Book Title: Sanskar Shakti
Author(s): Sanskar Shakti Garbh Sanskaran Kendra
Publisher: Sanskar Shakti Garbh Sanskaran Kendra

View full book text
Previous | Next

Page 164
________________ સંસ્કાર શક્તિ આજકાલના કેટલા પુત્રો પોતાના માતાપિતાની સેવા કરે છે ? કેટલા મિત્રો ઉપર વિશ્વાસ મૂકી શકાય ? કેટલી પત્નીઓ મનને આનંદિત કરે તેવી હોય છે ? આ સવાલ બધાએ પોતાની જાતને પૂછવો જોઈએ. આ સવાલના જવાબ ઉપ૨થી આપણે સુખી છીએ કે દુઃખી તેનો નિર્ણય ક૨વો જોઈએ. જેમ સુગંધિત ફૂલોવાળું એક જ વૃક્ષ સમગ્ર જંગલને મહેકાવી દે છે, તેમ એક જ સુપુત્ર સમગ્ર કુળનું નામ રોશન કરી શકે છે. જેમ એક સૂકા વૃક્ષમાં આગ લાગતાં સમગ્ર જંગલ બળીને ખાખ થઈ જાય છે, તેમ એક કપૂત સમગ્ર કુળનો નાશ કરી શકે છે. જેમ કે એક જ ચન્દ્રમાની ચાંદનીથી કાળી રાત ખીલી ઉઠે છે, તેમ એક જ વિદ્વાન પુત્રથી પરિવારની શોભા ખીલી ઉઠે છે. શોક અને સંતાપ ઉપજાવનારા ઘણા પુત્રોથી કોઈ ફાયદો નથી થતો, પણ કુળનું નામ રોશન કરવા એક જ સંસ્કારી પુત્ર પર્યાપ્ત છે. આવો પુત્ર પ્રાપ્ત કરવા માટે પુત્રોનું યોગ્ય ઘડત૨ ક૨વું જરૂરી બની જાય છે. આ કારણે જ પુત્ર ઉછેરની કળાને સૌથી અઘરી કળા ગણવામાં આવી છે. આજના શ્રીમંત માબાપોએ પોતાની જાતને પ્રશ્ન પૂછવો જોઈએ કે, શું તેઓ પોતાના બાળકોનો તંદુરસ્ત ઉછે૨ કરી રહ્યા છે? જો તેઓ પોતાનાં બાળકોના ઉછે૨ની બાબતમાં બેદરકાર રહેશે તો આ બાળકો મોટાં થતાં તેમને વૃદ્ધાશ્રમમાં ધકેલી દેતા પણ અચકાશે નહીં. ભવિષ્યમાં આવું ન બને તે માટે પણ આજનાં માબાપોએ પોતાના બાળકનાં તંદુરસ્ત ઉછે૨ની બાબતમાં જાગૃત બનવું પડશે. ૧૫૧ International - સુપાર્શ્વ મહેતા (ગુજરાત સમાચારમાં થી સાભાર) For Personal & Private Use Only www.jai ekta E

Loading...

Page Navigation
1 ... 162 163 164 165 166 167 168 169 170 171 172