Book Title: Sanskar Shakti
Author(s): Sanskar Shakti Garbh Sanskaran Kendra
Publisher: Sanskar Shakti Garbh Sanskaran Kendra

View full book text
Previous | Next

Page 165
________________ છે. બાળક બોલતાં શીખે તે પહેલાં પોતાની વાત કહેતું થઈ જાય છે સાવ નાનાં બે બાળકો સાથેના વ્યવહારમાં મોટા ભાગના વડીલો કાલીઘેલી ભાષામાં અને નાના બાળકોને છાજે એવી વાતો કરે છે, પણ નવા અભ્યાક્રમમાં જણાયું છે કે, નાના બાળકો વડીલોની સંકુલ અને અટપટી લાગણીઓ સમજી શકે છે. એટલું જ નહિ તેમને મૂંઝવણમાંથી કેવી રીતે બહાર કાઢવા એ પણ તે જાણે છે. અત્યાર સુધી એવું મનાતું હતું કે, બાળકો બીજાની જરૂરિયાત સમજી શકે એ પ્રકારની માહિતી બે-ત્રણ વર્ષની ઉંમરે બીજાને સમજાવી શકતા હતા, પરંતુ યુરોપના સંશોધકોની ટીમે શોધી કાઢ્યું છે કે એક વર્ષ જેટલી નાની ઉંમર ધરાવતું બાળક પણ તેના માતા-પિતાને ક્યારે મદદની જરૂર છે તે સમજી શકે છે અને તે આંગળી ચીંધવા જેવી શબ્દવિહિન ચેષ્ટાઓ દ્વારા પોતાની લાગણી અભિવ્યક્ત કરી શકે છે. સંશોધકોની ટુકડીના આગેવાન અને “મેક્સ પ્લાન્ક ઇન્સ્ટીટ્યૂટ ઓફ સાયકો લીંગ્વીસ્ટીક્સ'ના પ્રોફેસર ઉલ્ફ લિઝકોવસ્કીઆના મતે, બાળક બોલતું શીખે તે પહેલાંની તેની અભિવ્યક્તિ અને પ્રત્યાયના સાધન તરીકે સીધે સીધું ભાષા શીખતું નહીં હોય. એ પહેલાનો કોઈ પણ તબક્કો હશે જ. આ સંશોધનથી અમારી માન્યતાને સમર્થન મળ્યું છે. - સંશોધક ટીમે ૬૦ બાળકો પર બે પ્રયોગો કરીને આ તારણ કાઢ્યું છે. એક પ્રયોગમાં બાળકોની હાજરીમાં વડીલોને બ્લોક છૂટા પાડવા માટે બેસાડવામાં આવ્યા હતા. એ પ્રક્રિયા દરમિયાન તેમનો એ બ્લોક બાજુ પર પડી ગયો અને તે બ્લોક શોધવા લાગ્યા ત્યારે બોલતા પણ ન આવડતું હોય એવા બાળકે આંગળી ચીંધીને બ્લોક બતાવ્યો. મોટા ભાગના કિસ્સામાં મોટા લોકોથી બાજુ પર પડી ગયેલો બ્લોક સાવ નાના બાળકોએ આંગળી વડે સફળતાપૂર્વક ચીંધી બતાવ્યો, પરંતુ બીજા પ્રયોગમાં જ્યારે વડીલોને ખબર હતી કે બ્લોક કઈ બાજુ પડ્યો છે અને તે બ્લોકને શોધતા ન હતા, ત્યારે બાળકોએ આ બ્લોક તરફ આંગળી ચીંધી નહીં. સંશોધકોએ કહ્યું હતું કે, ‘અમારા અભ્યાસથી એ બાબત સ્પષ્ટ થઈ છે કે બે-ત્રણ વર્ષ કરતાં ઓછી ઉમર ધરાવતા બાળકોમાં પણ સંકુલ પ્રકારની પ્રત્યાયન પ્રક્રિયા-કોગ્નીટીવ કમ્યુનિકેટીવ પ્રોસેસ અસ્તિત્વ ધરાવે છે.” 1912 215212 non internauonal For Personal & Private Use Only ૧૫૨

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172