પણ પુરૂષ બીજ વાવતા પહેલા ક્ષેત્રરૂપ સ્ત્રીના
ગર્ભાશયની શુદ્ધિ અનિવાર્ય છે.તેથી જ મહાવીર ભગવાનના જન્મવાંચન વખતે જાહેર કરવામાં આવે છે કે “આરોગ્યવાન માતાએ આરોગ્યવાન પુત્રને જન્મ આપ્યો”. તેથી આપણાશાસ્ત્રો એ સંસ્કાર સાથે સાથે આરોગ્યને પણ મહત્વ આપ્યું છે.
BE LIEF
Jale Educator international
For Personal & Private Use Only
www
२६