Book Title: Sanskar Shakti
Author(s): Sanskar Shakti Garbh Sanskaran Kendra
Publisher: Sanskar Shakti Garbh Sanskaran Kendra
View full book text
________________
૩
-
ત્રીજું કાટલું અથવા શુંઠી પાક ,
-
૧શેર = 440gm I સવાશેર = 550gm
દોઢપાશેર = 826gm | તોલો = 12gm આવા પાકોનો આધાર દેશના હવા-પાણીને અનુકૂળ-ફારફેરવાળો ઉપયોગી થઈ પડે છે. માટે સ્થાનિક વૈદ્યની સલાહથી તે પાકના ઔષધો રવીકારવાં વધારે સલાહકાર છે.
સુંઠ દોઢપાશેર(૮૨૬ gm), ગાયનું દૂધ પાંચ શેર (૨૨૦૦gm), ગાયનું તાજું ઘી શેર ૨/ (૧૧૦૦ gm), સ્વદેશી ખાંડ અઢી શેર (૧૧૦૦gm), તજ તોલો ૧/l, તેજબળ તોલો ૧, નાની એલચી તોલા ૨, નાગકેસર તોલો ૧//, જીરું તોલો ૧T, શાહજીરું તોલો ૧, વરીયાળી તોલો ૧ |ી, ધાણા તોલો ૧/, અકલકરો તોલો ૧Tી, જાવંત્રી તોલો ૧, વરધારો તોલો ૧Tી, કમળકાકડીના મીંજ તોલો ૧//, ત્રિફળાં (હરડાં, બહેડાંને આંળાં એ ત્રણે મળી) તોલા ૨, કકોલ તોલો ૧ ||, અજમોદ તોલો ૧, મણકાદ્રાક્ષ તોલા ૩, પીપરીમૂળ તોલો ૧, ચિત્રકમૂળ તોલો ૧, નાગરમોથ તોલો ૧ IT, ખસનો વાળો તોલા ૨, નાગોરી આસગંધ (આસન) તોલા ૨, સુખડ તોલો ૧, કાળું ચંદન તોલો ૧, લવીંગ તોલો ૧T, ધોળીમૂસળી તોલો ૧ |ી, લીંડીપીપર તોલો ૧TI, મરી તોલો ૧ ના, જાયફળ તોલો ૧૫, લઈ ખાંડવા લાયકને ખાંડી ચાલી જુદા જુદા રાખવાં, સુધારવા લાયકને સુધારી રાખવાં. પછી દૂધને કઢાઈમાં નાંખી ઉકાળતાં અડધું થાય કે સુંઠનું ચૂર્ણ ઘીથી કરમાવી તેમાં નાંખી માવો બનાવી ઘી મેળવી કીટી પાડવી. પછી કડાઈને સાફ કરી ખાંડની ચાસણી બનાવી તેમાં દવાઓ અને કીટી બધું નાખી એકજીવ કરી ૧ -૧ || તોલાભારની લાડુડીઓ બનાવવી. બળ, દેશ,કાળ, વય વિચારી સાંજસવાર લાડુડી ખાવી અને તે ઉપર ગાયનું સાકર સહિત ગરમ કરેલું દૂધ પીવું.
દરેક માતાઓએ એકવર્ષમાં સવાશેર સૂંઠ ખાવી જોઇએ કારણકે બાળક એક વર્ષ સુધી માતાના દુધ ઉપર જ નિર્વાહ કરે છે તેથી માતાના દૂધમાં ગયેલી સૂંઠ બાળકના પેટમાં પણ જાય છે અને બાળક બળવાન બને છે તેની રોગપ્રતિકારક શક્તિ ઉત્તમ બને છે. માટે માતાએ એક વર્ષમાં સવાશેર એટલે કે ૫૫૦ગ્રામ સૂંઠ લેવી એટલે કે એક મહિનામાં આશરે ૪૫.૮૩ગ્રામ થશે અર્થાત એક દિવસમાં લગભગ ૧.૫ગ્રામ (દોઢગ્રામ) જેટલી સૂંઠ પ્રસૂતા સ્ત્રીએ દરરોજ ખાવી જોઇએ.(આશરે તે પા ચમચી જેટલું થશે)
પ્રસૂતિ થયેલી સ્ત્રીએ હિતરૂપ આહાર વિહાર કરવો તથા મૈથુન, મહેનત,ક્રોધ ઠંડા વાસી પદાર્થ અને ટાઢનો ત્યાગ કરવો કે જેથી કોઈ વ્યાધિ પેદા થવા પામે નહીં. હંમેશાં પથ્યમાં રહેવું એ સર્વોત્તમ છે.(પ્રમાણ આશરે છે.)
ET-THE
dálrad wat n International
For Personal & Private Use Only
www.ja
૧૧૦

Page Navigation
1 ... 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172