Book Title: Sanskar Shakti
Author(s): Sanskar Shakti Garbh Sanskaran Kendra
Publisher: Sanskar Shakti Garbh Sanskaran Kendra

View full book text
Previous | Next

Page 162
________________ ગોખણપટ્ટી કરીને પરીક્ષામાં પાસ થઈ જાય છે, પણ તેમનામાં કોઈ આવડત કે આત્મવિશ્વાસ હોતા નથી. બાળકને એવું શિક્ષણ આપવું જોઈએ જેનાથી તેમના જ્ઞાનમાં અને સમજણમાં પણ વૃદ્ધિ થાય. આજના માબાપો સંતાનો પ્રત્યેના અતિ મોહને કારણે તેમને ખૂબ લાડ લડાવે છે અને તેમની અયોગ્ય માંગણીઓ પણ પૂરી કરે છે. આ બાબતમાં માતાપિતાને લાલબત્તી ધરતાં ચાણક્ય કહે છે કે બાળકને વધુ પડતાં લાડ કરવાથી તે બગડી જાય છે. બાળકને શિક્ષા કરવાથી તેનામાં ગુણોનું સિંચન થાય છે. આ કારણે જ પુત્રને અને શિષ્યને વધુ પડતા લાડ કરવાને બદલે તેમનું તાડન કરવું જોઈએ. બાળકનો સ્વભાવ જ જિદ્દી હોય છે. બાળકમાં ચંચળતા છે હોય છે અને ગંભીરતાનો અભાવ હોય છે. બાળકની જો બધી જિદ્દ સંતોષવામાં આવે તો બાળક વિવેકહીન બનીને નવી જિદ્દ કર્યા કરે છે. વળી તેની અંદર ચંચળતા હોવાથી વિદ્યાભ્યાસની અને કામની બાબતમાં તેઓ ગંભીર બની શકતા નથી. આ સંયોગોમાં બાળક સાથે કડકાઈથી વર્તવું જોઈએ અને જરૂર પડ્યે તેમને મેથીપાક પણ આપવો જોઈએ. પિતા પોતાના પુત્રનું અથવા ગુરુ શિષ્યનું તાડન કરે છે ત્યારે પણ તેનામાં દ્વેષભાવ નથી હોતો પણ કરુણાભાવ જ હોય છે. નીતિશાસ્ત્રોમાં પણ કહ્યું છે કે, બાળક પાંચ વર્ષનું થાય ત્યાં સુધી તેનું લાલનપાલન કરવું જોઈએ અને પછી દસ વર્ષ સુધી તાડન કરવું જોઈએ. જે માતાપિતા તાડન કરવાના પ્રસંગોમાં બાળકને લાડ લડાવે છે, તેઓ હકીકતમાં બાળકના હિતશત્રુ છે. વધુ પડતા લાડને કારણે બાળકમાં અહંકાર આવી જાય છે અને તે પોતાના વડીલો સાતે પણ તોછડાઈથી વર્તવા લાગે છે. બાળકના અહંકારને કાબૂમાં રાખવા અને તેની અંદર વિનય ગુણનો વિકાસ કરવા માટે પણ તેનું તાડન કરવું જરૂરી છે. જૂના જમાનામાં કહેવત હતી કે, સોટી વાગે સમસમ, વિદ્યા આવે રમઝમ. આ કહેવત બહુ સાચી હતી અને આ પદ્ધતિએ આપવામાં આવતું શિક્ષણ ખૂબ નક્કર હતું. આ પદ્ધતિએ આંકના જે ઘડિયા ભણાવવામાં આવતા તે જિંદગીભર યાદ રહેતા અને મોટી ઉંમરે પણ ails n International For Personal & Private Use Only WWW.Gir Sની Aી } ૧૪૯

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172