Book Title: Sanskar Shakti
Author(s): Sanskar Shakti Garbh Sanskaran Kendra
Publisher: Sanskar Shakti Garbh Sanskaran Kendra

View full book text
Previous | Next

Page 156
________________ આનંદમય જીવન લાગતું હતું. યોગીનગર શ્રી સંઘમાં નાની વયના બાળકોએ અઢારીયું કર્યું હતું. હું રોજ આ બાળકોના દર્શન કરતી હતી. તેમ જ વરઘોડો તથા ઉપધાનતપની માળ વગેરે પ્રસંગો જોયા હતા. તે વખતે મને ઇચ્છા થતી હતી કે મારું બાળક ક્યારે આ મોક્ષની માળા પહેરશે. મૌન અગિયારશના દિવસે ગુરુભગવંત સાથે ક્રિયા અને સામુહિક દેવવંદન કર્યા હતા. કાર્તિકી પૂનમના દિવસે સામુહિક શત્રુંજયતીર્થની ભાવયાત્રા કરી હતી. ગુરુભગવંતના કહ્યા મુજબ હું રોજ સંકલ્પ કરતી હતી કે મારા બાળકનો જન્મ સુખ-શાંતિથી અને પીડા રહિત થાય.” મારી ડીલીવરીની તારીખ ૨૨-૧૨૦૯ હતી. આઠમા મહિને ડૉક્ટરે મને ચિંતાજનક વાત કરી. મેં ગુરુભગવંતને જણાવ્યું. ત્યારે એમને મને કહ્યું કે “ડૉક્ટર કંઈ ભગવાન છે?' તમે ચિંતા નહિ કરો તમારો સંકલ્પ દઢ રાખો. હું દેરાસરમાં રોજ અલગ-અલગ ક્ષેત્રમાં રૂપિયા મુકતી હતી અને વિચારતી હતી કે મારું બાળક દાનવીર બને. આ સમય દરમિયાન મને જીવો પર દયાભાવ વધારે થતો હતો. ૨૪-૧૧-૦૯ના રોજ ગુરુભગવંતે કહ્યું કે મા. વદ. ૧૦ (પાર્શ્વનાથ ભગવાનનો જન્મકલ્યાણકનો દિવસ) (૧૧-૧૨-૦૯) ના દિવસે તમારા બાળકનો જન્મ સુખ-શાંતિથી થાય એમ સંકલ્પ કરો. હું આ પ્રમાણે મારા બાળકને કહેતી હતી કે, “બેટા, તું પાર્શ્વનાથ ભગવાનના જન્મ કલ્યાણકના દિવસે જન્મ લેજે.” (નવમા મહિને) એક દિવસે મને એવી ઇચ્છા થઈ હતી કે, “મારું બાળક જન્મે ત્યારે જગતમાં ધન-ધાન્યની વૃદ્ધિ થાય, લોકોમાં યશ-કીર્તી વધે, જગતના સર્વ જીવો સુખી થાય.” ગર્ભકાળ દરમિયાન કેવો આહાર લેવો, કેવા વિચાર કરવા, કેવી રીતે કાર્ય કરવું, યોગાઆસાન વગેરે વિશે માહિતી મને ડૉ. અભયે આપી હતી. મારું મન ડગી જતું, પણ તેમણે મારો આત્મવિશ્વાસ વધાર્યો હતો. તેમણે મને ઘણી મદદ કરી હતી. નવમો મહિનો શરૂ થઈ ગયો હતો. હોસ્પિટલ જવાની કોઈપણ તૈયારી કરી ન હતી. કારણકે મને અને મારી મમ્મીને વિશ્વાસ હતો કે જે દિવસનો સંકલ્પ છે તે દિવસ પહેલા કે પછી બાળકનો જન્મ થવાનો જ નથી. મા. વદ ૯ (૧૦-૧૨-૦૯) આ દિવસે મેં અને મારી મમ્મીએ સવારે દેરાસરમાં સાથિયા, ખમાસમણ, કાઉસગ્ગ વગેરે ક્રિયા સાથે કરી હતી. નવકારવાળી બાકી હતી. આજ દિવસે અમે સાંજે ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે કહ્યું કે “હજી થોડા દિવસો સર શકિ For Personal & Private Use Only h International www.jaineella ૧૪૩

Loading...

Page Navigation
1 ... 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172