Book Title: Sanskar Shakti
Author(s): Sanskar Shakti Garbh Sanskaran Kendra
Publisher: Sanskar Shakti Garbh Sanskaran Kendra

View full book text
Previous | Next

Page 157
________________ બાકી છે, હમણાં ડીલીવરી થઈ શકે તેમ નથી. તમે ૧૬-૧૨-૦૯ ના રોજ આવજો.' ઘરે આવ્યા બાદ ઘરનું બધું જ કામ પતાવી મેં અને મારી મમ્મીએ રાતના ૧૨.૩૦ વાગે હોસ્પિટલ લઈ જવાનો સામાન તૈયાર કર્યો હતો. તે સમયે મારા પપ્પા અને ભાઈએ પૂછયું કે “તમે શેની તેયારી કરો છો ?' અમે કહ્યું “હોસ્પિટલ જવાની.” પિતાએ કહ્યું કે ‘તમને તો ડૉક્ટરે ૧૬મી તારીખે બોલાવ્યા છે તો પછી હમણાં શું કામ તૈયારી કરો છો.' અમે સામાન તૈયાર કરી રૂમમાં મૂક્યો અને પપ્પા અને ભાઈને કહ્યું કે “કાલે અમે હોસ્પિટલ જઈએ ત્યાર પછી તમે આ સામાન લઈને આવજો.” પપ્પાને નવાઈ લાગી અને તેઓ સૂઈ ગયા. તૈયારી થઈ ગયા પછી મારી મેં મમ્મીને કહ્યું કે મમ્મી હું ખૂબ જ થાકી ગઈ છું. એટલે સુતા-સુતા ગણીશ.' મારી મમ્મી નવકારવાળી ગણતી હતી અને હું સુતા-સુતા પાર્શ્વનાથ ભગવાનની નવકારવાળી ગણતાં ગણતાં સૂઈ ગઈ. સવાર થતાં જ ચમત્કાર થઈ ગયો. મા.વદ.૧૦ (પાર્શ્વનાથ ભગવાનનો જન્મ કલ્યાણક) (સંકલ્પનો દિવસ) આ દિવસે સવારે ૫.૦૦ વાગે હું અને મારી મમ્મી ગુરુભગવંતના દર્શન કરી એમના આશીર્વાદ લઈ, નવકાર ગણી ભગવાન અને માતાજીના દર્શન કરી હોસ્પિટલ જવા નીકળ્યા. હોસ્પિટલમાં ડૉક્ટરે કહ્યું કે “તમારી નોર્મલ ડીલીવરી થઈ શકે તેમ નથી, માટે ઓપરેશન કરવું જ પડશે.” આ સમય દરમિયાન હું નવકાર ગણતી અને મારી મમ્મી મને નવકારમંત્ર અને ઉવસગ્ગહરં સ્તોત્ર સંભળાવતી હતી. મને પીડા પણ થતી ન હતી. સમય પસાર થતાં ડૉક્ટરે કહ્યું કે, “કદાચ બપોર સુધી ડીલીવરી થઈ શકે તેમ છે.” અને સવારે ૯.૪૧ વાગે પીડા રહિત મારી નોર્મલ ડીલીવરી થઈ અને પુત્રીરત્નનો જન્મ થયો. ડૉક્ટર પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ગુરુભગવંતના કહ્યા પ્રમાણે સંકલ્પ કર્યો હતો અને એ જ પ્રમાણે થયું. મારી પાસે શબ્દો નથી, પણ એટલું કહી શકું છું કે ખરેખર ‘ગુરુભગવંત, આપ તો ભગવાન છો.” અમને બધાને ખૂબ જ આનંદ થયો. જીવનમાં કશું જ અશક્ય નથી. શુભ મુહૂર્તમાં મારી પુત્રીનો જન્મ થયો. નક્ષત્ર-હસ્ત અને રાશિ-કન્યા છે. ગુરુ ભગવંતે તેનું નામ પાર્શ્વ રાખ્યું છે.આમ કન્યા રાશિમાં કન્યાનો પાર્શ્વનાથ ભગવાનનો જન્મ કલ્યાણકના દિવસે જન્મ થયો અને તેનું નામ પણ રાખ્યું પાર્શ્વ. PS)12 215212 international For Personal & Private Use Only www.internal or ૧૪8.

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172